Home >>Topics >>Issues >>Demonetisation
Demonetisation

Demonetisation

Released on:8 November 2016

On 8 November 2016, the Government of India announced the demonetisation (વિમુદ્રીકરણ) of all ₹500 and ₹1,000 banknotes of the Mahatma Gandhi Series. The government claimed that the action would curtail the shadow economy and crack..(Wiki)


 • વોટ્સએપ પ્રાઈવસી કેસઃ 5 જજની બંધારણીય બેંચ બનાવવા SCનો આદેશ
  નવી દિલ્હી.વોટ્સએપ પ્રાઈવસી કેસમાં આજે સુપ્રીમ કોર્ટ 5 જજોની બંધારણીય બેંચ બનાવવાનો આદેશ કર્યો હતો. કોર્ટ દ્વારા 18 એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ મુજબ 5 જજોની બેંચ પ્રાઈવસી મુદ્દે સુનાવણી કરશે. વોટ્સએપ શરૂ કરશે ડિજિટલ પેમેન્ટ સર્વિસ વોટ્સએપ આગામી 6 મહિનામાં ભારતમાં ડિજિટલ પેમેન્ટ શરૂ કરી શકે છે. કંપનીએ આ માટે તેની વેબસાઈટ પર એક એડ મૂકી છે. ધ કેનના રિપોર્ટ મુજબ, કંપની યુપીઆઈ અને ભીમ પેમેન્ટ એપના એક્સપર્ટ હોવાની સાથે ટેકનિકલ અને ફાઈનાન્સિયલ બેકગ્રાઉન્ડ ધરાવતા...
  April 5, 12:32 PM
 • ગરમ મસાલાને નોટબંધીથી ફટકોઃ કિલો દીઠ રૂ.50 ઘટ્યા,ગૃહિણીઓને રાહત
  ગાંધીનગરઃ ઉનાળાની શરૂઆત સાથે વર્ષભરનાં ગરમ મસાલા ભરવાની સિઝન ચાલુ થતા ગાંધીનગર શહેરની આસપાસ તથા તાલુકા કક્ષાએ ગરમ મસાલાનાં વેચાણ કેન્દ્રો પુરબહારમાં ખુલી ગયા છે. ગત વર્ષની સરખામણીએ મરચાથી માંડીને ધાણાજીરાનાં ભાવમાં રૂ.30થી 50 સુધીનો ઘટાડો થયો છે. નોટબંધીનાં દિવસોમાં પાકેલા મરચાનું બજાર ડાઉન થતા ખેડુતોએ સસ્તામાં વેચવાની ફરજ પડી હતી. જેના કારણે બજારમાં પણ મસાલાનાં ભાવ નરમ રહેતા ગૃહિણીઓને રાહત થઇ છે. જયારે વર્ષભર માટે ખરીદીમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. સ્વાદનાં શોખીન ગુજરાતીઓનાં...
  March 25, 10:58 PM
 • 31 માર્ચ સુધી જૂની નોટો જમા કરાવવાની છૂટ કેમ ન આપીઃ કેન્દ્રને SCની નોટિસ
  નવી દિલ્હી: રદ થયેલી જૂની ચલણી નોટોના મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચે કેન્દ્ર અને રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાને 2 અઠવાડિયાની અંદર જવાબ આપવા માટેની નોટિસ આપી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને આરબીઆઇ પાસે જવાબ માંગ્યો છે કે શા માટે બધાં જ લોકોને 31 માર્ચ સુધી જૂની નોટો બેન્કમાં જમા કરાવવાની છૂટ નથી મળતી? આ મામલે આગામી સુનાવણી 11 એપ્રિલે કરવામાં આવશે. સુપ્રીમે અંતિમ નિર્ણય માટે કરી હતી સુનાવણી - સુપ્રીમ કોર્ટે શરદ મિશ્રા દ્વારા ફાઇલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) અંગે અંતિમ ફેંસલા માટે સુનાવણી...
