Home >>Topics >>Events >>Supreme Court
Supreme Court

Supreme Court

EST:28 January 1950

The Supreme Court of India (સુપ્રીમકોર્ટ) is the highest judicial forum and final court of appeal under the Constitution of India, the highest constitutional court, with the power of constitutional review. (Wikipedia)


 • કાશ્મીરમાં PAVA શેલ્સ નિષ્ફળ નીવડે તો ફરી પેલેટ ગનનો ઉપયોગ શક્ય: સરકાર
  નવી દિલ્હી: સરકારે કહ્યું છે કે જો કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા PAVA શેલ્સ કારગત ન નીવડે તો ફરીથી પેલેટ ગનનો ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટે પણ સરકારને કહ્યું હતું કે તેઓ પેલેટ ગનનો કોઇ અન્ય વિકલ્પ શોધે. તેના પર કેન્દ્રએ કહ્યું હતું કે સુરક્ષાદળો કયા હથિયારનો ઉપયોગ કરે કે જણાવવું કોર્ટનું કામ નથી. સરકારે બીજું શું કહ્યું? - લોકસભામાં મંગળવારે એક સવાલનો લેખિત જવાબ આપતા રાજ્યના ગૃહમંત્રી હંસરાજ આહીરે કહ્યું- સરકારે 26 જૂલાઇ, 2016ના રોજ એક...
  March 28, 06:04 PM
 • કાશ્મીર અંગે સુપ્રીમે કહ્યું પેલેટ ગનના બદલે દુર્ગંધવાળું પાણી ફેંકો
  નવી દિલ્હીઃ સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને પેલેટ ગનના વિકલ્પ શોધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પથ્થરમારો કરનારા પર પેલેટ ગનના બદલે દુર્ગંધવાળુ પાણી, કેમિકલયુક્ત પાણી અથવા અન્ય કોઈ વિકલ્પ અજમાવી શકાય. તેનાથી કોઈને નુકસાન નહીં થાય. સરકારને 10 એપ્રિલ સુધીમાં આ મુદ્દે જવાબ આપવા કહ્યું છે. ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશનની અરજી પર આ આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે દિલ્હીમાં બેસીને કાશ્મીરની સ્થિતિનો અંદાજ ન લગાવી...
  March 28, 02:44 AM
 • સરકારની સોશિયલ વેલ્ફેર સ્કીમ્સ માટે આધાર ફરજિયાત ન બનાવી શકાય: SC
  નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ એક વખત સ્પષ્ટ કર્યું હતું કે, આધાર કાર્ડના અભાવે કોઈપણ નાગરિકને સામાજિક યોજનાના લાભથી વંચિત રાખી નહીં શકાય. સાથે જ આ અંગે સાત જ્જોની બેન્ચ દ્વારા ભવિષ્યમાં વિસ્તારપૂર્વક સુનાવણીની વાત પણ કહેવામાં આવી હતી. EVMમાં થતી ગેરરીતિ અંગે સુપ્રીમ દ્વારા આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સામાજિક યોજનાઓના લાભો માટે આધાર અનિવાર્ય નહીં - સુપ્રીમ કોર્ટે સોમવારે વધુ એક વખત સ્પષ્ટ કર્યું કે, સામાજિક યોજનાઓના લાભો માટે આધારને અનિવાર્ય ન કરી શકાય. - બેન્ચના...
  March 27, 05:41 PM
 • EVMમાં છેડછાડ મુદ્દે SCની ECને નોટિસ, CBI તપાસની માંગ ફગાવી
  નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈવીએમ સાથે છેડછાડના મુદ્દે દાખલ કરવામાં આવેલી પિટીશન પર સુનાવણી કરી હતી. કોર્ટે આ મુદ્દે ઈલેક્શન કમીશનને નોટિસ ફટકારી છે. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પરિણામો આવ્યા બાદ અનેક નેતાઓએ ઈવીએમમાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જોકે, ચૂંટણી પંચે મશીન સંપૂર્ણ સુરક્ષિત અને તેમાં કોઈ પ્રકારની ગડબડ કરી ન શકાતી હોવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે સીબીઆઈ તપાસની માંગને લઈ હાલ કોઈ ઓર્ડર જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે. વકીલની પિટિશન પર થઈ સુનાવણી -...
