Home >>Topics >>Others >>Mahatma Gandhi
Mahatma Gandhi

Mahatma Gandhi

DOB:2 October 1869

Mohandas Karamchand Gandhi (મહાત્મા ગાંધી) was the preeminent leader of the Indian independence movement in British-ruled India. (Wikipedia)


 • ગાંધીજીના ફોટોવાળી 4 પોસ્ટલ સ્ટેમ્પ 4 કરોડમાં વેચાઈ, UKમાં થઇ હરાજી
  લંડન/નવી દિલ્હી. મહાત્મા ગાંધીના ફોટાવાળા 4 દુર્લભ સ્ટેમ્પના એક સેટની બ્રિટનમાં આશરે 4 કરોડ 14 લાખ રૂપિયામાં હરાજી થઈ છે. તેને વેચનારા વ્યક્તિના કહેવા મુજબ ભારતીય સ્ટેમ્પની અત્યાર સુધીની સૌથી વધારે કિંમત છે. 1948માં બહાર પાડ્યો હતો આ સ્ટેમ્પ - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ પોસ્ટલ સ્ટેમ્પનું કલેક્શન કરનારા બ્રિટનના ડીલર સ્ટેનલી ગિબન્સે બુધવારે આ અંગે જાણકારી આપી. - તેમણે કહ્યું, પર્પલ બ્રાઉન કલરની આ સીરીઝના માત્ર 13 સ્ટેમ્પ હાલ ચલણમાં છે. તેના પર અંગ્રેજીમાં સર્વિસ લખેલું છે. - 4...
  April 20, 01:29 PM
 • જસ્ટિસ કાત્જૂનો નવો વિવાદઃ ગાંધીજીને કહ્યા 'બ્રિટિશ એજન્ટ' અને 'રાસ્કલ'
  નેશનલ ડેસ્ક. પોતાના વિવાદિત નિવેદનોને. કારણે ચર્ચામાં રહેતા અલાહાબાદ હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કંડેય કાત્જૂએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર વિવાદ ઊભો કરી દીધો છે. કાત્જૂએ બુધવારે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. કાત્જૂએ ગાંધીને બ્રિટિશ એજન્ટ ઉપરાંત રાસ્કલ પણ કહ્યા. ગાંધી અને ઝીણા હતા બ્રિટિશ એજન્ટ - કાત્જૂ - કાત્જૂએ વિભાજન પર ચર્ચાની શરૂઆત કરતા લોકોને ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશને ફરી એકસાથે લાવવાની વાત કરી હતી. - તેની પર સિનિયર પત્રકાર આર જગન્નાથની સાથે...
  April 20, 11:59 AM
 • મહાત્મા ગાંધી સ્કૂલને બચાવવા પૂર્વ વિદ્યાર્થી મેદાને, 41 વિદ્યાર્થી સામે છે 22નો સ્ટાફ
  રાજકોટ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે મોહનદાસ ગાંધી વિદ્યાલયને બંધ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લઈ લીધો છે. તેની સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે અને મોહનદાસ ગાંધી વિદ્યાલયને બંધ થતી અટકાવવા માટે પૂર્વ વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે. રવિવારે રેસકોર્સ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન બોલાવ્યું છે. 1853માં બનેલી આ ઐતિહાસિક સ્કૂલને હવે મ્યુઝિયમ બનાવશે. તેનું પહેલા આલ્ફ્રેડ હાઈસ્કૂલ નામ હતું પરંતુ બદલીને મહાત્મા ગાંધી વિદ્યાલય કરાયું હતું. અહીં 46 રૂમ છે, જેમાં...
  April 20, 10:41 AM
 • રાજકોટ: બે યુગપુરુષને જીવંત કરતા નાટકનો આજે 400મો શો
  રાજકોટ: સૌરાષ્ટ્રના બે મહાન સપૂતો મહાત્મા ગાંધી તેમજ શ્રીમદ્દ રાજચંદ્ર પર યુગપુરુષ નામ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું છે. શ્રીમદ્દ રાજચંદ્રની 150મી જન્મજયંતી ઉજવણી અંતર્ગત આ નાટકના 399 શો યોજાઇ ચૂક્યા છે. 400મો શો 16 એપ્રિલ રવિવારે રાત્રિના 8.30 વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. સતત સ્ટેન્ડિંગ ઓવેશન મેળવી રહેલા આ નાટકને 3.75 લાખ લોકોએ માણ્યું છે. સ્ટેજ પર બે યુગપુરુષો પુન: જીવંત થાય છે ત્યારે ભારતીય ઇતિહાસનું એક એવું પાનું ખુલે છે કે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. ગાંધીજીએ સત્ય અને અહિંસાના...
