Home >>Topics >>Others >>BSF
BSF

BSF

EST:1 December, 1965

The Border Security Force (BSF) (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) is the primary Border guarding force of India. It is one of the five Central Armed Police Forces of the Union of India, it was raised in the wake of the 1965 War on 1 December 1965..(Wiki)


 • પાકિસ્તાન મોતનો કૂવો છેઃ સ્વદેશ પરત ફર્યા બાદ બોલી ઉઝ્મા
  નવી દિલ્હી: પાકિસ્તાનમાં બળજબરીપૂર્વક લગ્ન કરવા મજબૂર થયેલી ભારતીય યુવતી ઉઝમા એહમદ 25 દિવસ પાકિસ્તાન રહ્યા બાદ પોતાના દેશ પરત ફરી છે. પાકિસ્તાની કોર્ટે આદેશ આપ્યો હતો કે ઉઝમાને સુરક્ષિત રીતે વાઘા સુધી પહોંચાડવામાં આવે. પરત ફર્યા બાદ ઉઝમાએ પોતાની આપવીતી સંભળાવી હતી. શું કહે છે ઉઝમા? પાકિસ્તાન મોતનો કૂવો છે અને હું ત્યાંથી પાછી ફરી છું. હું, બુનેર, જે તાલિબાની વિસ્તાર છે ત્યાં ફસાઇ હતી. હું તો પાક. ફરવા ગઇ હતી. વિચાર્યું હતું કે 1 મેના રોજ જઇશ. 10-12 સુધી આવી જઇશ.પણ તાહિરે મને ઊંઘની ગોળી...
  May 26, 12:58 AM
 • BSF ઍક્ઝામ ટોપર કાશ્મીરીએ બહેનની હેરાનગતી પર સરકારને લખ્યો પત્ર
  નવી દિલ્હી : BSF આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ઑલ ઇન્ડિયા એક્ઝામમાં ટોપ કરનાર જમ્મુના નબીલ અહેમદ વાનીએ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. જેમાં કહ્યું છે કે, તેમની બહેનને ધમકાવવામાં આવી રહી છે, તથા હોસ્ટેલ છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. કૉલેજ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા વાનીની બહેન પર દબાણ - નબીલે વુમન ઍન્ડ ચાઇલ્ડ ડૅવલપમૅન્ટૉ મિનિસ્ટર મેનકા ગાંધીને રવિવારે પત્ર લખ્યો હતો. - નબીલના કહેવા પ્રમાણે, મારી બહેન ચંદીગઢમાંથી સિવિલ એન્જિનિયરિંગ કરી રહી છે. તે હોસ્ટેલમાં રહે છે. પરંતુ કૉલેજ...
  May 17, 10:47 AM
 • ચીનથી લઈને રશિયા સુધી, 8થી વધુ દેશો સાથે જોડાયેલી છે 10 દેશોની બોર્ડર
  અજબ-ગજબ ડેસ્ક : દુનિયામાં એવા ઘણાં દેશો છે જેમની બોર્ડર એક-બે દેશો સાથે નહીં પણ ઘણાં દેશો સાથે જોડાયેલી હોય છે. આમાની કેટલીક બોર્ડર પર વાતાવરણ શાંત હોય છે તો કેટલીક પર હંમેશા તંગ પરિસ્થિતિ હોય છે. આજે અમે તમને એવા દેશો વિશે જણાવીશું જેની સીમા 8થી વધુ દેશો સાથે જોડાયેલી હોય. લિસ્ટમાં સૌથી ઉપર છે ચીન... 1. ચીન બોર્ડરની કુલ લંબાઈ - 22,117 કિલોમીટર કેટલા દેશો સાથે જોડાયેલી છે બોર્ડર? - દુનિયાના સૌથી મોટો બીજો દેશ ચીન પોતાની સીમા 14 દેશો અને 2 સ્પેશિયલ ટેરીટેરીઝને શેર કરે છે. કયા દેશો સાથે જોડાયેલી છે...
  May 16, 01:12 PM
 • BSFએ ગુરદાસપુરમાં મહિલા ઘૂસણખોરને ઠાર મારી, 2 દિવસમાં 3 આતંકી ઠાર
  ચંદીગઢ: પંજાબના ગુરદાસપુરમાં સોમવારે વહેલી સવારે BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) એ એક પાકિસ્તાની મહિલા ઘૂસણખોરને ઠાર મારી. એક દિવસ પહેલા જ ભારત-નેપાળ બોર્ડર પર એક પાકિસ્તાની ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. સાત મે ના રોજ ડેડા જિલ્લાના ટંટામાં પોલીસ સ્ટેશન પર થયેલા આતંકી હુમલો થયો હતો. ત્યારબાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે પણ જમ્મુ પોલીસે લશ્કર-એ-તોઇબાના 5 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી લશ્કરના મોડ્યુલનો ખુલાસો થયો. ધરપકડ કરાયેલા આતંકીઓ સાથે થઇ રહી છે પૂછપરછ - ન્યુઝ...