  March 21, 06:07 PM
 • 100ની નવી નોટ બહાર પાડશે RBI, 24 હજારની રોકડ ઉપાડની મર્યાદા હટાવાશે
  નવી દિલ્હી. સરકારે સંકેત આપ્યા છે કે ટૂંક સમયમાં 24 હજાર રૂપિયાની અઠવાડિયે કેશ વિથડ્રૉઅલ ખતમ કરવાનો નિર્ણય લઈ શકે છે. આર્થિક મામલાઓના સચિવ શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું હતું કે બહુ ઓછા લોકો અઠાવાડિયામાં 24 હજાર કે મહિનામાં 96 હજાર રૂપિયા સેવિંગ એકાઉન્ટમાંથી ઉપાડે છે. તેને જોતા ટૂંક સમયમાં RBI વીકલી વિથડ્રૉઅલ લિમિટ હટાવવવાનો નિર્ણય લઈ શકે છે. આ દરમિયાન, આરબીઆઈએ કહ્યું કે 100 રૂપિયાની નવી નોટો સક્ર્યુલેશનમાં આવશે. તે 2005ની મહાત્મા ગાંધી સીરીઝની નોટ જેવી જ હશે. કેવી હશે 100 રૂપિયાની નવી નોટ - RBIએ...
  February 4, 09:09 AM
 • તોફાનો અને નોટબંધીથી ફફડી ઉઠેલા 200 કાશ્મીરી પરિવાર અમદાવાદ આવ્યા
  અમદાવાદ: સતત તણાવભરી સ્થિતિને કારણે કાશ્મીરના બારામુલ્લા સેક્ટરના લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યાં હતાં, ત્યાં જ કડકડતી ઠંડીએ કાશ્મીરી પરિવારોની સ્થિતિ વધુ તંગ બનાવી દીધી. નોટબંધી બાદ રોજગારી ન મળતાં સતત સંઘર્ષભરી સ્થિતિનો સામનો કરી બારામુલ્લા સેક્ટરના લગભગ 200 જેટલાં પરિવારોએ અમદાવાદમાં આશ્રય લીધો. અહીં પણ તેમની સ્થિતિ ઘણી કઠોડી છે. જોકે, આમાંથી ઘણા તો કાશ્મીરના મોભી પરિવાર છે. હાલ આ 200 પરિવાર કાલુપુર રેલ્વે સ્ટેશનના 12 નંબર પ્લેટફોર્મ પાસે જેમ-તેમ કરીને પેટીયું રળી રહ્યાં છે. આ તમામ...
  February 1, 12:14 PM
 • દેવાળુ ફૂંકવાની સ્થિતિમાં શિલ્પાના પતિની કંપની, રાજ કુંદ્રાએ આપ્યું રાજીનામુ
  મુંબઇઃ નોટબંધીની અસરથી અનેક લઘુ તેમજ મોટા ઉદ્યોગોના બિઝનેસને અસર પહોંચી છે. હવે આ અસરમાંથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પણ બાકી નથી રહ્યા એવું લાગી રહ્યું છે. રાજ કુંદ્રાએ હોમ શોપિંગની ચેનલ Best Deal TVના CEO પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે આ કંપનીની માલિકી શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પાસે છે. ડિમોનેટાઇઝેશન પછી બિઝનેસમાં ઘટાડો જોવા મળતા આ ચેનલને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. નોટબંધી અમારી ઇન્ડસ્ટ્રિ માટે નુકસાનકારકઃ કુંદ્રા રાજ કુંદ્રાએ 15 ડિસેમ્બરના રોજ ઇમેઇલથી પોતાનું...
  January 23, 11:36 AM
 • અ'વાદ: 'મોદી આવ્યા મંદી લાવ્યા', ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ
  અમદાવાદ: નોટબંધીના 50 દિવસ બાદ પણ પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયનો વિરોધ કરવાની સાથે ઉભી થયેલી આર્થિક કટોકટી દૂર કરવા માંગ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનોએ આજે અમદાવાદ કલેક્ટર કચેરીએ પોસ્ટર્સ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, નોટબંધીને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને...
  January 5, 05:56 PM
 • અ'વાદ: નોટબંધી બાદ બેંકોમાં જમા થઇ 68 લાખની નકલી નોટો, કાર્યવાહી શરૂ
  અમદાવાદ: સરકાર દ્વારા 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 ની ચલણી નોટો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજી દ્વારા છેલ્લા ત્રણ માસમાં બેંકોના જમા કરવામાં આવેલ નકલી નોટો સામે કેસ કરવામાં આવ્યો છે. જેમાં 68 લાખ 43 હજારથી વધુની નકલી નોટો મળી આવતા એસઓજીએ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ICICI બેંક અને એક્સિસ બેન્કમાંથી સૌથી વધુ નકલી નોટો મળી આવી છે, ત્યારે હવે આ નોટ અંગે આગામી સમયમાં બેંકના સીસીટીવી મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ચલણ...