  April 16, 02:49 AM
 • UK: ગાંધી નિર્વાણ દિવસની ઉજવણી, ભજન-ધૂનમાં હાજર લોકો થયા મંત્રમુગ્ધ
  UK(સૂર્યકાંત જાદવા દ્વારા):કડવા પાટીદાર સમાજ હેરો ખાતે મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા ગાંધી નિર્વાણ દિવસની ગઈ કાલે ઉજવણી કરવામાં આવી હતી. હોલ ન મળવાના કારણે ગઈકાલે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. ઈવેન્ટ ભારતીય હાઈ કમિશનર વાઈ.કે.સિન્હા અને ભૂતપૂર્વ હેરોના મેયર અજય મારૂની હાજરીમાં યોજાઈ હતી. ઈવેન્ટની શરૂઆતમાં મહેમાનોએ લંચ કર્યું હતું. બાદમાં બાપુના મનગમતી ધૂન અને ભજન ગાવામાં આવ્યા હતા. તેમજ વેસ્ટમિન્સ્ટર આતંકવાદી હુમલામાં ભોગ બનેલા લોકો તથા ઘટનામાં બનેલા હીરો માટે પ્રાર્થના તથા મૌન...
  April 1, 05:56 PM
 • ટ્રમ્પ, ઓબામા, મોદી હોય કે યોગી, ઊંઘમાં છૂપાયું છે સફળતાનું રહસ્ય!
  નેશનલ ડેસ્ક. ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પદ સંભાળવાની સાથે જ ટૂંકા દિવસોમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોને લઈને સમગ્ર મીડિયામાં લાઈમલાઈટમાં આવ્યા છે. યોગી વિશે ઓછું જાણનારા લોકો તેમના વિશે વધુ જાણવા પ્રયત્નશીલ બન્યા છે. તેમના જન્મથી લઈને રાજકીય સફર કેવી રીતે શરૂ થઈ તેની વિગતો શોધતા એક વાત સામે આવી છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માત્ર ચાર કલાકની જ ઊંઘ લે છે. યોગીની કાર્યશૈલીની તુલના વડાપ્રધાન મોદી સાથે થઈ રહી છે ત્યારે બંને વચ્ચે ઊંઘને લઈને પણ સામ્યતા જોવા મળી રહી છે....
  March 31, 11:52 PM
 • ગાંધીજી ભણ્યા એ સ્કૂલ હવે બનશે મ્યુઝિયમ, સરકારે બજેટમાં 10 કરોડ ફાળવ્યા
  રાજકોટ: 22મી ફેબ્રુઆરીએ કસ્તૂરબાનો નિર્વાણ દીન હતો, ત્યારે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી અને તેમણે જે શિક્ષણ મેળવ્યું હતું તે સ્કૂલને હવે મનપાએ મોકલેલી મંજૂરીને પગલે હવે કાયમી ધોરણે મ્યુઝિયમમાં પરિવર્તિત થઈ જશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી જેમની પાસે નાણાં વિભાગ છે તે અંતર્ગત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં તેમણે રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલને મ્યુઝિયમ તરીકે વિકસાવવા 10 કરોડની બજેટમાં ફાળવણી કરી હતી. આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આવી સુવિધા વિકસાવાશે ગાંધીજીએ શહેરની આલ્ફ્રેડ...
  February 23, 08:21 AM
 • 500 રૂપિયાની આ પિસ્તોલથી થઈ હતી ગાંધીજીની હત્યા, ગોડસેએ જ ખરીદી હતી
  ગ્વાલિયરઃ મહાત્મા ગાંધીથી નારાજ નાથૂરામ ગોડસેએ તેમની 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં હત્યા કરી હતી. નાથુરામે ગ્વાલિયરથી પોતે જ આ હત્યા માટેની પિસ્તોલ ખરીદી હતી અને અહીં રહી તેણે શૂટિંગ પ્રેક્ટિસ કરી હતી. ગ્વાલિયરથી ખરીદી હતી ઈટાલિયન બરેટા પિસ્તોલ... - મહાત્મા ગાંધીની હત્યાની યોજનાને પાર પાડવામાં 20 જાન્યુઆરી 1948એ નિષ્ફળ રહ્યાં બાદ ગોડસે ભાગીને ગ્વાલિયર પહોંચી ગયો હતો. - જે પછી તેણે પોતાના સાથીઓના બદલે જાતે જ મહાત્મા ગાંધીની હત્યા કરવાની યોજના બનાવી હતી. - આ સમયે શહેરમાં હિંદૂ સંગઠન ચલાવી...