  May 15, 12:03 PM
 • ગાંધીધામ: ગુમ થયેલી મહિલાનો બાવળોમાં લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ
  પ્રતીકાત્મક તસવીર ગાંધીધામ: ગાંધીધામમાં બે દિવસ પહેલાં ગુમ થયેલી મહિલાની ગળપાદર બીએસએફ કેમ્પની પાસે બાવળમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલી આપ્યો છે. BSF કેમ્પ પાસે બાવળોમાં લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યો ગાંધીધામમાં ગત ગુરુવારે મૂળ ઉત્તરાખંડની અને હાલે શહેરના 9એજી વિસ્તારમાં આવેલી હોટલ એમ્પાયરમાં રહેતા આનંદીદેવી ચંદનસિંઘ નેગી રાજપૂત (ઉ.વ.43) ગુમ થયાની નોંધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવાઈ હતી. જેમનો ગળપાદર પાસે...
  May 14, 03:11 AM
 • નારાયણ સરોવર: BSF દ્વારા ક્રિકમાં ચેકિંગ, સ્પેશ્યિલ ઓપરેશનનો ધમધમાટ
  નારાયણ સરોવર: ગત ગુરુ અને શુક્રવારે કોટેશ્વર નજીકના ક્રિક વિસ્તારમાંથી બોટ સાથે પાકિસ્તાની માછીમારો પકડાયા હતા. જોકે, શનિવારે આવી કોઇ ખાસ ઘટના બની ન હતી. દરમિયાન, દરિયો રફ હોવાના કારણે ક્રિક વિસ્તારમાંથી શુક્રવારે પકડાયેલી બોટ શનિવાર રાત્રિ સુધી લાવી શકાઇ ન હતી અને રવિવારે કિનારે આવ્યા બાદ કસ્ટમને સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. પબેવારી ક્રિકમાંથી પાક. બોટ કિનારે આવશે પાકિસ્તાને માછીમારો સાથે ઘુસણખોરીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે સીમા સુરક્ષા દળ દ્વારા હાલમાં હરામી નાળુ,...
  May 14, 12:55 AM
 • કચ્છ: નળક્રિક પાસે ટક્કર બાદ તૂટી પાકિસ્તાની બોટ, છ ઝડપાયા
  નારાયણ સરોવર: ગુરૂવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બીએસએફની 108મી બટાલિયનના ક્રોકોડાઇલ કમાન્ડોએ કચ્છના નળક્રીક વિસ્તારમાંથી એક બોટ સાથે છ પાકિસ્તાનીને પકડી પાડી આખરે બિનવારસી બોટ પકડવાની પરંપરા તોડી હતી. માછીમાર લાગતા આ 6 પાકિસ્તાની ઘૂસણખોર પકડાતાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં જોતરાઇ છે. આ બાબતે મળતી વિગતો મુજબ, બીએસએફની 108મી બટાલિયનના ક્રોકોડાઇલ કમાન્ડોની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે નળક્રીક વિસ્તારમાં બપોરના ભાગે પાકિસ્તાની બોટ નજરે પડતાં પેટ્રોલિંગ પાર્ટી તેના તરફ ધસી ગઇ હતી અને તેમને...
  May 12, 05:07 AM
 • ગળપાદર BSF કેમ્પમાંથી ચાર દિ’માં ત્રીજો જવાન લાપતા બન્યો
  ગાંધીધામ: શહેરની સમીપે ગળપાદર રોડ પર આવેલા બીએસએફના કેમ્પમાંથી ચાર જ દિવસમાં ત્રીજો જવાન ગુમ થતાં આ શિસ્તબધ્ધ દળમાં ભારે હલચલ મચી જવા પામી છે.રવિવારે ગાંધીધામ એ ડિવીઝનમાં બીએસએફ કચેરીની જાહેરાત પરથી વધુ એક ગુમનોંધ નોંધાઈ હતી. જે અનુસાર ગત શુક્રવારે બીએફએસ બટાલીયનનો રવિંદ્રકુમાર સિંઘ બક્સા મોડી સાંજ બાદ પણ નજરે ચડ્યો નહતો. અહિ નોંધવુ રહ્યુ કે ગત મંગળવારેજ ગળપાદરમાં આવેલા બીએસએફ કેમ્પમાંથી જવાન રમેશ ચંદ્રાવત અને ત્યારબાદ બુધવારે રાજેશકુમાર સંતોષકુમાર સામલા ગુમ થયાની ફરિયાદ નોંધાઈ...
  May 10, 05:50 AM
 • આસિ. કમાન્ડન્ટ માટે સિલેક્ટ 57% યુવાનોનો BSF જોઇન કરવાનો ઇન્કાર
  નવી દિલ્હી બીએસએફમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ માટે સિલેક્ટ થયેલા 57 ટકા યુવાનોએ ફોર્સની નોકરી કરવાનો ઇનકાર કરી દીધો છે. પાકિસ્તાન સાથેની સરહદની રખેવાળી કરતી આ ફોર્સમાં પહેલેથી અધિકારીઓની 10 ટકા જગાઓ ખાલી પડેલી છે. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2015માં લેવાયેલી યુપીએસસી પરીક્ષામાં કુલ 28 લોકો બીએસએફ માટે સિલેક્ટ થયા હતા. તેમણે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે આ વર્ષે જોઇનિંગ કરવાનું હતું પરંતુ 16 લોકોએ નોકરી કરવાનો ઇનકાર કરી દીધો. આવનારા સમયમાં આ લોકો એકેય અર્ધસૈનિક દળની પરીક્ષામાં ન બેસી શકે તેવું...
  May 8, 09:04 AM
 • વતન ફરી રહેલા બીએસએફના જવાનનું આકસ્મિક મોત, ટ્રેનમાંથી મળી લાશ
  લાખણી: બીએસએફમાં જમ્મુ-કાશ્મીર ખાતે દેશ સેવાની ફરજ બજાવતા લાખણી તાલુકાના કુડા ગામના યુવાનનું લગ્ન પ્રસંગે વતન આવતી વખતે રસ્તામાં આકસ્મિક મોત થતાં સમગ્ર પંથકમાં ઘેરો શોક ફેલાયો હતો. જેમની અંતિમવિધિમાં બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતું. લાખણી તાલુકાના કુડા ગામના વતની અને ભારતીય લશ્કરમાં છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતા લક્ષ્મણભાઇ મગનાજી પટેલ જેઓ હાલ જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા ખાતે ફરજ બજાવતા હતા. લક્ષ્મણભાઇ વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી રજા લઇ ટ્રેનમાં વતન તરફ આવતા હતા ત્યારે અમદાવાદ...
  May 8, 04:23 AM
 • CM યોગી સાથે વાતચીત પછી પરિવારે કર્યા શહીદ પ્રેમસાગરના અંતિમ સંસ્કાર
  દેવરિયા: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં શહીદ થયેલા દેવરિયાના રહેવાસી બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમસાગરના પાર્થિવ દેહને મંગળવારે મોડી સાંજે તેમના પૈતૃક ગામ ભાટપાર રાનીના ટીકમપારમાં પહોંચાડવામાં આવ્યો. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ જબરદસ્ત સૂત્રોચ્ચાર કર્યા. ઘટનાથી નારાજ થયેલા પરિવારજનોએ અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી. તે પછી મોડી રાત સુધી કૃષિમંત્રી સૂર્યપ્રતાપ શાહી શહીદના ઘરે પહોંચ્યા અને પરિવારના લોકો સાથે વાતચીત કરી. શાહીએ શહીદના દીકરાની વાત સીએમ યોગી...
  May 3, 10:46 AM
 • ગાંધીનગર: BSFની ફૂટબોલ પ્રતિભા ખોજ પ્રતિયોગિતા શરૂ, ગૃહમંત્રીએ પ્રારંભ કરાવ્યો
  ગાંધીનગર: બી એસ એફ ગાંધીનગર દ્વારા ઉર્જા અંડર 19 ફૂટબોલ પ્રતિભા ખોજ ખેલકૂદ પ્રતિયોગિતાનો મંગળવારે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રારંભ કરાવ્યો હતો. તા 10મી મે સુધી દેશભરમાં ચાલનારી પ્રતિયોગિતામાં 10 લાખથી વધુ ખેલાડીઓ જોડાયા છે. સ્પર્ધાના પ્રારંભે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ ભારતમાં યોજાનાર છે. દેશભરમાં માહોલ બનાવવા માટે આ પ્રતિયોગિતાનું આયોજન કરાયું છે. ફુટબોલની રમતના વિશ્વભરમાં નામાંકિત ખેલાડી એવા રોનાલ્ડ જેવા ખેલાડીઓ તૈયાર કરવામાં...
