આજે આઇપીએલની બે ટીમો વચ્ચે મુકાબલો

Agency, Bangalore
Friday, October 16, 2009 23:08 [IST]
Bookmark and Share

sehwagચેમ્પિયન્સ લીગ : બેંગલોર તથા દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે વિજય મેળવવા તીવ્ર હરીફાઇ થવાની સંભાવના

સાઉથ આફ્રિકા ખાતે રમાયેલી આઇપીએલ-૨ની બે ટોચની ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગલોર તથા દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે શનિવારે ચેમ્પિયન્સ લીગમાં થનારો મુકાબલો અત્યંત રોમાચંક બને તેવી સંભાવના છે.

બંને ટીમો સ્થાનિક હોવાથી એકબીજા પર પોતાની સર્વોપરિતા પુરવાર કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. આ મેચમાં ભારતના કેટલાક સ્ટાર ક્રિકેટરો રમતા જોવા મળશે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર રાત્રે ૮:૦૦ કલાકે પ્રસારણ કરાશે.

વિકટોરિયા બુશરેન્જર્સ સામે બીજા રાઉન્ડનો મુકાબલો હાર્યા બાદ બેંગલોરની ટીમે કોઇ પણ સંજોગોમાં દિલ્હીને હરાવવું પડે તેમ છે. વિશ્વસ્તરીય બેટ્સમેન તથા બોલર્સના કારણે બેંગલોરની ટીમ કાગળ પર વધારે શકિતશાળી જણાય છે પરંતુ તેઓ એક ટીમ તરીકે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે.