Home >>Topics >>Politics >>AIADMK
AIADMK

AIADMK

EST:1972

All India Anna Dravida Munnetra Kazhagam is an Indian political party in the states of Tamil Nadu and Puducherry. It is currently in power in Tamil Nadu and is the third largest party in the Indian Parliament.


  • ECએ શશિકલાને હેટ, પન્નીરસેલ્વમને ફાળવ્યું લાઈટના થાંભલાનું ચૂંટણી ચિન્હ
    ચેન્નઈ. ઇલેક્શન કમીશને તામિલનાડુમાં AIADMKનું ચૂંટણી ચિન્હ ફ્રીઝ કરી લીધું હતું. ગુરુવારે કમીશને શશિકલા જૂથને હેટ અને પન્નીરસેલ્વમ જૂથને લાઈટનો થાંભલો ચૂંટણી ચિન્હ ફાળવ્યું છે. કમીશને પહેલા શશિકલા જૂથે રિક્ષાનું ચિન્હ ફાળવ્યું હતું પરંતુ જૂથે હેટ ચિન્હની માગ કરતા તેમને હેટ ચિન્હ ફાળવવામાં આવ્યું છે. પાર્ટીના બે જૂથ (શશિકલા અને પન્નીરસેલ્વમ) તેની પર દાવો કરી રહ્યા હતા. હવે તેમને નવા ફાળવેલા ચિન્હ પર આરકે નગર વિધાનસભા સીટથી પેટાચૂંટણી લડવી પડશે. આ સીટ પાર્ટી સુપ્રીમો જે જયલલિતાના નિધનથી...
    March 23, 01:27 PM
  • AIADMK નેતાનો દાવોઃ જયલલિતાને ધક્કો મરાયા બાદ હોસ્પિટલમાં ખસેડાયા
    ચેન્નાઈ. AIADMKના સીનિયર નેતા પીએચ પાંડિયને દાવો કર્યો છે કે અમ્મા (જયલલિતા)ને પોએસ ગાર્ડન સ્થિત તેના ઘરમાં કોઈએ ધક્કો માર્યો હતો. તામિલનાડુ એસેમ્બલીના પૂર્વ સ્પીકર પાંડિયને કહ્યું કે, આ ઘટના બાદ જયલલિતાને ગત વર્ષે 22 સપ્ટેમ્બરે અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લાંબી સારવાર બાદ જયલલિતાનું ગત વર્ષે 5 ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. નેચરલ કન્ડિશનમાં નહોતું થયું મોત - ન્યૂઝ એજન્સી મુજબ પાંડિયને શંકા વ્યક્ત કરી હતી કે પૂર્વ સીએમ જયલલિતાનું મોત નેચરલ કન્ડિશનમાં...
    March 3, 09:39 AM
  • TN એસેમ્બલીમાં સ્પીકરનો શર્ટ ફાડ્યો, 28 વર્ષ પહેલા જયાની ખેંચાઈ હતી સાડી
    ચેન્નાઈઃ જયલલિતાના નિધન બાદ શનિવારે તામિલનાડુ વિધાનસભામાં એવો જ માહોલ જોવા મળ્યો જેવો 28 વર્ષ બાદ એમજી રામચંદ્રનના મોત બાદ જોવા મળ્યો હતો. 1989માં જયલલિતા તામિલનાડુ વિધાનસભામાં વિપક્ષની નેતા હતા અને કરુણાનિધિ સીએમ હતા. આ જ વર્ષે 25 માર્ચના રોજ એસેમ્બલીમાં ડીએમકે અને એઆઈએડીએમકેના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન જયલલિતાની સાડી ખેંચવામાં આવી. શનિવારે પણ તામિલનાડુ વિધાનસભામાં હંગામો થયો. ધારાસભ્યોએ સ્પીકર ઓ. ધનપાલ સાથે ધક્કામુક્કી કરી. માઈક તોડી નાંખ્યું. તેમનો શર્ટ પણ ફાડી નાખ્યો....
    February 18, 03:38 PM
  • પન્નીરસેલ્વમે શશિકલાને પાર્ટીમાંથી કાઢ્યા, કહ્યું- તેમણે જયાને કરેલો વાયદો તોડ્યો
    ચેન્નાઇ: થોડાક દિવસો પહેલા સુધી તામિલનાડુના સીએમ રહેલા અને પછીથી AIADMK માંથી કાઢી મૂકવામાં આવેલા ઓ. પન્નીરસેલ્વમ જૂથે હવે પાર્ટીની જનરલ સેક્રેટરી શશિકલા નટરાજનને પાર્ટીમાંથી કાઢી મૂકી છે. શશિકલા આવક કરતા વધુ સંપત્તિના કેસમાં જેલમાં છે. જયલલિતાના મૃત્યુ પછી AIADMK માં મોટી તિરાડ પડી ચૂકી છે. એક જૂથ પન્નીરસેલ્વમ સાથે છે અને બીજું શશિકલા નટરાજન સાથે. શું છે મામલો? - શુક્રવારે બપોરે પન્નીરસેલ્વમ જૂથના ઇ. મધુસૂદને એક નિવેદન આપેલું. જેમાં કહ્યું કે શશિકલાએ જયાને વચન આપ્યું હતું કે તે ક્યારેય...
    February 17, 04:20 PM
  • 31 મંત્રીઓ સાથે પલાનીસ્વામીએ લીધા શપથ, 2 મહિનામાં TNમાં ત્રીજા CM
    ચેન્નઈ. AIADMKમાં ગત થોડા દિવસોથી ચાલી રહેલી ખેંચાખેંચ ગુરુવારે ખતમ થઈ ગઈ. ગવર્નર સી. વિદ્યાસાગર રાવે શશિકલા કેમ્પના પલાનીસ્વામીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યા બાદ 31 મંત્રીઓ સાથે પલાનીસ્વામી સીએમના શપથ ગ્રહણ કર્યા હતા. ગવર્નરે ફ્લોર ટેસ્ટ માટે 15 દિવસનો સમય આપ્યો છે. પલાનીસ્વામી 2 મહિનામાં ત્રીજા મુખ્યમંત્રી છે. ડિસેમ્બરમાં જયલલિતાના નિધન બાદ ઓ. પન્નીરસેલ્વમ સીએમ બન્યા હતા. ત્યારબાદ પાર્ટીમાં શશિકલાને સીએમ બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા. પન્નીરસેલ્વમ રાજીનામું આપ્યા બાદ બાગી થઈ ગયા હતા....
    February 16, 06:13 PM
  • પલાનીસ્વામી ચૂંટણી હારતા રહ્યા, ભ્રષ્ટાચારના આરોપો લાગતા રહ્યા, હવે બન્યા CM
    ચેન્નઈ: ઇડાપ્પાડી કે. પલાનીસ્વામી તમિલનાડુના સીએમ બની ચૂક્યાં છે, તેમણે શપથ લઇ લીઘાં છે. શશિકલાના જેલ ગયા પછી તેમને સીએમ બનવાની તક મળી. પલાનીસ્વામી રાજ્યની ગોંદર કોમ્યુનિટીમાંથી આવે છે. આ કોમ્યુનિટી લાંબા સમયથી જયલલિતા અને AIADMK સાથે રહી છે. જોકે, સત્તામાં તેમને બહુ ઓછા ભાગીદાર બનાવવામાં આવ્યા. પલાનીસ્વામી ચૂંટણી પણ હાર્યા અને તેમના પર ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા. શશિકલાના અંગત હોવાનો ફાયદો - પલાનીસ્વામી શશિકલાના બહુ અંગત માનવામાં આવે છે. 15 વર્ષથી શશિના પરિવાર સાથે તેઓ જોડાયેલા છે....
    February 16, 05:02 PM
  • શશિકલા - કેદી નંબર 9234, જેલની પહેલી રાત કેવી રહી? જમવામાં શું મળ્યું?