  May 3, 12:50 AM
 • જવાનોના માથાં કાપનારાઓમાં મુજાહિદ્દીન પણ હતા: BSF; દેશભરમાં દેખાવો
  નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સોમવારે 2 ભારતીય જવાનોના શબો સાથે બર્બરતાના મામલે નવી વાત સામે આવી છે. BSFના વેસ્ટર્ન કમાન્ડના ADG બી.એન. ચૌબેએ મંગળવારે જણાવ્યું કે, અમારા જવાનો પર હુમલો કરનારી પાકિસ્તાની ટીમમાં મુજાહિદ્દીન પણ સામેલ હતા. આ ઘટનાથી સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે. લોકોએ દિલ્હી, જમ્મુ-કાશ્મીર, યુપી, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં પાકિસ્તાન અને નવાઝ શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પાક.ના હુમલા પછી અત્યાર સુધીમાં આ 8 ડેવલપમેન્ટ્સ - ADG બીએન ચૌબેએ મીડિયા...
  May 2, 06:17 PM
 • તરનતારનમાં થયા શહીદ પરમજીતના અંતિમસંસ્કાર, વિદાય આપવા પહોંચ્યું ગામ
  દેવરિયા (યુપી)/અમૃતસર: જમ્મુ-કાશ્મીરના પૂંછમાં કૃષ્ણા ઘાટી સેક્ટરમાં સોમવારે પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. ગોળીબારમાં 2 જવાન શહીદ થયા અને એક જવાન ઘાયલ થયો. પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે જવાનોના માથા કાપી નાખ્યા. આ હુમલામાં દેવરિયામાં રહેતા બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમસાગર  શહીદ થયા. નાયબ સૂબેદાર પરમજીત સિંહ પણ શહીદ થયા. શહીદ પ્રેમસાગરની દીકરીએ કહ્યું, “પિતાના બલિદાનના બદલામાં 50 માથા જોઇએ.”  નાયબ સૂબેદાર પરમજીત સિંહની બોડીને હેલિકોપ્ટર દ્વારા તરનતારન ગામમાં વેઇપુઇમાં...
  May 2, 04:52 PM
 • ઉર્જા કેન્દ્રીય આર્મ પોલીસ બળ અન્ડર 19 ફુટબોલ પ્રતિભા શોધ પ્રતિયોગીતાનો પ્રારંભ
  ગાંધીનગરઃ વિશ્વમાં લોકપ્રિયતાનાં દ્રષ્ટીએ નંબર વન ગણાતી ફુટબોલની રમતમાં ભારતનો રેન્ક 101 નંબર પર છે. ત્યારે વડાપ્રધાન દ્વારા ભારતમાંથી આંતરરાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ ટીમ શોધવા મિશન 11 મિલીયન શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે પોલીસ રમતગમત નિયંત્રણ બોર્ડ તથા બીએસએફની યજમાનીમાં ગુજરાતમાંથી ફુટબોલ પ્લેયરની શોધ માટે ઉર્જા અન્ડર 19 ટુર્નામેન્ટ શરૂ થઇ રહી છે. ગાંધીનગર બીએસએફ હેડકવાર્ટરથી રવિવારે આ પ્રતિયોગીતાને ખુલ્લી મુકવામાં આવી હતી. ગુજરાત બીએસએફ ફ્રન્ટીયરનાં આઇજી અજય તોમરે ગાંધીનગર સ્થિત...
  April 30, 10:58 PM
 • BSF 108 બટાલિયનના COએ વૃક્ષરોપી કચ્છમાંથી વિદાય લીધી
  કચ્છ: કોટેશ્વર ખાતે બીએસએફ 108મી બટાલિયનના સીઓ બી.એસ. બિસ્તની બદલી થતાં વૃક્ષારોપણ કરી તેમણે પોતાની યાદગીરી રાખી હતી. કોટેશ્વર ખાતે કચ્છ જિલ્લા વિકાસ સમિતિ દ્વારા 500 બિલ્વવૃક્ષ રોપાયાં હતાં, જે આ બટાલિયનના જવાનોની મહેનતથી આજે લીલાંછમ્મ ઉભાં છે, કચ્છ વિકાસ સમિતિના ગોધરાના પ્રમુખ અરવિંદ જોષીએ વૃક્ષારોપણ કરી વિદાય લેતા સુરક્ષા એજન્સીના અધિકારીને શુભેચ્છા પાઠવી હતી. આ સમિતિ દ્વારા બીએસએફ 79મી બટાલિયનને પણ લાકડાની બેન્ચ ભેટ આપવામાં આવી હતી અને સરહદ પર ફરજ બજાવતા જવાનો માટે કંઇક કરવાની નેમ...
