Home >>Topics >>Issues >>Naliya Rape Case
Naliya Rape Case

Naliya Rape Case

The BJP has suspended four of its workers including two councillors of Gandhidham municipality in case of the alleged gang-rape of a girl based in Naliya town of Kutch.


 • નલિયાકાંડ: ગાંધીધામના નગરસેવક અજીતે જામીન અરજી દાખલ કરી
  ભુજ: કચ્છની સાથે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર જગાવાનારા નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં ઝડપાયેલા વધુ 1 આરોપીએ ભુજ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. ભારે ચકચારી બનેલા નલિયાના સામૂહિક દુષ્કર્મકાંડમાં ભાજપ શાસિત ગાંધીધામ નગરપાલિકાના નગરસેવક અજીત રામવાણીએ ભુજના અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.આઇ. રાવલની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે. ભુજ કોર્ટમાં આ જામીન અરજીની સોમવારે સુનાવણી હાથ ધરાશે. અજીત રામવાણી હાલે ભુજની પાલારા જેલમાં જેલવાસ વેઠી રહ્યો છે. સત્તાધારી ભાજપ...
  May 21, 04:33 AM
 • નલિયાકાંડ : આરોપી વસંત દુષ્કર્મમાં ન હોવાનું પીડિતાનું કોર્ટમાં સોગંદનામું
  ભુજ: ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા નલિયા દુષ્કર્મકાંડની અદાલતમાં ચાર્જશીટ દાખલ થઇ ચુકી છે ત્યારે પકડાયેલા 8 આરોપીમાના એક વસંત ભાનુશાલીએ ભુજની એડિશનલ સેસન્સ કોર્ટમાં કરેલી જામીન અરજીની આખરી સુનાવણી મંગળવારે હતી તેવા ટાંકણે જ લાંબા સમયની અલીપ્ત રહેલી પીડિતાએ અચાનક આરોપીના ભાઇ તથા અન્યો સાથે કોર્ટમાં હાજર થઇને આરોપી વસંતે કોઇ બદકામ કર્યું ન હોવાનું સોંગદનામું દાખલ કરતાં આ ચકચારી કેસ પુન: ચર્ચામાં આવ્યો છે. એફીડેવીટમાં પીડિતાએ જણાવ્યું હતું કે, નલિયા પોલીસમાં નોંધાયેલી 10 આરોપીના નામ...
  May 17, 02:56 AM
 • નલિયાકાંડનું તપાસ પંચ ગુનેગારોને ક્લિન ચિટ આપવા રચાયાની શંકા
  અમદાવાદ: નલિયા દુષ્કર્મ કાંડની ફરિયાદને 4 મહિલા પૂરા થશે ત્યારે નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચએ 8 આરોપીની ધરપકડ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. મંચે આક્ષેપ કર્યો છે કે નલિયાકાંડમાં નિષ્પક્ષ તપાસ નથી થઈ. નલિયાકાંડ તથા માંડવી સામુહિક દુષ્કર્મ કાંડની પીડિતાને ન્યાય અપાવવા શહેરનો નલિયા ઘટના સાથે નિસબત ધરાવતો નાગરિક મંચ સરકારને રજૂઆત કરી રહ્યો છે. નલિયા દુષ્કર્મ કાંડની ફરિયાદ 25 જાન્યુઆરીએ નોંધાઈ હતી. જેને 4 મહિના પૂરા થવાની તૈયારી છે ત્યારે શરૂઆતના 8...
  April 23, 01:49 AM
 • નલિયાકાંડ: સાંસદ તથા એસપીનું નિવેદન લેવા LCBને સાત દિવસની મુદ્દત
  ભુજ: ચકચારી નલિયા દુષ્કર્મ કેસ રિ-ઓપન કરી એમપી વિનોદ ચાવડા તથા પોલીસવડાનું નિવેદન લેવા એલસીબીને સાત દિવસની મુદ્દત આપી કચ્છ લડાયક મંચે આકરું રૂખ અપનાવ્યું છે. આ કેસમાં મંચે કહેવાતી પીડિતાની પોલીસ દ્વારા ઉલટતપાસ થાય તથા ભુજની બ્લેકમેઇલર ટોળકીની પણ તપાસ થાય તેવી માંગ કરી છે. નલિયા કાંડ થકી કચ્છ ઉપર લાગેલા કલંક આ બાબતે કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોષીએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ માટે કલંકરૂપ એવા નલિયા દુષ્કર્મ કેસની તટસ્થ તપાસ માટે છેલ્લા સાડા ત્રણ માસથી પ્રયત્નો લડાયક...