    નેશનલ ડેસ્ક. આવકથી વધુ સંપત્તિ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દોષી કરાર કર્યા બાદ શશિકલા નટરાજને બુધવારે સરેન્ડર કર્યું હતું. બેંગલુરુની જેલમાં શશિકલાને બીજા કેદીઓની જેમ જ ખાવાનું આપવામાં આવ્યું. જોકે, શશિકલાએ કોર્ટને પોતાના ઘરના ખાવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેની ડિમાન્ડ ફવાવી દીધી હતી. જેલમાં શશિકલાને ચટ્ટાઈ પર ઊંઘવું પડ્યું હતું. સવારે ઉઠીને શશિકલાએ 10 મિનિટ સુધી મેડિટેશન કર્યું અને ત્યારબાદ તેને બ્રેકફાસ્ટમાં સ્થાનિક વ્યંજન પુલિયોગરે આપવામાં આવ્યું. જેલમાં શશિકલાને કેદી નંબર...
    February 16, 12:46 PM
  • શશિકલાએ બેંગલુરુ જેલમાં કર્યું સરન્ડર, જયાની સમાધિ 3 વાર થપકાવી
    ચેન્નઈ. સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ બુધવારે શશિકલાએ 6 વાગ્યાની આસપાસ બેંગલુરુ જેલમાં સરન્ડર કર્યું હતું. આ પહેલા જયલલિતાની સમાધી પહોંચી હતી. શશિકલા પહેલા થોડીવાર હાથ જોડીને પ્રાર્થના કરતી રહી. નમીને ત્રણ વાર તેણે નમન કર્યું. પછી મનમાં કંઈક પ્રાર્થના કરતી રહી. ત્યારબાદ ત્રણવાર જોરથી સમાધિ પર થપકાવ્યું હતું. આ પહેલા સુપ્રીમ કોર્ટે તેને સરેન્ડર કરવા માટે વધુ સમય આપવાની ના પાડી દીધી હતી. શશિકલાએ હેલ્થ બેકગ્રાઉન્ડ પર સરેન્ડર કરવા માટે બે અઠવાડિયાનો સમય માગ્યો હતો. બીજી તરફ, બેંગલુરુમાં કોર્ટને...
    February 16, 12:26 AM
  • શશિ કરશે નવી 'કલા': મહિલા હોવાનાં કારણે થઈ રહ્યો છે મારો વિરોધ
    ચેન્નઈ. એઆઈએડીએમકેના જનરલ સેક્રેટરી વીકે શશિકલા નટરાજને શનિવારે આરોપ મૂક્યો હતો કે તામિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેવામાં થઈ રહેલો વિલંબ પાર્ટી તોડવાનું કાવતરું છે અને જો તેને જલ્દી આ અંગે આમંત્રણ નહીં આપવામાં આવે તો રાજ્યમાં નવા પ્રકારનો વિરોધ કરશે. મહિલા હોવાનાં કારણે મારો વિરોધ: શશિકલા શશિકલાના કહેવા પ્રમાણે, મહિલા હોવાનાં કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. અગાઉ જયલલિતા સાથે હતા ત્યારે પણ અમ્માનો મહિલા હોવાનાં કારણે વિરોધ જોય છે. મારા નામથી પત્ર ફરતો થયો છે, જે મેં નથી લખ્યો....
    February 12, 04:30 PM
  • શશિકલાએ ગવર્નરને લખ્યો પત્ર, કહ્યું, 7 દિવસ વીતી ગયા, જલ્દી ફેંસલો કરો
    ચેન્નઈ.એઆઈએડીએમકેના નજરલ સેક્રેટરી વીકે શશિકલાએ ગવર્નરને પત્ર લખીને મળવાનો સમય માંગ્યો છે. તેમણે પત્રમાં કહ્યું છે, મને ધારાસભ્યોના જૂથના નેતા તરીકે ચૂંટાયે અને પન્નીરસેલ્વમના રાજીનામું આપ્યાને 7 દિવસ ઇ ચૂક્યા છે. એટલે તમે તમિલનાડુના હિતમાં જલ્દીથી ફેંલસો લો. નટરાજન શનિવારે કવૂથરના ગોલ્ડન બે રિસોર્ટમાં ધારાસભ્યોને મળવા પણ પહોંચી. ધારાસભ્યોને અહીંયા બંધક બનાવાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શશિકલાને વધુ એક ફટકો લાગ્યો છે. રાજ્યના એજ્યુકેશન મિનિસ્ટર કે. પાંડિરાજન શનિવારે...
