Home >>Topics >>Entertainment >>Aishwarya Rai
Aishwarya Rai

Aishwarya Rai

DOB:1973-11-01

Aishwarya Rai (ઐશ્વર્યા રાય) also known by her married name Aishwarya Rai Bachchan, is an Indian actress, model and the winner of the Miss World 1994 pageant. Through her successful acting career, she has established herself..(Wiki)


  • દુઃખની ઘડીમાં બચ્ચન બહુને ખાસ ફ્રેન્ડે ના આપ્યો સધિયારો; જાણો, કેમ તૂટી મિત્રતા
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ બાદ હવે કરન જોહરના સંબંધો ઐશ્વર્યા રાય બચ્ચન સાથે બગડ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં આ બંનેના સંબંધો ઠીક નથી. તેમના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે અને બંનેમાંથી કોઈ પણ પેચ-અપ કરવા તૈયાર નથી. આટલું જ નહીં એશના પિતાના અંતિમ સંસ્કાર તથા પ્રાર્થનસભામાં પણ તે આવ્યો નહોતો. આ રીતે થઈ ઝઘડાની શરૂઆતઃ એ દિલ હૈં મુશ્કિલના પ્રમોશન દરમિયાન એશ તથા કરન જોહરના સંબંધો બગડ્યાં હતાં. ફિલ્મનું પ્રમોશન જ્યારે થવાનું હતું ત્યારે અનુષ્કા શર્મા પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત...
    March 24, 02:02 PM
  • આ કારણે બચ્ચન પરિવારે ઐશ્વર્યાનાં લગ્ન સૌ પહેલાં કરાવ્યાં હતાં ઝાડ સાથે!
    મુંબઈઃ અનુષ્કા શર્માની ફિલ્મ ફિલ્લૌરી આજે રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મમાં અનુષ્કા શર્મા(શશિ) ભૂતના રોલમાં છે. તે એક ઝાડ પર રહેતી હોય છે. આ ઝાડ સાથે સૂરજ શર્મા(કાનન)ના લગ્ન થાય છે. સૂરજ શર્મા માંગલિક હોવાને કારણે તેના લગ્ન પહેલાં ઝાડ સાથે લગ્ન કરવામાં આવ્યાં હતાં. જોકે, વાસ્તવમાં પણ જે છોકરો કે છોકરી માંગલિક હોય તેના લગ્ન સૌ પહેલાં ઝાડ સાથે કરાવવામાં આવે છે. બોલિવૂડમાં એક ચર્ચા પ્રમાણે, ઐશ્વર્યા રાય માંગલિક છે. અભિષેક સાથે લગ્ન થયા તે પહેલાં બચ્ચન પરિવારે એશનાં લગ્ન ઝાડ સાથે કરાવ્યાં હોવાનું ચર્ચાય...
    March 24, 01:33 PM
  • એશની લાડકીને વ્હાલા'તાં નાનુ, આમ લાગી હતી પગે, Cute moments
    મુંબઇઃ બચ્ચન બહુ ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજ રાયનું અવસાન થયું છે. કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જોકે, તેમની હાલતમાં સુધારો આવ્યો ના હતો. તેમણે 18 માર્ચના રોજ સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. ઐશ્વર્યાના પિતા કૃષ્ણારાજ આરાધ્યાને ખૂબ પ્રેમ કરતાં હતાં તો આરાધ્યાને પણ નાનુ ખૂબ વ્હાલા હતાં. ગત વર્ષે જ્યારે એશ કાન્સમાં જવા રવાના થઇ હતી ત્યારે એરપોર્ટ પર આરાધ્યા નાનુને પગે લાગી હતી જ્યારે નાનુને પગે લાગીતી આરાધ્યા -ગત વર્ષે...
    March 22, 06:37 PM
  • નાનાની પ્રાર્થનાસભામાં આરાધ્યાએ પકડી જીદ, મોમ ઐશ્વર્યા રાયે આમ કરી પૂરી
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજની પ્રેયરમીટ 21 માર્ચના રોજ મુંબઈમાં યોજાઈ ગઈ. આ પ્રસંગે બચ્ચન પરિવાર સિવાય બોલિવૂડના અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યા હતાં. પ્રાર્થનાસભા પૂર્ણ થયા બાદ ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે બહાર નીકળી ત્યારે તે ઘણી જ અકળાઈ ગઈ હતી અને મમ્મી આગળ તેડી લેવા માટે જીદ કરવા લાગી હતી. અંતે એશે પોતાની દીકરીને તેડી લીધી હતી અને પછી આરાધ્યા શાંત પડી હતી. આ સેલેબ્સ આવ્યાઃ પ્રેયરમીટમાં કાજોલ, વિદ્યા બાલન, શ્રદ્ધા કપૂર, ઉર્મિલા માંતોડકર, રાજકુમાર હિરાણી,...
