ચેમ્પિયન્સ લીગમાંથી જાહેર કરાયેલી ટીમમાં માત્ર બે ભારતીય
ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં રમાયેલી મેચમાંથી પસંદ કરાયેલી ઓલ સ્ટાર ઇલેવનમાં ભારતના વીરેન્દ્ર સેહવાગ અને રોબિન ઉથપ્પાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇએસપીએનના કોમેન્ટેર્ટસ દ્વારા આ ટીમની પસંદગી કરવામાં આવી હતી. ખભાની ઇજાને કારણે મે મહિનાથી ક્રિકેટથી અળગો થઇ ગયેલો વીરેન્દ્ર સેહવાગ દિલ્હીની ટીમમાંથી પસંદ થયેલો એકમાત્ર ક્રિકેટર છે જયારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમના ત્રણ ખેલાડીની પસંદગી થઇ છે જેમાં તાજેતરમાં જ જાહેર થયેલી ભારતીય વન-ડે ટીમમાંથી નજરઅંદાજ કરાયેલા રોબિન ઉથપ્પાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેંગલોરની ટીમમાંથી ઓલ સ્ટાર ઇલેવનમાં સ્થાન પામનારો ઉથપ્પા એકમાત્ર ભારતીય છે. ઓલ સ્ટાર ઇલેવનમાં બેંગલોર, કેપ કોબ્રા, વિકટોરિયા અને ત્રિનિદાદના ખેલાડીઓને તક સાંપડી છે.
ઓલ સ્ટાર ઇલેવન ટીમ : જિન પોલ ડયુમિની (કેપ કોબ્રા), એન્ડ્ર્યુ પુટ્ટિક, રોબિન ઉથપ્પા (બેંગલોર), વીરેન્દ્ર સેહવાગ (દિલ્હી), રોઝ ટેલર (બેંગલોર), જેકસ કાલિસ (બેંગલોર), ડેનેશ રામદીન (ત્રિનિદાદ), ડ્વેઇન બ્રેવો (ત્રિનિદાદ), કિલન્ટ મેકાઇ (વિકટોરિયા), શેન હારવૂડ (વિકટોરિયા) અને મોઇઝ હેનરિકસ (ન્યૂ સાઉથ વેલ્સ).