વાયમ્બાને હરાવીને ડેરડેવિલ્સે સુપર-૮ની આશા જીવંત રાખી

Agency, New Delhi
Monday, October 12, 2009 00:49 [IST]
Bookmark and Share

દિલ્હી ડેર ડેવિલ્સ ૫/૧૭૦, સેહવાગ ૬૬, વાયમ્બા ૭/૧૨૦, જયવર્દને ૫૩, નાનેસની ચાર વિકેટ

sehwagવીરેન્દ્ર સેહવાગ અને દિનેશ કાર્તિકે નોંધાવેલી અડધી સદી બાદ નાનેસ અને મેકગ્રાએ ઘાતક બોલિંગ કરતાં દિલ્હી ડેર ડેવિલ્સે ચેમ્પિયન્સ લીગ ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટૂર્નામેન્ટના ગ્રૂપ-ડીની લીગ મેચમાં વાયમ્બાને ૫૦ રનથી હરાવીને સુપર-૮ માટેની પોતાની આશા જીવંત રાખી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર દિલ્હીની ટીમે પાંચ વિકેટે ૧૭૦ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં વાયમ્બા ટીમ સાત વિકેટે ૧૨૦ રન નોંધાવી શકી હતી. નાનેસે ૨૪ રનમાં ચાર વિકેટ તથા મેકગ્રાએ ત્રણ વિકેટ ખેરવી હતી.

વીરેન્દ્ર સેહવાગની સ્ફોટક બેટિંગ બાદ અંતિમ ઓવર્સમાં કાર્તિકે નોંધાવેલી ઝડપી અડધી સદી વડે દિલ્હીની ટીમે પાંચ વિકેટે ૧૭૦ રનનો સંગીન સ્કોર નોંધાવ્યો હતો. સેહવાગ અને કાર્તિકે આક્રમક બેટિંગ કરીને ત્રીજી વિકેટ માટે ૬૭ રનની ભાગીદારી નોંધાવી હતી. સેહવાગે ૪૧ બોલમાં ૬૬ રન બનાવ્યા હતા. કાર્તિકે ૪૧ બોલમાં પાંચ બાઉન્ડ્રી અને ત્રણ સકિસર વડે ૬૧ રનનું યોગદાન આપ્યું હતું.