  March 24, 03:29 PM
 • બાબરી કેસમાં અડવાણી સામેની સુનાવણી ટળી
  નવી દિલ્હીઃ અયોધ્યામાં વિવાદાસ્પદ માળખું તોડી પાડવાના કેસની સુનાવણી સુપ્રીમકોર્ટે બે અઠવાડિયા માટે ટાળી દીધી છે. કોર્ટે નક્કી કરવાનું છે કે વિવાદાસ્પદ માળખું તોડી પાડવા માટે ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમાભારતી સહિત 13 લોકો સામે ગુનાહિત કાવતરાનાઆરોપમાંકેસ ચલાવવામાં આવે કે નહીં. જસ્ટિસ પી.સી. ઘોષઅને જસ્ટિસ આર.એફ. નરિમનની બેન્ચ હવે6 એપ્રિલે સુનાવણી કરશે. ત્યાં સુધીતમામ સંબંધિત પક્ષો પાસેથી કોર્ટે લેખિત સોગંદનામાં માગ્યાં છે. ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે આ નેતાઓ...
  March 24, 02:08 AM
 • સુપ્રીમનો સવાલ: પૂર્વ સાંસદોનું પેન્શન- સુવિધા કેમ બંધ ના કરીએ?
  નવી દિલ્હી: પૂર્વ સાંસદોને મળનાર પેન્શન અને અન્ય સુવિધાઓ પર બુધવારે સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે પૂછ્યું હતું કે તેમનું પેન્શન અને અન્ય સવલતો કેમ બંધ ના કરી દેવામાં આવે ચૂંટણીપંચની સાથે જ લોકસભા અને રાજ્યસભાના મહાસચિવોને પણ તેમનો પક્ષ પૂછ્યો છે. એક એનજીઓ દ્વારા કરાયેલી અરજીની સૂનાવણી વખતે સુપ્રીમ કોર્ટે આ વલણ બતાવ્યું હતું. નોટિસ ફટકારતા જસ્ટિસ જે. ચેલમેશ્વર અને ઈ.એસ. અબ્દુલ નઝીરની બેન્ચે કહ્યું હતું કે અમે તેવો સમય પણ જોયો છે જ્યારે લાંબા સમય સુધી જાહેર...
  March 23, 12:00 AM
 • રામ જન્મભૂમિ-બાબરી વિવાદ કોર્ટ બહાર ઉકેલવા સુપ્રીમનું સૂચન
  નવી દિલ્હી : અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ અંગે મંગળવારે નવો વળાંક આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે, રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે કોર્ટ બહાર પ્રયાસો થાય. બંને પક્ષ સામસામે બેસીને કોઈ નિર્ણય લે. જો વાતચીત નિષ્ફળ રહેશે તો અમે દખલ કરીશું, અને કોઈ મધ્યસ્થીની નિમણૂક કરીશું. આ સામે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો હતો. બાબરી મસ્જિદ એક્શન કમિટીના સંયોજકે આ સૂચન નકારી કાઢ્યું છે. જ્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કહેવા પ્રમાણે, આ અંગે ધર્મ સંસદ નિર્ણય...
  March 21, 04:20 PM
 • ગુજરાતને અડીને આવેલા ટુરિસ્ટ પ્લેસ દીવમાં નહીં મળે વાઈન, જાણો કેમ
  દીવ: ગુજરાતને અડીને આવેલા પ્રવાસન સ્થળ દીવ દારૂ માટે ખૂબ જ જાણીતું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂ પીવા માટે દીવ જનારાંનો મોટો વર્ગ છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પર દીવ પ્રશાસન દ્વારા લેવાયેલાં પગલાંથી દારૂની શોપ અને રેસ્ટોરંટના માલિકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો. દીવમાં અંદાજીત 199થી પણ વધુ વાઈન શોપ ધમધમી રહી છે જેમાંથી 132 બાર અને રેસ્ટોરન્ટોના માલીકોને દીવ પ્રશાસને સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ નોટિસ ફટકારી છે. આ તમામ રેસ્ટોરન્ટ અને બાર ઘોઘોથી તડ ચેકપોસ્ટ સુધીના અંતરમાં...