    March 22, 05:37 PM
  • વેવાઈની પ્રાર્થનાસભામાં બચ્ચન પરિવાર થયો ભાવુક, આવ્યા અમિતાભના સાસુમા
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજની પ્રેયરમીટ 21 માર્ચના રોજ મુંબઈમાં યોજાઈ ગઈ. આ પ્રસંગે પૂરો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. જયા બચ્ચનની માતા ઈન્દિરા ભાદુરી ભોપાલથી આવ્યા હતાં. શ્વેતા બચ્ચન પણ આવી હતી. આ સિવાય એશનો ભાઈ આદિત્ય, ભાભી શ્રોમા પણ ભાવુક ચહેરે જોવા મળ્યાં હતાં. આવ્યું કપૂર ફેમિલીઃ નીતુ સિંહ, સ્વ. શમ્મી કપૂરની પત્ની નીલાદેવી, પુત્રી કંચન પણ આવ્યાં હતાં. આ સિવાય રીષિ કપૂરની બહેન રીમા જૈન અને જીજાજી મનોજ જૈન પણ જોવા મળ્યાં હતાં. (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ,...
    March 22, 12:50 PM
  • ઐશ્વર્યાનાં પિતાના ચૌથામાં આવ્યા સેલેબ્સ, ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજની પ્રેયરમીટ 21 માર્ચના રોજ મુંબઈમાં યોજાઈ ગઈ. આ પ્રસંગે બચ્ચન પરિવાર સિવાય બોલિવૂડના અનેક સેલેબ્સ શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યા હતાં. આ સેલેબ્સ આવ્યાઃ પ્રેયરમીટમાં કાજોલ, વિદ્યા બાલન, શ્રદ્ધા કપૂર, ઉર્મિલા માંતોડકર, રાજકુમાર હિરાણી, ડિમ્પલ કાપડિયા, ટ્વિંકલ ખન્ના, બોબી દેઓલ, નીતુ સિંહ, હિરૂ જોહર, અનુપમ ખેર, શક્તિ કપૂર, અતુલ કાસ્બેકર, ડેવિડ ધવન, ટીના અંબાણી સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. અંતિમ સંસ્કારમાં આવ્યા હતાં આ સેલેબ્સઃ શાહરૂખ ખાન, સંજય લીલા...
    March 22, 12:14 PM
  • ઐશ્વર્યા-કેટ સહિત Ex-GF સાથે આમ રહેતો સલમાન, તસવીરોમાં ભાઈનો અંદાજ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલમાં ટાઈગર જિંદા હૈંનું શૂટિંગ ઓસ્ટ્રિયામાં કરી રહ્યો છે. હાલમાં જ સલમાન ખાને ફૅન્સ સાથેની શૂટિંગ સમયની તસવીરો શૅર કરી હતી. આ ફિલ્મ 2012માં આવેલી એક થા ટાઈગરની સિક્વલ છે. આ ફિલ્મમાં સલમાન ખાન તથા કેટરિના કૈફ છે. આ વર્ષના અંતમાં ફિલ્મ રીલિઝ થશે. સલમાન-કેટ વચ્ચે હતાં સંબંધોઃ સલમાન તથા કેટરિના વચ્ચે લવ અફેર હતું. બંને એકબીજાને ડેટ કરતાં હતાં. અલબત્ત, સલમાનના જીવનમાં કેટરિના પહેલાં પણ ઘણી એક્ટ્રેસિસ આવી ગઈ હતી. સલમાનના સંબંધો એક ગર્લફ્રેન્ડ સાથે વધુ સમય ટકી...
    March 21, 04:18 PM
  • આજકાલ આ બીમારીથી હેરાન-પરેશાન છે બિગ બી, રાતમાં નથી આવતી ઉંઘ
    મુંબઈઃ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમને ગરદનમાં ઘણો જ દુખાવો છે અને આ તેમની જૂની બીમારી છે. ઐશ્વર્યા રાયનાં પિતાની અંતિમયાત્રામાં અમિતાભ બચ્ચન ગળામાં બેલ્ટ સાથે જોવા મળ્યાં હતાં. બ્લોગમાં લખી આ વાતઃ 74 અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આ વાત લખી હતી. તેમણે કહ્યું હતું કે ઘણાં વર્ષો સુધી એક્શન દ્રશ્યો કર્યાં કરવાને કારણે તેમની ગરદનને નુકસાન પહોંચ્યું છે. વર્ષોથી છે આ બીમારીઃ અમિતાભે આગળ લખ્યું હતું કે તમને ગરદનમાં બેલ્ટ લગાવેલી તસવીર જોઈને નવાઈ લાગી હશે પરંતુ આ...