  January 2, 03:42 PM
 • વિધિધ વર્ગોને મોદીની ન્યૂયર ભેટ; બજેટ જેવું ભાષણ કાંઈ નવું નહીં: વિપક્ષ
  નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ સાંજે 7.30 વાગ્યે રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે નોટબંધી દરમિયાન સરકારને સાથ આપવા બદલ જનતાનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે ગરીબ અને મધ્યમવર્ગીઓ માટે નવા વર્ષની ભેટ સમાન જાહેરાતો કરી હતી. જેમાં નાના વેપારી અને દુકાનદારોની ક્રેડિટ ગેરન્ટીમાં વધારો કરવામાં આવ્યો છે, તો હોમ લોનના વ્યાજમાં 9 લાખ પર 4 ટકા અને 12 લાખ પર 3 ટકાની છૂટ આપવાની વાત કરવામાં આવી છે. આ સાથે જ ગર્ભવતી મહિલાને સરકાર તરફથી 6 હજાર રૂપિયા આપવામાં આવશે તેવું પણ તેમણે પોતાના સંબોધનમાં કહ્યું છે....
  January 1, 12:56 PM
 • નોટબંધી અંગેના વટહુકમને મંજૂરી, જૂની નોટો સાથે પકડાશો તો 4 વર્ષ સુધીની જેલ
  નવી દિલ્હી. કેન્દ્રીય કેબિનેટ બુધવારે 500-1000 રૂપિયાની જૂની નોટો રાખવાની મર્યાદાને લઈને એક વટહુકમને મંજૂરી આપી દીધી છે. જે મુજબ કેટલાંક ખાસ કિસ્સામાં જ જૂની નોટો જમા કરાવવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત 31 માર્ચ બાદ જૂની નોટો સાથે પકડાશો તો 4 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ ઉપરાંત નાયડુ સમિતિએ ડિજિટલ પેમેન્ટ્સ માટેની ભલામણો કેન્દ્ર સરકારને સુપ્રત કરી છે. જેના અંગે જનતા પાસેથી વાંધા-સૂચનો મંગાવવામાં આવ્યા છે. સવાલ-જવાબમાં સમજો વટહુકમથી શું ફાયદો અને સરકાર કેમ લાવી રહી છે... 1) સરકાર શા માટે...
  December 28, 05:34 PM
 • નવસારીમાં ભવ્ય ડાયરો: ફરીદા મીર, માયાભાઈ આહીર પર નવી નોટોનો વરસાદ
  નવસારી: નોટબંધી બાદ સામાન્ય માણસ લાઈનમાં ઉભા રહે છે ત્યારે માંડ બે હજાર રૂપિયા મળે છે તેમાંથી શું કરવું તેવો વિચાર કરે છે. ત્યારે ડાયરામાં નોટોના વરસાદને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બે દિવસ પહેલા નવસારીમાં કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો ત્યારે આજે ફરી નવસારીના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના સપ્તપદી સાંસ્કૃતિક હોલ અને શેક્ષણિક સંકુલના નિર્માણ માટે નવસારી ચાર રસ્તા ખાતે આવેલા સ્વામિનારાયણ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં જાણીતા કલાકાર ફરીદા મીર અને માયાભાઈ આહીરના...
  December 26, 04:05 PM
 • હૈદરાબાદમાં કેબ ડ્રાઈવરના ખાતામાં જમા થઈ 7 કરોડની જૂની નોટો!
  હૈદરાબાદ. અહીંયા એક ઉબર કેબ ડ્રાઈવરના ખાતામાં 7 કરોડ રૂપિયાની જૂની નોટ જમા થઈ. હાઈ વેલ્યુ ડિપોઝિટ હોવા પર જ્યારે ઈન્કમ ટેક્સ અધિકારીઓએ સ્ટેટે બેંક ઓફ હૈદરાબાદના એકાઉન્ટ્સની તપાસ કરી ત્યારે મામલો સામે આવ્યો. આ એમાઉન્ટ નોટબંધી બાદ માત્ર થોડા જ દિવસોમાં જ જમા થઈ હતી. આઈટી ઓફિશિયલ્સ મુજબ નોટબંધી પહેલાં આ એકાઉન્ટ આટલું એક્ટિવ નહોતું. આ બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં 1.5 કરોડ રૂપિયાની નકલી નોટો પકડાઈ છે. આ નકલી નોટો 500-2000ની છે. ઉપરાંત મુંબઈ એરપોર્ટથી દુબઈ જતા એક પેસેન્જર પાસેથી રૂપિયા 28 લાખની નવી 2000...
