બોંબની દહેશત બાદ મોડેથી શરૂ થયેલી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ શ્રેણીની મેચમાં શનિવારે વિક્ટોરિયા સામે કેપ કોબ્રાનો આઠ વિકેટે વિજય થયો હતો. આ વિજય સાથે લીગ રાઉન્ડમાં કેપ કોબ્રા પણ વિક્ટોરિયાની સાથે ચાર પોઇન્ટ મેળવીને મોખરે પહોંચી ગયું છે.
મેચ શરૂ થઇ એ અગાઉ સ્ટેડિયમમાં બોંબની દહેશત હોવાને કારણે પોલીસે ખેલાડીઓને હોટેલમાંથી મેદાન સુધી આવવાની મંજૂરી આપી ન હતી અને તેને કારણે મેચ ૨૦ને બદલે ૧૭ ઓવરની કરી દેવાઇ હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ કેપ કોબ્રાએ ૧૭ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૫ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
જેના જવાબમાં કેપ કોબ્રાએ ૪૧ રનમાં બે વિકેટ ગુમાવી દીધા બાદ ૧૬ ઓવરમાં બે વિકેટે જ ૧૨૯ રન કરીને મેચ જીતી લીધી હતી. હેનરી ડેવિડ્સે શાનદાર બેટિંગ કરીને ૫૪ બોલમાં અણનમ ૬૯ રન ફટકાર્યા હતા.