Home >>Topics >>Automobile >>Honda Motor Company
Honda Motor Company

Honda Motor Company

EST:24 September 1948

Honda Motor Co., Ltd. (હોન્ડા મોટર કંપની) is a Japanese public multinational conglomerate corporation primarily known as a manufacturer of automobiles, aircraft, motorcycles, and power equipment. (Wikipedia)


 • રાજકોટઃ અકસ્માતમાં ધો-12ની પરીક્ષા આપી ઘરે જતી બહેન અને ભાઈનું મોત
  રાજકોટ:ધોરણ-12ની પરીક્ષા પૂરી થયા બાદ ત્રિપલ સવારીમાં એક્ટિવા પર જઈ રહેલા ભાઈ-બહેન સહિત અન્ય એક વિદ્યાર્થિનીને છોટા હાથીએ ઉલાળ્યા હતા. ભાઈ- બહેનને લઈને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે શહેરની ભાગોળે કોઠારીયા પાસે બનાવ બન્યો હતો. જેમાં ભાઇ-બહેન બંનેના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય એક વિદ્યાર્થિનીને ઇજા થઈ હતી. અકસ્માત બાદ છોટા હાથી પલટી મારી ગઈ હતી. ભાઇ બહેનના મોત થતાં પરિવારમાં ગમગીની છવાઇ હતી. મૃતકો ખોખડદડ ગામના, રાજકોટ પરીક્ષા ખોખડદડ ગામે રહેતી 17 વર્ષીય માનસી પાદરીયાની આજે ધો.12ની...
  March 23, 08:58 PM
 • 12 વિન્ટેજ બાઈક : જેની સાથે જોડાયેલી છે અનેક ભારતીયોની યોદો
  ઓટો ડેસ્ક: 80 અને 90ના એવા ટૂ વ્હીલરની અહીં વાત કરવી છે જેણે અનેકનાં દિલોમાં જગ્યા બનાવી લીધી હતી. એ પછી કાઈનેટિક હોય, રાજદૂત, બજાજ, બુલેટ હોય કે પછી એ સમયનું અન્ય કોઈ બાઈક હોય. દરેકનું કોઈને કોઈ ફેવરિટ બાઈક રહ્યું જ હશે. આવા જ વિન્ટેજ બાઈકનું કલેક્શન લઈને અમે અહીં આવ્યાં છીએ, જે 80 અને 90ના દાયકામાં આ ટૂ વ્હીલરને જોઈને મોટા થયેલા લોકો માટે એકવાર જોવા અને શેર કરવા જેવા તો ખરા જ. વિન્ટેજ બાઈકની યાદી ખુબજ મોટી હતી તેમાથી અમુક સિલેક્ટેડ જ લેવામાં આવ્યા છે. તમારી પાસે તમારી કોઈ વિન્ટેજ બાઈકની યાદો અને તસવીર...
  March 2, 09:40 AM
 • હોન્ડા WR-V ભારતમાં 16 માર્ચે લોન્ચ થશે
  ઓટો ડેસ્ક: હોન્ડાનું WR-V મોડલ ભારતમાં 16 માર્ચના રોજ લોન્ચ થશે. જેની કિંમત રૂ. 7 લાખથી 10 લાખ હશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં તેનું બુકિંગ ચાલુ થઈ જશે અને એપ્રિલમાં ડિલિવરી થશે. તેની સીધી ટક્કર મારુતિ વિટારા બ્રેઝા, Hyundai i20 Activ અને ફિયાટ Avventura સાથે થશે. હોન્ડા WR-Vની ખાસ વાતો બેઝ મોડલ કિંમત રૂ. 7 લાખ ટોપ મોડલ કિંમત રૂ. 10 લાખ એન્જિન 1.2-litre i-VTEC પેટ્રોલ મેક્સિમમ પાવર 88.8bhp @ 6,000rpm મેક્સિમમ ટોર્ક 109Nm @ 4,500rpm એન્જિન 1.5-litre i-DTEC ડીઝલ મેક્સિમમ પાવર 98.6bhp @ 3,600rpm મેક્સિમમ ટોર્ક 200Nm @ 1,750rpm ટ્રાન્સમિશન 5 સ્પિડ મેન્યુઅલ, 6...