  April 16, 12:00 AM
 • નલિયા કાંડ: 'પોલીસે બે ભળતાં લોકોને આરોપી દર્શાવી જેલમાં મોકલી દીધા'
  અમદાવાદ: નલિયા બળાત્કાર કેસમાં ભોગ બનનાર મહિલાએ હાઇકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, એક તરફ મૂળ આરોપીઓ નાસતા ફરે છે જ્યારે પોલીસે ભળતા આરોપીઓને પકડી તેમને જેલમાં મોકલી આપ્યાં છે. કેસની વધુ સુનાવણી 16મી એપ્રિલ પર મુલત્વી રખાઈ છે. કેસની વિગત એવી છે કે, નલિયા બળાત્કાર કેસમાં ભોગ બનનાર મહિલાએ હાઇકોર્ટ સમક્ષ કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, તેને આરોપીઓની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી નથી. પોલીસ એક તરફ આરોપીઓની પૂછપરછ કરી રહી છે ત્યારે તેની સમક્ષ ઓળખ પરેડ પણ કરાવવામાં...
  April 12, 10:12 AM
 • સમિતિનો રિપોર્ટ: નલિયાકાંડમાં એક શિક્ષણ સંકુલ સેક્સ માટેનું કેન્દ્ર બનાવ્યાનો ઘટસ્ફોટ
  ભુજ: નલિયાકાંડની તપાસ કરનારા ગુજરાતના અગ્રણી કર્મશીલોની સત્યશોધક સમિતિએ જાહેર કરેલા એક રિપોર્ટમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. આ રીપોર્ટમાં જણાવાયું છે કે, કચ્છમાં ભાજપના સુપરવિઝન હેઠળ એક શિક્ષણ સંકુલમાં નલિયાની પીડિતા સહિત અન્ય 35 યુવતીનું 65 જણે જાતિય શોષણ કર્યું હતું. અત્યાર સુધી આ પ્રકરણમાં પોલીસ તપાસમાં નલિયાનો સફેદ બંગલો, મોથાળાનું ફાર્મહાઉસ અને નખત્રાણા, ભુજ તથા ગાંધીધામની હોટલોના નામ બહાર આવેલા છે, ત્યારે હવે નલિયાકાંડમાં એક શિક્ષણ સંકુલને સેક્સ રેકેટનું કેન્દ્ર આ સમિતિના...
  April 5, 02:36 AM
 • નલિયાકાંડના સૂત્રધારનો મર્દાનગીનો ટેસ્ટ પોઝિટિવ
  ભુજ: રાજ્યભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના મુખ્ય સૂત્રધાર નલિયાના શાંતિલાલ સોલંકી ઉર્ફે મામાને પોટેન્સી સહિતના વિવિધ ટેસ્ટો કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં ટેસ્ટના રિપોર્ટ આવતાં તેમનામાં મર્દાનગી હોવાનું ફલિત થયું હતું. આરોપી શારીરિક સંબંધ બાંધવા સક્ષમ હોવાનું ફલિત થયું પ્રાપ્ત વિગતો મુજબ નલિયા સેક્સ રેકેટમાં સંડોવાયેલા 9 આરોપીથી 8 આરોપીની ધરપકડ કરી તેમના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, જ્યારે આ કેસના મુખ્ય...
  March 23, 12:53 AM
 • નલિયાકાંડ મુદ્દે સમિતિની રચના, કોલ ડીટેલ્સ ચેક કરી કડક કાર્યવાહી કરાશે
  અમદાવાદ: નલિયાકાંડ મામલે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, નલિયાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. કોઇ પણ નેતા હશે તમામ કસુરવારો સામે કડક કાર્યવાહી થશે. આ તમામ લોકોની કોલ ડીટેલ્સ પણ ચેક કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે નલિયાકાંડમાં તપાસ સમિતિ નીમવામાં આવી છે. રીટાયર્ડ જજ જે.એલ. દવેના વડપણમાં સમિતિ નલિયાકાંડની તપાસ કરશે. અગાઉ વિધાનસભામાં CMએ આપી હતી ખાતરી અગાઉ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા નલિયાકાંડના મુદ્દે હાઇકોર્ટના સીટીંગ જજના...