    February 11, 04:41 PM
  • ભડકાવશો નહીં, નહીતર બંદૂક લઇને રાજનીતિમાં આવીશ: કમલ હસન
    નવી દિલ્હી: તમિલનાડુના રાજકારણમાં સત્તા માટે મચેલા ઘમસાણથી અભિનેતા કમલ હસન ઘણા નારાજ છે. તેમણે રાજ્યના રાજકારણીઓને ચેતવણી આપી છે કે તેમને ભડકાવવામાં ન આવે, નહીં તો તે અને તેમના માણસો બંદૂક લઇને રાજનીતિમાં આવશે. તેમના કહેવા પ્રમાણએ પન્નીરસેલ્વમને તક મળવી જોઇએ. ઇન્ડિયા ટુડેના ઇન્ટરવ્યુમાં કમલ હસને તમિલનાડુની રાજનીતિની પ્રવર્તમાન પરિસ્થિતિ પર પૂછવામાં આવેલા ઘણા સવાલોના જવાબ આપ્યા - કમલ હસને જણાવ્યું કે, ઓ. પન્નીરસેલ્વમ નાકાબિલ નથી. તેમને એક તક આપવી જોઇએ. તેઓ પોતાની કાબેલિયત સાબિત ન...
    February 11, 12:50 PM
  • પન્નીરસેલ્વમ v/s શશિકલાઃ AIADMKમાં દાવેદારી માટે બંનેએ અપનાવી 6 રીત
    ચેન્નઈ. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીથી વધારે તામિલનાડુની AIADMK પાર્ટીમાં ચાલી રહેલી આંતરીક લડાઈએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાર્ટી ચીફ વીકે શશિકલા અને પૂર્વ સીએમ ઓ પન્નીરસેલ્વમે હવે સામ-સામે આવી ગયા છે. બંને જૂથોએ ગુરુવારે રાત્રે ગવર્નર સી વિદ્યાસાગરને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. શશિકલાએ પાર્ટીના 134 ધારસભ્યોમાંથી 130ને રિસોર્ટ મોકલી દીધા છે. 29 વર્ષ પછી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. પાર્ટીના ફાઉન્ડર એમજી રામચંદ્રનના નિધન બાદ 1988માં તેમની પત્ની જાનકી અને જયલલિતા વચ્ચે પણ આવી જ ફાઈટ...
    February 10, 12:10 PM
  • રિસોર્ટમાં MLAsની સ્થિતિ અંગે એફિડેવિટ દાખલ કરે પોલીસ: મદ્રાસ HC
    ચેન્નઈ/ નવી દિલ્હી. મદ્રાસ હાઈકોર્ટે તામિલનાડુ પોલીસને સૂચના આપી છે કે, રિસોર્ટમાં રહેલા ધારાસભ્યો અંગે એફિડેવિટ દાખલ કરવામાં આવે. તામિલનાડુના ગવર્નર સી વિદ્યાસાગર રાવે વીકે શશિકલા અને ઓ પન્નીરસેલ્વમ સાથે ગુરુવારે રાત્રે મુલાકાત કર્યા બાદ કેન્દ્ર અને રાષ્ટ્રપતિને રિપોર્ટ મોકલી આપ્યો છે. કોર્ટરૂમમાં પહોંચ્યોAIADMK વિવાદ -AIADMKના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખવા સંદર્ભની અરજી પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. - આ મતલબની એફિડેવિટ દાખલ કરવા તામિલનાડુ પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો...