  December 23, 03:58 PM
 • જેમના કારણે થઈ નોટબંધી હવે તેમણે જ આપી Hint, બંધ થશે 2000ની નોટ
  નવી દિલ્હી. બે હજાર રૂપિયાની નોટ સરકાર ખૂબ ઝડપથી ચલણમાંથી દૂર કરી દેશે. આમ કહેવુ છે નોટબંધીના માસ્ટર માઈન્ડ માનવામાં આવતા અનિલ બોકિલનું. અનિલે એક બિઝનેસ કોલેજમાં પોતાની સ્પીચ દરમિયાન આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં સંઘ સાથે સંકળાયેલા અર્થશાસ્ત્રી એસ ગુરુમૂર્તિ પણ કહી ચૂક્યા છે કે પાંચ વર્ષમાં 2000 રૂપિયાની નોટ બંધ થઈ જશે. હાર્ટ સર્જરી જેવી છે નોટબંધી - બોકિલ મુજબ 500 અને એક હજારની નોટ ભારતમાં કુલ કેશની 86 ટકા હતી. - આ સ્થિતિમાં તેમને એક ઝટકે ખતમ કરવાથી પરેશાની ઘણી વધી જાય છે. બે હજારની...
  December 23, 12:20 PM
 • વડોદરાના આ બે ગામ બન્યા કેશલેસ : ગામમાં અપાશે વાઇફાઇની સુવિધા
  વડોદરાઃ ડીમોનેટાઇઝેશન બાદ સમગ્ર દેશને કેશલેસ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા જિલ્લાના આજોડ ગામ સૌ પ્રથમ કેશલેસ બન્યું હતું. બાદમાં સાવલી તાલુકાનાં પરથમપુરા જૂથ પંચાયતનું ગામ કેશલેસ બન્યું છે. પરથમપુરા જૂથ પંચાયતના જાલમપુરા-ખાંડી ગામના 3202 લોકોએ એક કાર્યક્રમ દરમિયાન ઇ-વોલેટથી વ્યવહાર કરવાના શપથ સાંસદ અને એસડીએમની હાજરીમાં લીધા હતા. બેંક દ્વારા ગામમાં વાઇફાઇની સુવિધા પણ આપવામાં આવનાર છે. બીજી તરફ સાવલી તાલુકાના સાંસદે દત્તક લીધેલા ગામમાં હજી સુધી બેન્કની શાખા પણ પહોંચી ન...
  December 23, 08:49 AM
 • નોટબંધી વચ્ચે ન્યૂયર પર થશે સેક્સ-શરાબની પાર્ટીઝ, એક્ટ્રેસિસ થશે સામેલ
  મુંબઈઃ મુંબઈમાં નવા વર્ષના સેલિબ્રેશનમાં બજારથી લઈ મોટી મોટી હોટલ્સ સુધીની તૈયારીઓ પૂરજોશમાં છે. આ તમામ વચ્ચે મુંબઈમાં એક બીજું પણ બજાર છે. આ જશ્ન માટે મુંબઈ અને તેની આસપાસની અનેક હોટલ્સ અને ફાર્મ હાઉસમાં પ્રાઈવેટ પાર્ટી પણ યોજાઈ છે. જેમાં હુશ્ન સાથે શરાબનો સંગમ જામે છે. પરંતુ આ વખતે આવો શોખ રાખનારા લોકો માટે એક બેડ ન્યૂઝ છે. આ ધંધા સાથે સંકળાયેલા લોકો પર પણ નોટબંધીની અસર થઈ છે. તેને સમજાતું નથી કે, નવા વર્ષ માટે તે કેવી રીતે બુકિંગ લે. રાતના અંધારમાં ચાલતી આ મહેફીલોમાં કાળુ નાણું જ આવે છે....