  March 16, 11:12 PM
 • નલિયા દુષ્કર્મના 8 આરોપીના નાર્કો ટેસ્ટની અરજી ફગાવાઇ
  ભુજ: ગુજરાતભરમાં ગાજેલા નલિયાકાંડના ચકચારી સામૂહિક દુષ્કર્મ કાંડમાં પકડાયેલા આઠ આરોપીના નાર્કો સહિત 3 ટેસ્ટ તેમજ ગાંધીધામના અને દુષ્કર્મ કાંડના ત્રણ આરોપીઓની વધુ રિમાન્ડની માગણી પોલીસે ભુજની સેશન્સ કોર્ટમાં કરી હતી જે અદાલતે નામંજૂર કરી હતી. આ કેસની વિગતો મુજબ દુષ્કર્મ કેસની તપાસ કરતી પોલીસે 8 આરોપીના નાર્કો, લાઇવ ડિટેક્ટર અને બ્રેઈન મેપિંગ ટેસ્ટ માટે તેમજ ગાંધીધામના પકડાયેલા ભાજપના આગેવાનોની વધુ રિમાન્ડની માગણી અગાઉ નલિયા કોર્ટમાં અરજી કરી હતી. જેને નલિયાના મેજિસ્ટ્રેટે...
  March 8, 05:21 AM
 • નલિયાકાંડમાં પોલીસને હંફાવી નાખનારા વિપુલ અને પાયલને શોધી આપો
  ભુજ: બહુ ચકચારી નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની પીડિતાએ તેની ફરિયાદમાં 9 આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. કેસની તપાસ માટે ખાસ ઉભી કરાયેલી એસઆઇટીની ટીમે 8 આરોપીની ધરપકડ કરી લીધી હતી, પરંતુ કેસની તપાસને 40 દિવસ થઇ ગયા છતાં પોલીસ માટે કોયડો બની ગયેલા 9મા આરોપી વિપુલ અને સેક્સ રેકેટમાં સામીલ પાયલ નામની યુવતીનો કોઇ અતો-પત્તો ન લાગતાં આખરે તપાસ સમિતિએ જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડી તપાસમાં મદદ કરવાની ગોહાર નાખી છે, ત્યારે પોલીસ વધુ તપાસ માટે ઘઉવર્ણા વિપુલ ઠક્કર નામના શખ્સોની તપાસ હાથ ધરશે. પ્રાપ્ત...
  March 6, 11:32 PM
 • નલિયાકાંડમાં આરોપીઓના નાર્કો ટેસ્ટનો નિર્ણય મંગળવારે લેવાશે
  ભુજ: નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડમાં પકડાયેલા ગાંધીધામના ત્રણ આરોપીના નાર્કો ટેસ્ટ માટેની રિવિઝન અરજી ભુજની અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં શનિવારે ચાલી હતી, જેમાં બન્ને પક્ષના વકીલોની દલીલો બાદ અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ ટાંકે આ અરજીનો નિર્ણય મંગળવારે કરવામાં આવશે તેવો ચુકાદો આપ્યો હતો. આરોપીઓને હાજર ન રાખતાં અદાલતે આ સનાવણી ઠેલી હતી નલિયાકાંડમાં પકડાયેલા ગાંધીધામના ત્રણ આરોપીના નાર્કો ટેસ્ટની અરજી ગત તા. 20/2ના નલિયા મેજિસ્ટ્રેટે નામંજૂર કરતાં તા.28/2ના કેસની...
  March 4, 10:01 PM
 • નલિયા દુષ્કર્મ કેસ: અતુલ ઠક્કર ભૂગર્ભમાં, પીડિતાની ક્લીનચીટ
  ભુજ: નલિયા ગેંગદુષ્કર્મ કેસમાં પોલીસ ચોપડે વોન્ટેડ આરોપી અતુલ ઠક્કર ધરપકડના ભયથી ભૂગર્ભમાં ચાલ્યો ગયો છે, ત્યારે પીડિતાએ અતુલે તેના પર દુષ્કર્મ કર્યો ન હોવાનું જ્યુડિશિયલ કોર્ટમાં કરેલા સોગંદનામાથી કેસમાં નવો વળાંક આવ્યો છે, જ્યારે બીજીબાજુ કાચું કપાયાના અહેસાસ સાથે જિલ્લા પોલીસવડાએ તમામ પોલીસ મથકોમાં અતુલ વિરૂદ્ધ દુષ્કર્મ સંબંધી કોઇ ફરિયાદ, અરજી આવી છે કે કેમ તેની લેખિતમાં વિગતો મગાવી તેને સાણસામાં લેવાનું આગોતરું પ્લાનિંગ ઘડી કાઢ્યું છે. ગુજરાતભરમાં વગોવાયેલા નલિયા...