  January 31, 11:30 AM
 • ગાંધી નિર્વાણ દિને બાપુ ભુલાયા, પ્રતિમાની ગરિમા પણ ન જળવાઇ
  દાંડીરોડ: એરૂ ચાર રસ્તા ખાતેના સર્કલમાં મુકવામાં આવેલી ગાંધી પ્રતિમા સંબંધિત તંત્રથી લઇ રાજકરણી કે ગાંધીવાદીઓ દ્વારા ભુલાઇ જતાં ગાંધી નિર્વાણદિને પણ બાપુની પ્રતિમાને આંટી કે ફૂલહાર પહેરાવા જેવી ગરિમા પણ જળવાય ન હતી. ઐતિહાસિક દાંડીના પ્રવેશદ્વાર એવા એરૂ ચાર રસ્તા ખાતે ઇ.સ.2013 માં ગુજરાત ગૌરવદિનની ઉજવણીના ભાગરૂપે સર્કલ બનાવી તેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂર્ણ કદની પ્રતિમા મુકવામાં આવી હતી. એરૂ ચાર રસ્તા પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને કોઇ રાજકારણી કે ગાંધીવાદીઓ આંટી કે...
  January 30, 10:59 PM
 • જે વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી તેની સામે મારી લડાઈ- રાહુલ ગાંધી
  મુંબઈ. મહાત્મા ગાંધીની હત્યાને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સામે રાહુલ ગાંધીએ કથિત રીતે આપેલા નિવેદનના મામલે ભિવંડી કોર્ટમાં સુનાવણી 3 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. સુનાવણી માટે પહોંચેલા રાહુલ ગાંધીએ આ દરમિયાન મીડિયાને કહ્યું, મારી લડાઈ વિચારધારાની સામે છે. એ વિચારધારા જેણે ગાંધીજીની હત્યા કરી. મહત્વપૂર્ણ છે કે રાહુલે 2014માં એક રેલી દરમિયાન મહાત્મા ગાંધીની હત્યા અને નથૂરામ ગોડસે પર પર નિવેદન આપ્યું હતું. આરએસએસના સ્થાનિક પદાધિકારી રાજેશ કુંટેએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને...
  January 30, 04:04 PM
 • સ્મૃતિઓમાં જીવતા બાપુઃ રાજકોટમાં અહીં લટાર મારો તો લાગે બાપુ જીવે છે
  રાજકોટઃ દેશના રાષ્ટ્રપિતા અને દેશને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરનાર મહાત્મા ગાંધીજીનો આજે નિર્વાણ દિન છે. ત્યારે તેમણે પોતાના જીવનના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યને યાદ કરવાનો દિવસ છે. ગાંધીજી પોરબંદરથી અભ્યાસ કરવા રાજકોટ આવ્યા હતા ત્યારે તેઓ જે મકાનમાં રહેતા હતા તે કબા ગાંધીનો ડેલો રાજકોટમાં આવેલો છે. ગાંધીજીએ પોતાનું બાળપણ અને વિદ્યાકાળ આ ડેલામાં જ વિતાવ્યું હતું. આજે આ ડેલાને ગાંધી સ્મૃતિ તરીકે ઓળખાય છે. આજે પણ કબા ગાંધીના ડેલો અને આલ્ફ્રેડ હાઇસ્કૂલની મુલાકાત લોકો લે છે ત્યારે...
  January 30, 02:18 PM
 • ગાંધી સ્મૃતિમાં સચવાયો છે બાપુની ચાદરથી લઇને ચપ્પલ સુધીનો ખજાનો
  ભાવનગર: આવતી કાલ તા.30મી જાન્યુઆરીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની નિર્વાણ તિથિ હતી ત્યારે ભાવનગર ભાગ્યશાળી છે કે આ મહામાનવે ઇ.સ.1888માં અત્રેની શામળદાસ કોલેજમાં એક સત્ર માટે શિક્ષણ લીધું હતુ અને ભાવનગરની આ કોલેજના શિક્ષણ માટે મહાત્માને જીવનભર ભારે આદર અને સન્માન રહ્યું હતુ. ભાવનગરમાં ગાંધી સ્મૃતિમાં આજે પણ ગાંધીજીની ચીજ વસ્તુઓ હયાત છે. મહાત્માજી હયાત હતા ત્યારે તેમણે ઉપયોગમાં લીધેલી અનેકવિધ ચીજો પૂરી જાળવણી સાથે સચવાયેલી છે. આમ પણ, મહાત્મા ગાંધીજીનો ભાવનગર સાથે ભણવાથી લઇને છેક દેશને...