    February 10, 12:02 PM
  • TNમાં પણ ખજૂરાહોવાળી, શશિકલાએ 130 MLAને મોકલ્યા સીક્રેટ કેમ્પમાં
    ચેન્નઈ. તામિલનાડુના પૂર્વ સીએમ પન્નીરસેલ્વમના બળવા બાદ AIADMKમાં તિરાડ પડતી દેખાઈ રહી છે.પાર્ટી ચીફ શશિકલાએ લગભગ 130 ધારાસભ્યોને ફાઈવ સ્ટાર હોટલમાં મોકલી આપ્યા છે. આ તમામ ધારાસભ્યો ગવર્નર વિદ્યાસાગર રાવના મુંબઈથી પરત આવવા સુધી ત્યાં જ રહેશે. મહત્વપૂર્ણ છે કે ત્રણ દિવસથી ગવર્નર મુંબઈમાં છે. જેના કારણે શશિકલાનો શપથગ્રહણ કાર્યક્રમ ટાળવો પડ્યો હતો. શશિકલા સોમવારે મુખ્યમંત્રીના શપથ લેવાના હતા. આ પહેલા બુધવાર સવારે પન્નીરસેલ્વમે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ગવર્નરને મળશે અને સીએમ પોસ્ટ પરથી આપેલું...
    February 8, 11:32 PM
  • જયલલિતાની ભત્રીજીએ કહ્યું- શશિકલાથી ડરતી નથી, બનાવશે નવો પક્ષ
    ચેન્નાઈઃ જયલલિતાની ભત્રીજી દીપા જયકુમારે તામિલનાડુની સીએમ બનવાના પ્રયાસોમાં લાગેલી શશિકલા નટરાજન વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. દીપાએ ટૂંક સમયમાં નવા પક્ષની સ્થાપ્ના સાથે ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી છે. રાજ્યના ગવર્નર વિદ્યાસાગર રાવે મુંબઈથી તામિલનાડુ આવવાનો કાર્યક્રમ રદ કરતા શશિકલાનું શપથ ગ્રહણ સમારોહ થઈ શક્યો નથી. દીપાએ જણાવ્યું કે, તે કોઈ પણ પ્રકારે શશિકલાથી ડરવાની નથી. લોકોએ શશિકલાને સીએમ બનાવવા વોટ નહોતો આપ્યો.. - દીપાએ પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે, તામિલનાડુના લોકોએ...
    February 7, 06:16 PM
  • બ્લડ ઈન્ફેક્શનના કારણે થયું જયલલિતાનું મોત, સારવાર કરનારા ડોક્ટરનો ખુલાસો
    ચેન્નાઈ. છેલ્લા દિવસોમાં જયલલિતાની સારવાર કરનારા ડૉક્ટર રિચાર્ડ બેલેએ કહ્યું કે, તામિલનાડુના મુખ્યમંત્રીનું મૃત્યુ ગંભીર ઇન્ફેક્શનના કારણે થયું હતું. ઉલ્લેખનીય છે કે જયલલિતા જ્યારે ચેન્નઇની અપોલો હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યાં તેની સારવારમાં લંડનના ડૉ. બેલેની મદદ લેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જયલલિતાના અવસાનના બરાબર 2 મહિના બાદ રવિવારે શશિકલા નટરાજનને તામિલનાડુના નવા સીએમ તરીકે પસંદગી કરવામાં આવી. ક્યારેક વીડિયો પાર્લર ચલાવતી શશિકલા આજે મુખ્યમંત્રી બની છે, પરંતુ તેની સામે અનેક...