  March 18, 11:51 AM
 • 7 જજ 7 દિવસમાં મને 14 કરોડ આપે- કર્નન, રૂ.14 કરોડના વળતરની કરી માગ
  નવી દિલ્હી/કોલકાતાઃ સુપ્રીમ કોર્ટની અવમાનના કેસમાં શુક્રવારે પશ્ચિમ બંગાળના ડીજીપી સુરજીત કર પુરકાયસ્થ 100 જવાનો સાથે કોલકાતા હાઇકોર્ટના જજ જસ્ટીસ કર્નનને તેમના નિવાસસ્થાને વોરન્ટ આપવા પહોંચ્યા હતા. પરંતુ કર્નનના વકીલે કહ્યું કે વોરન્ટ સ્વીકારાયું નથી. અગાઉ જસ્ટિસ કર્નને ચીફ જસ્ટિસને પત્ર લખી સાત જજ પાસે સાત દિવસમાં 14 કરોડનું વળતર માગ્યું હતું. વધુમાં કહ્યું કે વળતર નહીં આપો તો હું માનહાનિ બદલ તેમની સામે કાર્યવાહી કરીશ. સુપ્રીમ કોર્ટ દ્વારા 10 માર્ચે ઇસ્યુ થયેલા વોરન્ટ મુજબ જસ્ટિસ...
  March 18, 08:34 AM
 • સુપ્રીમ કોર્ટે કોલકત્તા હાઈકોર્ટના જજ સામે કાઢ્યું જામીનપાત્ર વોરંટ
  નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટના જજ સીએસ કર્ણન સામે વોરન્ટ જાહેર કર્યું છે. જજ સીએસ કર્ણને અનાદર કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થવાનો ઈનકાર કર્યો હતો. આ માટે વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ તેમણે 31 માર્ચ પહેલાં કોર્ટમાં હાજર થવાનું છે. દરમિયાન જજસીએસ કર્ણને કહ્યું કે,મારું કરિયર, જીવન બરબાદ કરવા વોરન્ટ જાહેર કરવામાં આવ્યું છે. મારી કરિયર બરબાદ કરવા વોરન્ટ જાહેર કરાયુઃ કર્ણન સુપ્રીમ કોર્ટે વોરન્ટ જાહેર કર્યા બાદ કલકત્તા હાઈકોર્ટના જજ સીએસ કર્ણને...
  March 10, 03:01 PM
 • કરોડો રૂપિયા લૂંટનારો મજા કરે છે અને 5 સાડી ચોરનારો આરોપી જેલમાં છે: SC
  નવી દિલ્હી: 5 સાડીઓ ચોરવાના આરોપસર એક વર્ષથી જેલમાં બંધ એક વ્યક્તિના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે તેલંગણા સરકારની મજાક ઉડાવી. કોર્ટે કહ્યું, જે વ્યક્તિ કરોડો રૂપિયા લઇને ફરાર થઇ ગઇ છે, તે મજા કરી રહી છે. પરંતુ, જેના પર 5 સાડીઓ ચોરવાનો આરોપ છે, તે જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટનો ઇશારો વિજય માલ્યા તરફ હતો, જે બેન્કોની 9000 કરોડની લોન ચૂકવ્યા વિના બ્રિટન ભાગી ગયેલા. આરોપીની પત્ની તરફથી દાખલ કરવામાં આવી હતી પિટિશન - આરોપી એલિયાની પત્ની તરફથી પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં...
  March 7, 10:33 AM
 • અનુરાગ ઠાકુરે સુપ્રીમકોર્ટની બિનશરતી માફી માગી
  નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પૂર્વ અધ્યક્ષ અનુરાગ ઠાકુરે કોર્ટના અનાદર મામલે સોમવારે સુપ્રીમકોર્ટની બિનશરતી માફી માગી લીધી. આ કેસની વધુ સુનાવણી 17 એપ્રિલે થશે. સુપ્રીમકોર્ટે બીસીસીઆઇમાં જસ્ટિસ આર. એમ. લોઢા કમિટીની ભલામણો લાગુ ન કરવા અને કોર્ટના આદેશ ન માનવા બદલ અનુરાગ ઠાકુર કોર્ટના અનાદરના કેસનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રાહતની વાત એ રહી કે આ મામલે આગામી સુનાવણી સુધી તેમણે કોર્ટમાં હાજર રહેવું જરૂરી નથી. અગાઉ બીજી જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટે...