  January 30, 12:07 AM
 • જ્યારથી ખાદી સાથે ગાંધીનું નામ જોડાયું, તે ડૂબીઃ હરિયાણાના મંત્રી
  અંબાલાઃ હરિયાણાના હેલ્થ મિનિસ્ટર અનિલ વિજ ફરી ચર્ચામાં છે. ખાદીના કેલેન્ડર અને ડાયરીમાં મોદીની તસવીર લગાવવાને તેમણે યોગ્ય ગણાવ્યું છે. વિજે શનિવારે કહ્યું હતું કે, જ્યારથી નોટ પર તેમની તસવીર છપાઈ છે, ત્યારથી નોટોનું ડિવેલ્યૂએશન થઈ ગયું છે. જ્યારથી ખાદી સાથે તેમનું નામ જોડાયું છે, ખાદી ઉદ્યોગ બેઠો જ નથી થઈ રહ્યો. ખાદી ડૂબી ગઈ છે. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર અને બીજેપીએ તેમના નિવેદનને વખોડી કાઢ્યું છે. વિવાદ બાદ વિજે પોતાનું નિવેદન પરત લઇ લીધું હતું. વિજે કહ્યું કે, ધીમે ધીમે નોટમાંથી...
  January 14, 03:07 PM
 • વિશ્વને આજ અને આવતીકાલના ભારત માટે આમંત્રણ: મોદીના 10 પાવર પંચ
  અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધટાન કર્યું હતું. ઇવેન્ટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓની સાથે દેશ-વિદેશના મહાનુભાવો અને ડેલિગેશન્સ પણ હાજર હતા. સમિટનું ઉદ્ધટાન કરતાં મોદીએ 34 મિનિટ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન મોદીએ ગુજરાતને બિઝનેસ માટેની ભૂમિ ગણાવી હતી. ઉપરાંત તેમણે દિલ્હીમાં બેઠેલી ભાજપ સરકારે અઢી વર્ષમાં મેળવી સિદ્ધીઓની સાથે આગામી વિઝન અને મિશનની પણ વાત કરી હતી. મોદીએ પોતાના સંબોધનના અંતમાં દુનિયાને આજના અને આવતી કાલના ભારત માટે આમંત્રણ પાઠવ્યું હતું....
  January 10, 08:21 PM
 • PM મોદીનું સ્વપ્ન સાકાર: મહાત્મા મંદિર પર જવા બનાવ્યો કેબલ બ્રિજ, ભવ્ય છે નજારો
  ગાંધીનગર: માત્ર ગુજરાત નહીં પુરા ભારત માટે નજરાણું બની રહેનારા મહાત્મા મંદિર ઉપર જવા માટે ખ-માર્ગની ઉપરથી પસાર થનારો કેબલ સ્ટેન્ડ બ્રિજ બાંધવામાં આવ્યો છે. જેનાથી કન્વેન્સન સેન્ટરથી સોલ્ટ માઉન્ડ વચ્ચેનું જોડાણ થયું છે. ગુજરાત સરકારે હાથ ધરેલા રાષ્ટ્રીય કક્ષાના મહાત્મા મંદિર પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે મહાત્મા મંદિર અને તેને સંલગ્ન દાંડી કુટીરને જોડતો કેબલ સ્ટેન્ડ બ્રિજુનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે સહેલાણીઓ દાંડી કુટીરમાંથી મહાત્મા મંદિર આવવા માટે...
  January 9, 12:02 AM
 • ગુજરાતના પ્રથમ ‘સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ’નું નવું નજરાણું: આવો છે નજારો
  પોરબંદર: વિદેશમાં હોય તેવો બ્રિજ ગુજરાતના આંગણે બનાવવામાં આવ્યો છે. પોરબંદર એક અલગ ઓળખ ઊભી કરવા જઈ રહ્યું છે. ત્યારે પોરબંદરમાં ડબલ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે જેનું ઉદ્ધાટન કરવાનું હજુ બાકી છે. આ બ્રિજને સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રિજ કહેવામાં આવે છે. ગુજરાતમાં નેશનલ હાઈવે પર આવો પ્રથમ બ્રિજ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ બ્રિજની લંબાઈ 3.75 કિલોમીટર છે. 97 કરોડના ખર્ચે અલગ-અલગ ચાર બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ પોરબંદરના લોકો માટે એક ટુરિસ્ટ પ્લેસ બન્યું છે. ગાંધીબાપુનાં...
  December 21, 03:51 AM