    February 6, 04:46 PM
  • શશિકલા બનશે તામિલનાડુના નવા CM, AIADMKની બેઠકમાં લેવાયો નિર્ણય
    ચેન્નાઈ. તામિલનાડુમાં સત્તારૂઢ પાર્ટી AIADMKની રવિવારે પોયસ ગાર્ડનમાં બેઠક મળી હતી. બેઠકમાં પાર્ટીના મહાસચિવ વીકે શશિકલાની વિધાયક દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. તામિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી પન્નીરસેલ્વમે શશિકલાના નામની દરખાસ્ત મૂકી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીઓ અને પક્ષના સીનિયર નેતા સામેલ થયા હતા. તા. 8 કે 9 ફેબ્રુઆરીએ શશિકલા સીએમ પદના શપથ લઈ શકે છે. મળતી માહિતી મુજબ પન્નીરસેલ્વમે તેમનું રાજીનામું આપી દીધું છે. શશિકલાના નામ પર સીએમની મહોર લાગ્યા બાદ તેમણે ચેન્નાઈમાં પાર્ટી...
    February 6, 01:14 AM
  • શશિકલા બનશે તામિલનાડુના CM? આજે મળશે AIADMKની મહત્વપૂર્ણ બેઠક
    ચેન્નાઈ. તામિલનાડુમાં સત્તારૂઢ AIADMK સરકારના આંતરિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. પાર્ટીના મહાસચિવ વીકે શશિકલા મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે મળનારી પાર્ટી મીટિંગમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકના કારણે તામિલનાડુમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વધુ મજબૂત થઈ ગઈ છે. જાણકારી મુજબ 8 કે 9 ફેબ્રુઆરીએ શશિકલા સીએમ પદના શપથ લઈ શકે છે. પન્નીરસેલ્વમને પકડાવાશે પાણીચું -5 ડિસેમ્બરે તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના આકસ્મિક અવસાન બાદ...
    February 5, 07:57 AM
  • જયલલિતાની ભત્રીજી રાજનીતિમાં આવશે, ફોઇના જન્મદિવસે કરશે જાહેરાત
    ચેન્નઇ: જયલલિતા જેવી દેખાતી તેમની ભત્રીજી દીપા જયકુમારે રાજનીતિમાં પોતાની ફોઇના નક્શેકદમ પર ચાલવાનો નિર્ધાર કર્યો છે. જયાના મૃત્યુના 42 દિવસો પછી મંગળવારે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સમાં દીપાએ કહ્યું, હું 24 ફેબ્રુઆરીએ ફોઇના જન્મદિવસ પર આ બાબતે મારી યોજનાની જાહેરાત કરીશ. જયલલિતાના મોટા ભાઈ જયકુમારની દીકરી છે દીપા -દીપા જયલલિતાના મોટા ભાઈ જયકુમારની દીકરી છે. જયકુમાર પણ પામ્યા છે. -છ વાર તમિલનાડુના મુખ્યમંત્રી રહેલા જયલલિતાનું ગયા વર્ષે 5 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું. -મંગળવારે...
    January 17, 11:14 PM
  • AIADMKને શશિકલાને લાવવી પડી: જયાને ઝેર આપવાનો આરોપ છતાં સુકાન
    ચેન્નાઈ. AIADMKની ગુરુવારે મળેલી જનરલ કાઉન્સિલ મીટિંગમાં શશિકલા નટરાજનને પાર્ટી ચીફ પસંદ કરવામાં આવી. ઉપરાંત જનરલ સેક્રેટરી તરીકે પણ ચૂંટવામાં આવી. કાઉન્સિલમાં 14 પ્રસ્તાવ પર પણ મહોર લાગી. તેમાં જયલલિતાનો જન્મદિન રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે મનાવવાના પ્રસ્તાવને સ્વીકારી લેવામાં આવ્યો છે. જોકે, મીટિંગમાં શશિકલા હાજર નહોતી. 5 ડિસેમ્બરે જયલલિતાના અવસાન બાદ આ પ્રથમ જનરલ કાઉન્સિલ મીટિંગ હતી. ઉલ્લેખનીય છે કે શશિકલા પર ક્યારેક જયલલિતાને ઝેર આપવાનો આરોપ લાગ્યો હતો. જયલલિતાએ તેને ઘરમાંથી હાંકી કાઢી...
    December 29, 01:40 PM