    March 21, 12:26 PM
  • પિતાની અંતિમયાત્રામાં ઐશ્વર્યાનાં આંસુથી પીગળ્યાં પરિવારજનો, આમ આપી હિંમત
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજના અંતિમ સંસ્કાર 18 માર્ચના રોજ જ કરી દેવામાં આવ્યા હતાં. ઐશ્વર્યા રાય બચ્ચન પિતાની ઘણી જ નિકટ હતી. પિતાના અંતિમ સંસ્કારમાં એશ ભાંગી પડી હતી. રડી-રડીને ઐશ્વર્યાની આંખો પણ લાલચોળ થઈ હતી. એશને પતિ અભિષેક બચ્ચને મુશ્કેલીથી સંભાળી હતી. આ સેલેબ્સે આપી એશને હિંમતઃ એશના પિતાનું અવસાન થતાં જ બોલિવૂડમાંથી અનેક સેલેબ્સ એશના ઘરે(પિયર) આવી ગયા હતાં. શાહરૂખ ખાન, અનિલ અંબાણી, સંજય લીલા ભણશાલી, રણધિર કપૂર, બંટી વાલિયા, જેપી દત્તા, સૌફી ચૌધરી,...
    March 20, 01:20 PM
  • રાતમાં જ કરવામાં આવ્યા એશનાં પિતાનાં અંતિમસંસ્કાર, આવ્યા અનેક સેલેબ્સ
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયે 18 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. કૃષ્ણારાજના અંતિમ સંસ્કાર તે જ દિવસે રાતના સાડા આઠ વાગે વિલે પાર્લે સેવા સંસ્થાન સ્માશન ભૂમિમાં કરવામાં આવ્યા હતાં. ઐશ્વર્યના સાસરીયા એટલે કે બચ્ચન પરિવાર હાજર હતો. એશને આ દુઃખની ઘડીમાં સધિયારો આપવા શાહરૂખ ખાન, રણધિર કપૂર, આશુતોષ ગોવારિકર, સંજય લીલા ભણશાલી સહિતના બોલિવૂડ સેલેબ્સ આવ્યાં હતાં. છેલ્લાં એક મહિનાથી હતાં બીમારઃ કૃષ્ણારાજને કેન્સર હોવાથી છેલ્લાં એક મહિનાથી લીલાવતી...
    March 20, 09:55 AM
  • પિતાની બેહદ નિકટ હતી ઐશ્વર્યા, હવે Memory બની ચૂક્યા છે આ Photos
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણ રાજ રાયનું 18 માર્ચના રોજ કેન્સરની બીમારીને કારણે અવસાન થયું છે. લગભગ એક મહિના પહેલા તબિયત લથડ્યા બાદ કૃષ્ણરાજ રાયને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ જ્યારથી હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારથી દીકરી એશ, જમાઈ અભિષેક અને વેવાઈ અમિતાભ તેનો ખ્યાલ રાખી રહ્યા હતા. એશને દરેક મુશ્કેલીમાં આપ્યું માર્ગ દર્શન - ઐશ્વર્યાના પિતાએ તેને કરિયર બનાવવાથી લઈ દરેક મુશ્કેલીમાં માર્ગદર્શન આપ્યું. માત્ર એટલું જ નહીં, તેને રિલેશનશીપ ટીપ્સ પણ...
    March 20, 08:00 AM
  • વેવાઈને યાદ કરીને અમિતાભ બચ્ચનની આંખી થઈ ભીની, આમ પ્રગટ કર્યો શોક
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણારાજ રાયે 18 માર્ચના રોજ લીલાવતી હોસ્પિટલમાં સાંજે ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતાં. કેન્સરને કારણે તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી હોસ્પિટલમાં હતાં અને છેલ્લાં આઠેક દિવસથી વેન્ટિલેટર પર હતાં. અમિતાભ બચ્ચને પોતાના વેવાઈના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. આમ કરી ટ્વિટઃ અમિતાભ બચ્ચનને 18 માર્ચના રોજ રાત્રે ટ્વિટર પર ટ્વિટ કરી હતી, મોત અંત નથી...આ શબ્દોથી પરિભાષિત કરી શકાય નહીં.... અંતિમવિધિમાં સામેલ થયા આ સેલેબ્સઃ એશના પિતાનું અવસાન થતાં જ બોલિવૂડમાંથી અનેક...
