સમરસેટે અત્યંત રોમાંચક બનેલી ચેમ્પિયન્સ લીગની ટી૨૦ ક્રિકેટ મેચમાં ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદની ટીમને છેલ્લા બોલે એક વિકેટે હરાવી હતી.
ડેક્કને પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૫૩ રન કર્યા હતા જેના જવાબમાં શરૂઆતમાં વિકેટો ગુમાવી દીધી હોવા છતાં સમરસેટે છેલ્લી ઓવરના છેલ્લા બોલે નવ વિકેટે ૧૫૭ રન કરીને મેચ જીતી લીધી હતી. થોમસે ૧૭ બોલમાં અણનમ ૩૫ રન ફટકાર્યા હતા અને હિલ્ડ્રેથે ૨૫ રન નોંધાવ્યા હતા.
અગાઉ ડેક્કન ચાર્જર્સ, હૈદરાબાદ માટે વીવીએસ લક્ષ્મણે માત્ર ૩૫ બોલમાં સાત બાઉન્ડ્રી સાથે ૪૬ રન ફટકાર્યા હતા.