  February 28, 05:33 AM
 • નલિયા દુષ્કર્મકાંડના આરોપીઓને જેલમાં VIP Faciliti, ટીફિનમાં શું હોય છે, જાણો
  ભુજ: કચ્છની ધરતીને કંલક રૂપહાઇપ્રોફાઇલ એવા નલિયા દુષ્કર્મકાંડના 8 દુષ્કર્મીઓ વિરૂદ્ધ ગેંગરેપની કલમ અમલી હોવા છતા જેલમા પગ મુક્યાના પ્રથમ દિવસથી બહારથી જમવાનું ટીફીન, સુવા ગાદલુ અને પીવા મિનરલ પાણીની થયેલી વ્યવસ્થા કોઇ રાજકીય દબાણથી છે કે પછી જેલ સત્તાવાળાઓની રહેમ નજર તે મુદ્દે અનેક સવાલો ઉઠ્યા છે.જાણીને નવાઇ લાગશે કે, દુષ્કર્મીઓ પૈકીના 2 ભાજપીઓને મોબાઇલની પણ વ્યવસ્થા ઉભી કરાઇ હોવાનું જાણવા મળેલ છે. જેલના નિયમ મુજબ ગેંગરેપ,લૂંટ નારકોટીક્સ જેવા ગંભીર ગુનામા આરોપીઓના બહારથી જમવાના...
  February 27, 01:28 PM
 • નલિયા કાંડમાં પકડાયેલા વધુ 5 આરોપીઓ જેલમાં ધકેલાયા
  ભુજ: નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના પકડાયેલા વધુ 5 આરોપીના ગુરુવારે રિમાન્ડ પૂરા થતાં ગાંધીધામના ત્રણ રાજકીય માથાઓના વધુ બે દિવસના રિમાન્ડની માગણી સાથે નલિયા કોર્ટમાં રજૂ કર્યા, પરંતુ અદાલતે આરોપીઓના રિમાન્ડ મંજૂર ન કરતાં પાંચે આરોપીઓને પાલારા જેલમાં મોકલી અપાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામૂહિક દુષ્કર્મમાં કેસની તપાસ કરતી સીટના અધિકારીઓએ 8 અારોપીની ધરપકડ કર્યા બાદ બુધવારે ત્રણે આરોપીને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ થતાં પાલારા જેલમાં ધકેલી દીધા હતા, જ્યારે આ...
  February 24, 02:32 AM
 • નલિયા દુષ્કર્મકાંડનો હવે 'ધી એન્ડ', કાયમી પડદો પડી જવાના એંધાણ
  ભુજ: 20 વર્ષની એક અબલાને બ્લેકમેઇલ કરી 12 મહિના સુધી હવસનો ભોગ બનાવાઇ, એ પછી ચકચારી અને શર્મનાક કાંડના આઠ આરોપી પકડાયા, 14 દિવસના રિમાન્ડ પર લેવાયા, કેટલીક હોટેલોમાં ઉપરછલ્લી તપાસ, પીડિતાના અને આરોપીના નિવેદનોનો દોર પૂરો થયો, એ સાથે જ જાણે આ સમગ્ર કાંડ પર પડદો પડી જાય એવાં ચોંકાવનારા એંધાણ મળી રહ્યા છે. જેટલી અને જેવી તપાસ થઇ એના આધારે ન્યાયાલયોમાં કેસ જરૂર આવશે, પરંતુ આવી બીજી 35થી 40 છોકરીને દલદલમાં ફસાવી બીજા 65 શખ્સોએ આચરેલા રાજ્યના સૌથી મોટા સેક્સ રેકેટમાં તથ્ય કંઇ નથી એવું પ્રસ્થાપિત કરીને...
  February 23, 10:49 AM
 • નલિયાકાંડ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ફિક્સિંગ, વિધાનસભામાં કોઈ ચર્ચા નહીં
  અમદાવાદ: સમગ્ર ગુજરાતને હચમચાવી દેનાર નલિયાકાંડના મુદ્દે આંદોલન કરનાર કોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાં સરકાર સાથે ફિક્સિંગ કરીને સમાધાન કર્યું હતું. વિધાનસભામાં સરકારે આ મુદ્દે ન્યાયિક તપાસની માંગણી સ્વીકારી લેતાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂપ થઈ ગયા હતાં.મોદી આવતા મહિનાની 8મી તારીખે ગુજરાત આવવાના છે એ પહેલાં આ મામલો શાંત પડી જાય એ ગણતરીથી સરકારે વિપક્ષ સાથે મળીને સમાધાન કરી લીધું છે.આજે નિયમ 116 હેઠળ ગૃહમાં ચર્ચા થવાની હતી ભાજપના સ્થાનિક નેતાઓને સંડોવાતા નલિયાકાંડના મુદ્દે ગુજરાત...