    March 19, 05:04 PM
  • ઐશ્વર્યા રાયના પિતાનું કેન્સરને કારણે નિધન, રાત્રે કરાઇ અંતિમ વિધિ
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતાનું અવસાન થઈ ગયું છે. તેના પિતા કૃષ્ણરાજ રાયની છેલ્લા એક મહિનાથી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓને છેલ્લે લગભગ એક સપ્તાહથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે પવન હંષમાં તેમની અંતિમ વિધી કરાઇ હતી. અંતિમ વિધિમાં કોણ કોણ રહ્યું હાજર ? શાહરૂખ ખાન, આદિત્ય રાય, અનિલ અંબાણી, સિમ્મી ગરેવાલ, સંજય લીલા ભણસાલી, આશુતોષ ગોવારેકર તેની પત્ની સુનિતા સાથે, કુનાલ કપૂર, જે.પી દત્ત, મનીષ મનહોત્રા, પુનિત મનહોત્રા સહિતની હસ્તીઓ અંતિમ...
    March 19, 01:41 AM
  • સલમાને કર્યો હતો સ્વીકાર, કહ્યું'તું 'ઐશ્વર્યા પર ક્યારેય નથી ઉપાડ્યો હાથ'
    મુંબઈઃ સલમાન ખાન ફરીવાર પોતાના અંગત જીવનને લઈને ફરીવાર ચર્ચામાં છે. તાજેતરમાં જ સલમાન ખાનનો જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો છે. આ ઈન્ટરવ્યૂ 2002માં સલમાન ખાને એક જાણીતા અખબારને આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું હતું કે તેણે ક્યારેય ઐશ્વર્યા રાયને ફટકારી નથી. જોકે, તેણે સુભાષ ઘાઈને તમાચો માર્યો હતો. ક્યારેય એશને નથી મારીઃ સલમાન ખાને કહ્યું હતું કે ઐશ્વર્યા રાયને ક્યારેય મારી નથી. જો તે એશને મારે તો કોઈ પણ તેને મારી શકે છે. સેટ પર ફાઈટર તેને ઢસડીને બહાર ફેંકી દે. આથી જ લોકો તેનાથી ક્યારેય...
    March 18, 06:49 PM
  • પિતાના કહેવાથી સલમાનથી દૂર થઇ હતી એશ, આ કારણે હતા દુઃખી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણારાજનું અવસાન થયું છે. તેઓને છેલ્લા કેટલાક દિવસથી આઈસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતાં. આજે તો ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે પરંતુ એક સમયે સલમાન તથા એશના સંબંધો જગજાહેર હતાં. અલબત્ત, એશના પિતાને કારણે જ આ સંબંધો તૂટ્યાં હતાં. પિતાએ સમજાવી હતી દીકરીઃ ચર્ચા છે કે સલમાન ખાન, ઐશ્વર્યાને માર મારતો હતો અને દારૂ પીને ગાળો પણ ભાંડતો હતો. આ વાતથી પિતા ક્રિષ્ણારાજ ઘણાં જ વ્યથિત હતાં. તેમણે જ દીકરી એશને સમજાવી હતી કે તે સલમાન સાથેના...
    March 18, 06:40 PM
  • જ્યારે સની દેઓલ બની ગયો હતો 'આંતકી', હાથમાં હતો પાકિસ્તાની ધ્વજ
    મુંબઈઃ સની દેઓલનો આગવો ચાહક વર્ગ છે. સની દેઓલે દેશભક્તિની ઘણી જ ફિલ્મમાં કામ કર્યું છે. જોકે, સનીના ચાહકોને એ વાતનો ખ્યાલ નહીં હોય કે એક ફિલ્મમાં સની દેઓલ આતંકવાદી બન્યો હતો. જોકે, આ ફિલ્મ રીલિઝ થઈ શકી નહોતી. ફિલ્મમાં હતો સનીનો ડબલ રોલઃ ઈન્ટરનેટ પર મળતી માહિતી પ્રમાણે, સનીની આ ફિલ્મનું નામ ઈન્ડિયન હતું અને જે 1997માં બનતી હતી. ફિલ્મમાં સની ડબલ રોલમાં હતો, એકમાં આર્મી ઓફિસર તથા બીજામાં આતંકવાદી. આ ફિલ્મમાં ઐશ્વર્યા પણ હતી. સની-એશના એક ગીત પર ખર્ચ થયા હતાં 1.75 કરોડ રૂપિયાઃ આ ફિલ્મ કેટલાંક...