  February 27, 08:04 AM
 • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે 10 કરોડની બાઈક, જાણો શું છે સત્ય
  ચાંગ (ભિવાની) : હરિયાણામાં છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર એક બાઈકની તસવીર વાયરલ થઈ રહી છે. બાઈકની કિંમત 10 કરોડ હોવાનું સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે. ફેસબુક અને વોટ્સએપ પર આ બાઈક હરિયાણાના એમએલએ વિશંભર વાલ્મીકિના પુત્રની હોવાનો દાવો કરાયો. વાયરલ તસવીર પાછળની વાસ્તવિકતા જુદી... - સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલી આ બાઈકને ભારતમાં પ્રથમ સૌથી મોંઘી બાઈક ગણાવી રહ્યાં છે. - ફેસબુક અને વોટ્સએપ મેસેજીસ અનુસાર આ ભવાનીખેડાના ધારાસભ્યની બાઈક આરટીઓમાં રજીસ્ટ્રેશન માટે આવી હતી. - આ મામલે...
  February 12, 09:46 AM
 • હોન્ડા સિટી 2017 facelift : રાહ જોવાતી કાર વિશે જાણવા માંગો છો તે બધું
  ઓટો ડેસ્ક: ભારતીય ગ્રાહકોની પસંદ બનેલી હોન્ડા સિટી ટૂંક સમયમાં અપગ્રેડેડ ફીચર સાથે માર્કેટમાં આવનાર છે. હોન્ડાની આ કારનું નવું ફેસલિફ્ટ વર્જન ભારતમાં 14 ફેબ્રુઆરીનાંરોજ લોન્ચ થશે. આ કારનું બુકિંગ ભારતભરમાં શરુ થઈ ચુક્યું છે. તમે રૂ. 21000 આપીને આ કારનું પ્રી-બુકિંગ કરી શકો છો. હોન્ડાએ લોન્ચિંગ પહેલાં નવી હોન્ડા સિટી 2017ની એક ઝલક બતાવી છે. આ કારની ડિઝાઈન અને ફીચરને લઈને ઘણી વાતો સાંભળવામાં આવી રહી હતી. ભારતમાં પહેલી હોન્ડા સિટી 1998માં આવી હતી ત્યારેથી તે ભારતીય લોકોની પસંદ બની ગઈ છે. ચીનમાં લોન્ચ...
  February 9, 12:28 PM
 • 10 ફાસ્ટેસ્ટ બાઈક: ચાર તો છે ટાયર અને તાકાતવાળું છે એન્જિન
  ઓટો ડેસ્ક: ભારતીય યુવાનોમાં બાઈકના વધતા ક્રેઝને ધ્યાનમાં રાખીને મોટાભાગની કંપનીઓ બજારમાં સુપર બાઈક લઈને આવી રહી છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે રૂ.બે લાખની રેન્જમાં વિશ્વની જાણીતી લક્ઝરી કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યુની બાઈક ભારતીય માર્કેટમાં આવી રહી છે. બજાજે પણ 400સીસી એન્જિન સાથે ડોમિનર (પલ્સર) બાઈક લોન્ચ કરી છે. હોન્ડા પણ ટૂંક સમયમાં રેબેલના બે વેરિયંટ લોન્ચ કરશે. આ છે વિશ્વની સૌથી ઝડપી બાઈક પોતાની સ્પીડને લઈને જાણીતી વિશ્વની સૌથી સુપર બાઈક કઈ છે તે તમને ખ્યાલ છે? અહીં અમે...
  February 7, 01:32 PM
 • હાર્લી ડેવિડસન લુકવાળી બાઈક લાવશે Honda, જાણો શું છે કિંમત
  ઓટો ડેસ્ક: બાઈક નિર્માતા કંપનીઓ ભારતના બજારને ટાર્ગેટ કરીને અવનવી સસ્તી અને મોંઘી બાઈક્સ લોન્ચ કરી રહી છે. એવામાં Honda પણ પાવરફૂલ એન્જિન અને ક્રૂઝર લુકવાળી બાઈક આ વર્ષે લોન્ચ કરશે. રેબેલ નામની આ બાઈક હાર્લી ડેવિડસન લુકવાળી હશે અને તેની અંદાજીત કિંમત રૂ. 2.25 લાખથી લઈને 3.75 લાખ છે. Honda રેબેલ 300 cc અને 500cc એન્જિન સાથે લોન્ચ થશે. હાર્લી ડેવિડસનની સરખામણીમાં આ કિંમત ઓછી આંકવામાં આવી રહી છે. હોન્ડાએ રેબેલ 300માં CBR300 અને રેબેલ 500માં CBR500 એન્જિન લગાવ્યું છે. રેબેલ 300માં 286cc એન્જિન છે જે સિંગલ સિલિન્ડર છે. આ મોડલમાં છ...