  February 23, 02:00 AM
 • નલિયાના સામૂહિક દુષ્કર્મ કાંડ: 8 આરોપીના નાર્કો સહિતના ત્રણ ટેસ્ટની અરજી નામંજૂર
  ભુજ: રાજ્યમાં બહુ ગાજેલા નલિયાના સામૂહિક દુષ્કર્મ કાંડમાં પકડાયેલા આઠ આરોપીના રિમાન્ડ દરમિયાન નવી શું વિગતો બહાર આવી એ તો પોલીસ દ્વારા હજુ સત્તાવાર જાહેર નથી થયું, પરંતુ સોમવારે આ ચકચારી કેસનો તખ્તો ન્યાયાલયમાં કેન્દ્રીત થયો હતો. એકતરફ પીડિતાએ લગ્ન કરવા માટે પૂર્વ પતિ કલ્પેશ મોમાયા પાસેથી એક લાખ લગ્ન કરવા માટે અને છૂટાછેડા સમયે 25 હજાર જેવી રકમ બળજબરીપૂર્વક પડાવી પીડિતા અને તેના માતા-પિતાએ વિશ્વાસઘાત કર્યો હોવાની નલિયા કોર્ટમાં કરેલી ફરિયાદના મામલે પીડિતા તેના પરિવાર સામે નાણાકીય...
  February 21, 03:26 AM
 • અમદાવાદ: ઉનાકાંડની તપાસ કરનાર અધિકારી નલિયાકાંડની રાખશે દેખરેખ
  અમદાવાદ: ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કારણે સમગ્ર વિશ્વમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ બનાવ બાદ તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી. ત્યારે હવે નલિયા સેક્સકાંડના છાંટા પણ છેક ભાજપના નેતાઓ સુધી ઉડતા તપાસ ફરીથી સીઆઇડી ક્રાઇમના તે જ અધિકારીને સોંપવામાં આવી છે. નલિયા સેક્સકાંડની તપાસ સીટ કરશે. પરંતુ તેનો રોજે રોજનો રિપોર્ટ તેમજ તપાસનું સમગ્ર સુપરવિઝન સીઆઇડી ક્રાઇમ દ્વારા રાખવામાં આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નલિયા સેક્સકાંડમાં વિપક્ષોનો જોરદાર વિરોધ અને ત્યાર...
  February 19, 04:23 PM
 • આ નલિયાકાંડ નહીં ભાજપકાંડ: પ્રશિક્ષણ વર્ગના નામે સેક્સલીલા શરમજનક
  ભુજ, નલિયા:બહુચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડ મામલે પીડિતાને ન્યાય મળે, આરોપીઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નલિયાથી ગાંધીનગર સુધીની બેટી બચાવો યાત્રાનો શનિવારે ઉત્તેજના સાથે પ્રારંભ થયો હતો. એક બાજુ કોંગ્રેસના સમર્થકો અને બીજી બાજુ કચ્છ અસ્મિતા મંચના નામે ભાજપી કાર્યકરોના સામસામા ઘર્ષણ સાથે આ યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રા બપોરે ભુજ પહોંચી હતી, ત્યારે ભુજમાં પણ આ યાત્રાનો વિરોધ કરનારાઓ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બપોરે પત્રકાર પરિષદ બાદ આ યાત્રા ગાંધીધામ જવા...
  February 19, 04:45 AM
 • 'ગુજરાતની અસ્મિતા પર ભાજપનો બળાત્કાર', વડોદરામાં લાગ્યાં હોર્ડિંગ્સ
  વડોદરાઃ કચ્છ સહિત રાજ્યમાં ચકચાર મચાવી દેનારા નલિયા દુષ્કર્મકાંડના પડઘા હવે વડોદરા શહેરમાં પણ પડી રહ્યા છે. વડોદરા શહેરના કારેલીબાગ, ગોત્રી રોડ, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ્સ લાગ્યા છે. આ હોર્ડિગ્સની લગાવવાની જવાબદારી શહેરે કોંગ્રેસે લીધી છે. અને આગામી દિવસોમાં ગાંધીનગરમાં જઇને આ મામલે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચિમકી કોંગ્રેસે ઉચ્ચારી છે. ગુજરાતની અસ્મિતા પર ભાજપનો બળાત્કાર, બહેન-દીકરીઓ પર કેવો દુરાચાર નલિયામાં થયેલા દુષ્કર્મકાંડનો વિરોધ વિપક્ષ...
  February 18, 02:38 PM