ઇગલ્સનો વિજય, સમરસેટ આઉટ

Agency, Hyderabad
Friday, October 16, 2009 23:20 [IST]
Bookmark and Share

ચેમ્પિયન્સ લીગમાં ઇગલ્સનો શાનદાર દેખાવ જારી, સમરસેટને પાંચ વિકેટે હરાવ્યું

ઓપનર મોર્ને વાન વાઇકના ૪૭ રન અને કોર્નેલસ ડીવિલિયર્સની વેધક બોલિંગની મદદથી સાઉથ આફ્રિકાની ઇગલ્સ ટીમે અહીં રમાયેલી ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચમાં ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ સમરસેટને પાંચ વિકેટે હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો અને આ પરાજય સાથે સમરસેટની ટીમ ચેમ્પિયન્સ લીગમાંથી આઉટ થઇ ગઇ હતી.

અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં સમરસેટની ટીમે ૨૦ ઓવરને અંતે આઠ વિકેટે ૧૩૨ રનનો સ્કોર નોંધાવ્યો હતો પરંતુ ઇગલ્સે ૧૮.૪ ઓવરમાં જ આ લક્ષ્યાંક વટાવી દીધો હતો.

ઇગલ્સ માટે ઓપનર મોર્ને વાન વાઇકે ૪૧ બોલમાં ૪૭ રન ફટકાર્યા હતા અને રાયન બેઇલીએ ઉપયોગી ૨૯ રન ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો.

એ અગાઉ સમરસેટના વેઝ ડરસ્ટને આક્રમક બેટિંગ કરીને માત્ર ૩૨ બોલમાં ૫૭ રન ફટકાર્યા હતા જેમાં દસ બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો પરંતુ તે બેટિંગમાં આવ્યો એ પહેલાં ટીમનો ધબડકો થયો હતો જેને કારણે સમરસેટની ટીમ માંડ ૧૩૨ રન સુધી પહોંચી શકી હતી.

board