સમરસેટ સામે ન્યૂ સાઉથ વેલ્સ ‘કરો યા મરો’નો જંગ

Agency, Hyderabad
Sunday, October 18, 2009 00:04 [IST]
Bookmark and Share

ચેમ્પિયન્સ લીગમાં આજે ઇંગ્લેન્ડની અને ઓસ્ટ્રેલિયન ટીમ ટકરાશે



logoત્રિનિદાદ અને ટોબેગો સામે શુક્રવારે રાત્રે મળેલા અણધાર્યા પરાજય બાદ ન્યૂ સાઉથ વેલ્સે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પોતાની આશા જીવંત રાખવા માટે રવિવારે રમાનારી બીજા રાઉન્ડની લીગ મેચમાં ઇંગ્લેન્ડની સમરસેટ ટીમને કોઇ પણ ભોગે હરાવવી પડશે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર સાંજે ૪:૦૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.



પોલાર્ડની તોફાની બેટિંગના કારણે ન્યૂ સાઉથ વેલ્સના અભિયાનને મોટો ફટકો પડ્યો છે અને આ ટીમે સમરસેટને મોટા માર્જિનથી હરાવવા ઉપરાંત ત્રિનિદાદ અને ઇગલ્સ વચ્ચેની મેચના પરિણામ પર આધાર રાખવો પડશે. બીજી તરફ સેમિફાઇનલની હોડમાંથી બહાર થઇ ગયા બાદ સમરસેટ માટે આ મુકાબલો ઔપચારિક બની ગયો છે. જોકે સમરસેટની ટીમ વિજય સાથે પોતાના અભિયાનનો અંત લાવવાનું વધારે પસંદ કરશે.