  February 7, 01:28 PM
 • કાર કંપનીઓ આપી રહી છે રૂ. 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
  ઓટો ડેસ્ક: ભારતીય ઓટોમોબાઈલ બજારમાં તેજી જોવા મળી રહી છે. કાર નિર્માતા કંપનીઓ પોતાની નવી અને અપડેટેડ કારોને લોન્ચ કરી રહી છે. આ ઉપરાંત કંપનીઓ પોતાની કાર પણ આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. બધી કંપનીઓએ પોતાની કારમાં રૂ. 25 હજાર થી લઈ રૂ. 2.5 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. મારુતિ સુઝુકી, ફોક્સવેગન, શેવરોલે, હ્યુન્ડાઈ,નિસાન, સ્કોડા, રેનો અને હોન્ડા પોતાની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. સૌથી વધારે રૂ. 2.5 લાખ ડિસ્કાઉન્ટ હ્યુંડઈની સેંટા ફે (HYUNDAI SANTA FE) પર મળી રહ્યું છે. મારુતિ સુઝુકીના GM નવશીલ ત્રિવેદીના...
  February 7, 01:28 PM
 • સુરતઃ ફૂલ સ્પીડે જતી કારમાં લાગી આગ, જોત જોતામાં થઈ બળીને ખાક
  સુરતઃ મજૂરા ગેટ ફલાય ઓવર બ્રીજ પર દોડતી કારમાં આગ લાગી હતી. હોન્ડા સીટી કારમાં અચાનક લાગેલી આગ બાદ કાર ભડભડ સળગવા લાગી હતી. જોકે કારમાં આગ લાગતાની સાથે જ ચાલકે કાર રોડ બાજુએ ઉભી રાખી બહાર નીકળી જતાં કોઇ જાનહાનિ નોંધાઈ નહોતી. પરંતુ ગણતરીની મીનીટોમાં કાર આગમાં ભડથુ થઇ ગઇ હતી. રવિવારની મધરાત્રે બનેલી આ ઘટના બાદ ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવી બર્નીંગ કારની આગને કાબુમાં લીધી હતી. સળગતી કારને રોડ સાઈડમાં ઉભી રાખી દેવાઈ રાહદારીઓએ જણાવ્યું હતું કે, અચાનક મજૂરા ફલાય ઓવરબ્રીજ પર આગળ દોડતી એક...
  December 19, 11:32 AM
 • સુરતઃ હાઇવે પર ટ્રકમાં ઘૂસી જતાં કાર ભડકે બળી, પરિવાર માંડ બચ્યો
  સુરતઃ- નેશનલ હાઈ વે નં.8 વાવ ગામ પાસે એક કારમાં ભીષણ આગ લાગી હતી. વાવ ગામના ભક્ત ફળિયાની સામે વડોદરાથી વલસાડ જતા પરિવારની હોન્ડા સીટી કાર આગળ ચાલતા ટ્રક સાથે અથડાઈ હતી. બાદમાં કારમાં આગળના ભાગે અચાનક આગ લાગતા પરિવાર હેમખેમ સામાન લઈને બહાર નીકળી ગયો હતો. વડોદરાથી વલસાડ જતી કારમાં લાગી આગ પ્રાપ્ત થતી માહિતી વડોદરા શહેરના વાઘોડીયા ડભોઈ રીંગ રોડ પર આવેલ નીલમ બંગ્લોઝ સોસાયટીમાં મકાન નંબર 3 માં મહેશભાઈ બી પટેલ(58), પત્નિ રમીલાબહેન પટેલ(52), પુત્ર ડો.નિરવ પટેલ(32) તથા તેમના પત્ની પુર્વિબહેન પટેલ(28)...
  December 13, 12:11 PM