  December 22, 05:47 PM
 • નોટબંધીથી ફિલ્મ્સનો નીકળ્યો કચ્ચરઘાણ, રઝળી પડ્યા અનેક મૂવીના શૂટિંગ્સ
  મુંબઈઃ 2016માં બોલિવૂડ માટે ઉતાર-ચડાવ ભરેલું રહ્યું છે. જેમાં ઘણી મોંઘીદાટ ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પટકાઈ તો બીજી તરફ નાની ફિલ્મ્સ પણ સારું પર્ફોર્મ કરી ગઈ હતી. મોદી સરકારના નોટબંધીના નિર્ણયની ઈન્ડસ્ટ્રીમાં પણ ખૂબ ચર્ચા થઈ. શરૂઆતમાં સરકારના આ નિર્ણયની પ્રશંસા થઈ રહી હતી. માનવામાં આવતું કે, સરકારની આ જાહેરાતથી કાળા નાણા પર બિઝનેસ કરનારા લોકો પર અસર થશે અને આર્થિક રીતે પારદર્શકતા જોવા મળશે. તેમજ બધું સામાન્ય થઈ જવાની અપેક્ષાઓ હતી. પરંતુ ઘોષણા બાદ જે રીતે અફડા તફડી મચી તેનાથી કોઈ બચી...
  December 19, 08:00 AM
 • 15 જગ્યા પર આજે મધરાત સુધી જ ચાલશે 500ની જૂની નોટ, જમા થશે
  નવી દિલ્હી. 500ની જૂની નોટ ગુરુવાર મધરાત બાદ ક્યાંય નહીં ચાલે. સરકારે 500ની જૂની નોટ ચલાવવાની ડેડલાઈન 15 ડિસેમ્બર નક્કી કરી હતી. ઉલ્લેખનીય છે કે સરકાર પેટ્રોલ પંપ, રેલવે, સરકારી બસો, એરપોર્ટ અને મેટ્રો પર પણ 500ની જૂની નોટોનું ચલણ બંધ કરી ચૂકી છે.આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે ટ્વિટ કરીને કહ્યું કે, જૂની 500 રૂપિયાની નોટના ઉપયોગને લઈને મળેલી છૂટ 15 ડિસેમ્બરની મધ્યરાત્રિથી સમાપ્ત થઈ જશે. જાણો આવતીકાલ સુધી કઈ 15 જગ્યા પર ચાલશે 500ની જૂની નોટ Q. કાલે મધરાત સુધી ક્યાં-ક્યાં ઉપયોગ કરી શકાય છે 500ની નોટ?...
  December 15, 01:49 AM
 • કરમુક્તિ મર્યાદા વધી શકે અને ટેક્સદરો ઘટી શકે છે : જેટલીએ આપ્યાં અણસાર
  નવી દિલ્હી. નાણામંત્રી અરૂણ જેટલીએ કરમુક્તિ મર્યાદા વધારવાના અને ટેક્સના દરો ઘટવાના સંકેત આપ્યા છે. જેટલીએ કહ્યું કે,નોટબંધીને કારણે બ્લેક મની સિસ્ટમમાં આવશે તો ટેક્સ રેવેન્યૂ વધશે અને ડિજિટલ પેમેન્ટ વધશે. તેનાથી સરકાર પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ટેક્સ દરોને ઘટાડી શકે છે. ઇનકમ અને કોર્પોરેટ ટેક્સ પ્રત્યક્ષ કર છે. સર્વિસ ટેક્સ, એક્સાઇઝ, વેટ વગેરે પરોક્ષ કરોમાં આવે છે બેન્કોમાં આવેલી રોકડનો હિસાબ થશે - જેટલીએ બ્લેક મની જમા કરાવનારાં લોકોને પણ ચેતવણી આપી કહ્યું, તપાસ એજન્સીઓની નજર...
  December 14, 08:53 AM
 • નોટબંધી મુદ્દે ચિદમ્બરમે કહ્યું- ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર, આ મોટો ગોટાળો
  નાગપુર. નાગપુરમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમે આજે ડિમોનેટાઈઝેશન પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે એનડીએ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, નોટબંધી બહુ મોટું કૌભાંડ છે અને તેની તપાસ થવી જોઈએ. જિલ્લા સહકારી બેંકોમાંથી કેશ ન મળવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. નોટબંધી ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી છે.ચિદમ્બરમે નોટબંધી અંગે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે આ વર્ષનું સૌથી મોટું કૌભાંડ છે. વિશ્વમાં કોઈ પણ માણસ આના વિશે સારા...
  December 14, 12:01 AM