  April 26, 02:20 AM
 • બરખાસ્ત તેજ બહાદુર પહોંચ્યા વતન, કહ્યું- જવાનો માટે લડાઈ લડતો રહીશ
  રેવાડી. બીએસએફમાં ખરાબ ખાવાની ફરિયાદ કરતો વીડિયો બનાવનારા જવાન તેજ બહાદુર યાદવ બરખાસ્ત થયા બાદ પોતાના ઘર રેવાડી પરત ફર્યા છે. ગુરુવારે તેઓ સાંબાથી રેવાડી પહોંચ્યા. ઘરવાળા અને અન્ય લોકોએ માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું. જવાને કહ્યું, મેં જવાનોની ભલાઈ માટે વીડિયો બનાવ્યો હતો, લડાઈ લડતો રહીશ. બુધવારે બીએસએફે તેજ બહાદુરને બરખાસ્ત કરી દીધા હતા. પસાર થયેલો સમય જિંદગીનો ખૂબ જ કઠિન ગાળો - રેવાડી પહોંચતા તેજ બહાદુરે કહ્યું, પસાર થયેલો સમય મારી જિંદગીનો ખૂબ જ કઠિન ગાળો હતો. પરંતુ મેં...
  April 20, 05:05 PM
 • નબળી ગુણવતાની ફરિયાદ કરનાર તેજ બહાદુર બરતરફીને HCમાં પડકારશે
  નેશનલ ડેસ્ક: બીએસએફમાં ભોજન સામે અવાજ ઉઠાવનાર જવાન તેજ બહાદુરને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો છે. કોર્ટ ઓફ ઈન્ક્વાયરીમાં તેજબહાદુર દોષિત ઠરતા આ કાર્યવાહી હાથ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, તેજ બહાદુરને કારણે બીએસએફની છાપ ખરાબ થઈ છે. તેજ બહાદુરના કહેવા પ્રમાણે, તે આ કેસને હાઈકોર્ટમાં પડકારશે. જાન્યુઆરી મહિનામાં બહાર પાડ્યો હતો વીડિયો - તા. નવમી જાન્યુઆરીના તેજ બહાદુરે આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. - તેજ બહાદુરે વીડિયોમાં કહ્યું હતું, હું સરકાર સામે આરોપ...
  April 19, 05:16 PM
 • બીએસએફના એડીજી એ કચ્છની ક્રીક સરહદની મુલાકાત લીધી
  નારાયણ સરોવર: કચ્છની અતિ મહત્વની અને સંવેદનશીલ અટપટી ક્રીક સરહદે મંગળવારે બીએસએફના એડીજી રાજન રંજને જાત નિરીક્ષણ કર્યું હતુ઼.અત્યારે જ્યારે નાપાક ધુસણખોરી અને ભારતના માછીમારોના પાક મરીન દ્વારા બની રહેલા બનાવો ઉપરાંત અત્યારના સરહદી વાતાવરણને ધ્યાનમાં રાખીએ તો કચ્છના ક્રીક વિસ્તારની એડીજીની મુલાકાત મહત્વની મનાઇ રહી છે. આ બાબતે આંતરીક સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,બીએસએફના એડીજી રાજન રંજન મંગળવારે કોટેશ્વર પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે ક્રીક વિસ્તારનું જાત નિરીક્ષણ કર્યું...
  April 5, 05:05 AM
 • આ કમાન્ડોઝ હથિયાર વગર પણ દુશ્મનને મારી શકે છે, આવી હોય છે લાઈફ
  ગ્વાલિયરઃ 70 દિવસ સતત ચાલતી કમાન્ડોઝની ટ્રેનિંગમાં 40 કિ.મી. રોજ ચાલવા ઉપરાંત જીવવા માટે માત્ર જાતે જ કરવી પડતી વ્યવસ્થાવાળી આકરી ટ્રેનિંગ લઈ 50 કમાન્ડોઝ તાજેતરમાં બીએસએફમાં જોડાયા હતા. ટેકનપુર બીએસએફ એકેડમીમાં 70 દિવસની મહેનત બાદ આ કમાન્ડોઝ તૈયાર થયા છે. જેઓ હથિયાર વગર દુશ્મનોને ઠાર કરવા ઉપરાંત ઘણા દિવસ ભૂખ્યા રહી શકે છે. આકરી ટ્રેનિંગ બાદ થયા પાસ... - એકેડમીના અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રેનિંગનું સ્તર એટલું મુશ્કેલ હોય છે કે ઘણા યુવકો અધવચ્ચેથી જ છોડી જતા રહે છે. - બીએસએફમાં પ્રમોશન મેળવવા...
  April 5, 12:07 AM