  March 7, 02:21 AM
 • બાબરીઃ અડવાણી સહિત 13 સામે ચાલી શકે છે કેસ, સુપ્રીમ 22 માર્ચે લેશે નિર્ણય
  નવી દિલ્હી. બાબરી કેસમાં વિવાદાસ્પદ ઢાંચાને પાડવાના મામલામાંલાલકૃષ્ણ અડવાણીસહિત બીજેપી અને વીએચપીના 13 નેતાઓની વિરુદ્ધ અપરાધિક ષડયંત્ર રચાવાનો કેસ ફરીથી ચાલી શકે છે. સુપ્રીમ કોર્ટે સોમવારે આ બાબતે ઈશારો કર્યો છે. કોર્ટ 22 માર્ચના રોજ આ મામલામાં ઓર્ડર આપશે. ટેકનિકલ આધારે રાહત ન આપી શકાય - કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે ઇલાહાબાદ હાઈકોર્ટે જ્યારે આરોપીઓ ઉપરથી અપરાધિક ષડયંત્ર રચવાનો આરોપ હટાવ્યો હતો તો સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કેમ ન કરવામાં આવી? લોઅર કોર્ટે હટાવ્યા હતા આરોપ -...
  March 6, 08:26 PM
 • SCનો 26 અઠવાડિયાની પ્રેગનન્સીમાં અબોર્શનની મંજૂરી આપવાનો ઇનકાર
  નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે એક મહિલાને 26 અઠવાડિયાની પ્રેગનન્સીમાં અબોર્શન કરાવવાની મંજૂરી આપવા મંગળવારે ઇનકાર કરી દીધો. કોર્ટે કહ્યું, અમારા હાથોમાં એક જિંદગી છે. બાળકને ડાઉન સિંડ્રોમ છે. આ આધારે મહિલાએ અબોર્શનની મંજૂરી માગી હતી. પરંતુ કોર્ટે તેની પીટિશન નકારી કાઢી હતી. ડાઉન સિંડ્રોમવાળા ઉત્તમ વ્યક્તિ હોય છે - સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકલ બોર્ડની રિપોર્ટ મુજબ, પ્રેગનન્સીની હાલતમાં 37 વર્ષની આ માતાને ફિઝિકલી કોઈ ખતરો નથી. - જસ્ટિસ એસ એ બોબડે અને એલ એન રાવની બેન્ચે કહ્યું, જોકે સૌ...
  February 28, 04:13 PM
 • SC અમૃતધારા દવા નથી કે દરેક બીમારીનો ઇલાજ કરે: ચીફ જસ્ટિસ
  નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જે.એસ. ખેહરે સોમવારે કોર્ટની સરખામણી અમૃતધારા નામની દવા સાથે કરી. તેમણે એક જનહિતની અરજીને ફગાવતા જણાવ્યું કે, આ સુપ્રીમ કોર્ટ છે, કોઇ અમૃતધારા દવા નથી કે દરેક બીમારી અને મુશ્કેલીનો ઇલાજ અહીંયા થઇ શકે. લોકો સવારે ઉઠતાં જ દરેક સમસ્યાનો ઇલાજ શોધવા સુપ્રીમ કોર્ટ ચાલી આવે છે. કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી પીઆઇએલ - સુપ્રીમ કોર્ટે જયા ઠાકુર વિરુદ્ધ કેન્દ્ર સરકાર નામના એક મામલામાં દાખલ કરવામાં આવેલી એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (પીઆઇએલ) પર સુનાવણી કરી...
  February 28, 10:52 AM
 • તિહાર પહોંચતાં જ શાહબુદ્દીનને પરસેવો છૂટી ગયો, પી ગયા અનેક ગ્લાસ પાણી
  નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આદેશ પછી આરજેડીના બાહુબલી નેતા શાહબુદ્દીનને તિહાર જેલ લાવવામાં આવ્યા. તિહારની જેલ નંબર 2 માં શાહબુદ્દીનને રાખવામાં આવેલ છે. આ જ જેલમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ બંધ છે. શાહબુદ્દીન પર દેખરેખ માટે તમિલનાડુ પોલીસની સ્પેશિયલ ફોર્સને રાખવામાં આવી છે. જેથી ભાષાની મુશ્કેલીને કારણે તેમને લાલચ આપી શકાય નહી. દિવંગત પત્રકાર રાજદેવ રંજનની પત્ની અને ત્રણ દીકરાઓને ગુમાવનારા સિવાનના ચંદ્રકેશ્વર પ્રસાદની પિટિશન્સ પર સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ શાહબુદ્દીનને તિહાર...