    March 13, 02:04 PM
  • એશ-સલમાન હતાં એકબીજાના ગળાડૂબ પ્રેમમાં, સેટ પર વીતાવતા આમ સમય
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાનના સંબંધો આજે પણ બોલિવૂડમાં એટલાં જ ચર્ચાય છે. હાલમાં ઐશ્વર્યા રાયના પિતાની તબિયત ઘણી જ ગંભીર છે. ચર્ચા હતી કે એશના પિતાને કારણે જ સલમાન અને એશ અલગ થયા હતાં. સલમાન તથા એશે માત્ર એક ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ સમયે એશ-સલમાનનો પ્રેમ પૂર-બહારમાં ખિલ્યો હતો. સેટ પર પણ બંને સાથે ને સાથે જ રહેતાં હતાં. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મમાં એશની એક્ટિંગની જબરજસ્ત પ્રશંસા કરવામાં આવી હતી. ચાહકોને એશ-સલમાનની...
    March 12, 12:03 AM
  • પિતાની હાલત જોઈ ગળગળી થઈ ગઈ ઐશ્વર્યા, હાલત હજુ પણ નાજુક
    મુંબઈઃ ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયની હાલત હજુ પણ નાજુક છે. જેને લઈ એશ લીલાવતીમાં દાખલ કરાયેલા પિતાના ખબર અંતર પૂછવા પતિ અભિષેક સાથે આવી પહોંચી હતી. હાલ તે પતિ સાથે દરરોજ હોસ્પિટલ આવતી જતી જોવા મળે છે. 10 માર્ચની રાત્રે પણ લીલાવતી બહાર જોવા મળેલી એશના ચહેરા પર ચિંતા જોવા મળી હતી. પિતાની હાલતથી ગળગળી થઈ ઐશ્વર્યા તેમની સ્થિતિમાં હાલ કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી. આ દરમિયાન દીકરી એશ પિતાની હાલતથી ગળગળી થઈ ગઈ હયો એવું લાગી રહ્યું હતું. માત્ર એટલું જ નહીં, ઐશ્વર્યાની આ મુશ્કેલી ઘડીમાં...
    March 11, 02:58 PM
  • આ છે અબજોપતિ ગુજરાતીનું Lavish ફાર્મહાઉસ, પત્ની છે ઐશ્વર્યાની ખાસ Friend
    મુંબઈઃ ઐશ્વર્યા રાય, મલાઈકા અરોરા, સુઝાન ખાનની ખાસ ફ્રેન્ડ તથા પેજ 3 પાર્ટીની શાન નતાશા પૂનાવાલા પોતાની લાઈફ સ્ટાઈલ તથા પોતાના આગવા અંદાજને કારણે જાણીતી છે. નતાશાના સસરા સાયરસ પૂનાવાલાને ભાગ્યે જ ઓળખની જરૂર પડે તેમ છે. તેમાંય વર્ષ 2015માં મુંબઈના લિંકન હાઉસની ખરીદીથી લઈને સારી એવી ચર્ચામાં આવેલી આ ફેમિલિ પોતાના કરોડોના બિઝનેસ, કલ્ઝુરીયસ કારના શોખના કારણે દેશ સહિત વિદેશમાં પણ પ્રખ્યાત છે. પૂનાવાલા ગૃપના ચેરમેન સાયરસ પૂનાવાલાથી માંડીને પરિવારના લગભગ તમામ સભ્યો કારના શોખીન છે. પૂનાવાલાનું...
    March 10, 04:29 PM
  • વેન્ટિલેટર પર પિતાને જોતાં રડી પડી એશ, વેવાઈની ખબર કાઢવા આવ્યા બિગ બી
    મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના પિતા કૃષ્ણરાજ છેલ્લાં બે અઠવાડિયાથી લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. હાલમાં તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યાં છે. એશ હાલમાં જ પતિ સાથે અડધી રાત્રે હોસ્પિટલમાં પિતાની તબિયત જોવા ગઈ હતી. તેમના ચહેરા પર ચિંતાના વમળો દેખાઈ આવતા હતાં. તેના પિતાને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત ઘણી જ ખરાબ છે. અમિતાભ ગયા ખબર કાઢવાઃ અમિતાભ બચ્ચન પણ વેવાઈની ખબર કાઢવા લીલાવતી હોસ્પિટલ ગયા હતાં. મેકઅપ આર્ટીસ્ટ મિકી કોન્ટ્રાક્ટર પણ હોસ્પિટલ બહાર જોવા...
    March 9, 10:49 AM