  February 20, 11:11 AM
 • સુપ્રીમમાં 28 જજમાં માત્ર એક મહિલા, 28 વર્ષમાં પ્રથમ વખત 5 જજે શપથ લીધા
  નવી દિલ્હીઃ પાંચ નવા જજની નિયુક્તિ સાથે સુપ્રીમ કોર્ટમાં 28 જજ થઇ ગયા. નવા જજીસમાં એકેય મહિલા નથી. જસ્ટિસ આર. ભાનુમતિ સુપ્રીમના એકમાત્ર મહિલા જજ છે. જસ્ટિસ એમ. ફાતિમા બીવી 1989માં સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજ બન્યા હતા. ત્યાર બાદ જસ્ટિસ સુજાતા મનોહર, જસ્ટિસ રીમા પોલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા, જસ્ટિસ રંજના દેસાઇ અને જસ્ટિસ આર. ભાનુમતી જજ બન્યા. સુપ્રીમમાં હજુ 3 જજની ઘટ છે. જોકે, તેમાંથી કોઈ ચીફ જસ્ટિસ બની નહીં શકે. સુપ્રીમ કોર્ટમાં એક સાથે પાંચ જજે શપથ લીધા હોય તેવું 28 વર્ષમાં આ પહેલી વાર બન્યું છે....
  February 18, 09:31 AM
 • સુપ્રીમનો મુલાયમના નજીકના ગાયત્રી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ, માંગ્યો રિપોર્ટ
  લખનઉ: મુલાયમસિંહના અંગત અને યુપીના કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિની મુશ્કેલીઓ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે યૌનશૌષણ અને ગેંગરેપના મામલામાં ગાયત્રી વિરુદ્ધ તરત જ એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ યુપી પોલીસ પાસે 8 અઠવાડિયાઓમાં રિપોર્ટ પણ માંગ્યો છે. મહિલાનો આરોપ- તેનું અને તેની દીકરીનું કર્યું યૌનશોષણ - પીડિત મહિલા અને સોશિયલ વર્કરનો આરોપ છે કે ગાયત્રી પ્રજાપતિએ તેનું અને તેની દીકરીનું યૌનશોષણ કર્યું છે. - જાણકારી પ્રમાણે, ગાયત્રી વિરુદ્ધ લગભગ પાંચ મહિના પહેલા એક મહિલાએ...
  February 17, 06:16 PM
 • પતિને પોર્ન જોવાની આદત, આવી વેબસાઈટ બ્લોક કરોઃ મહિલાની SCમાં અરજી
  નવી દિલ્હીઃ પોર્નોગ્રાફિક વેબસાઈટને કારણે લોકોનું લગ્નજીવન બરબાદ થઈ રહ્યું છે, તેના પર બેન મૂકવામાં આવે, તેવી માંગણી સાથે એક મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મુંબઈની મહિલાએ પોતાની અરજીમાં લખ્યું છે કે તેના પતિને ઓનલાઈન પોર્નોગ્રાફિક જોવાની આદત પડી ગઈ છે. જેનાથી તેનું લગ્નજીવન દુઃખમય બની ગયું છે. મહિલાએ કોર્ટને વિનંતી કરી છે કે કેન્દ્ર સરકારને આદશ કરીને આવી વેબાસાઈટને તાત્કાલિક બ્લોક કરી દેવામાં આવે. પતિ ભણેલાગણેલા હોવા છતાં ચડ્યા પોર્ન જોવાના રવાડે મહિલાએ અરજીમાં લખ્યું છે...
  February 16, 11:47 AM
 • સુબ્રમણ્યમ સ્વામીની વધુ એક વિકેટ: શશિકલાની જેમ અનેકને બતાવી જેલ
  ચેન્નાઈ : મંગળવારનો દિવસ AIADMKના મહાસચિવ શશિકલા માટે અમંગળ સાબિત થયો હતો. જોકે, આ માટે સુબ્રમણ્યમ સ્વામી વિલન સાબિત થયા હતા. 21 વર્ષ અગાઉ સ્વામીએ દાખલ કરેલી આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદના કેસમાં જ શશિકલાને સજા થઈ હતી. અગાઉ પણ અનેક રાજનેતાઓને સ્વામી જેલના સળિયા ગણાવી ચૂક્યા છે. શશિકલા આગામી દસ વર્ષ સુધી તેઓ લોકપ્રતિનિધિ નહીં બની શકે. જેનો મતલબ એ કે તેઓ દસ વર્ષ સુધી તામિલનાડુના મુખ્યપ્રધાન નહીં બની શકે. ચાર વર્ષના જેલવાસ બાદ છ વર્ષ સુધી શશિકલા ચૂંટણી નહીં લડી શકે. કાયદાને હથિયાર બનાવી...
  February 15, 10:36 AM