HomeSpotlightSpecial Articles Special Articles

2012માં દુનિયાનો વિનાશ થઇ શકે

ખગોળશાસ્ત્રીઓ અને ભૌતિકશાસ્ત્રીઓએ ૨૦૧૨માં પૃથ્વી સાથે ‘ઐકસ’ ગ્રહની જોરદાર ટક્કર સાથે જ પૃથ્વીનો વિનાશ થઈ જશે તેવી આશંકા વ્યકત કરી છે. તેને કારણે ભૂકંપ, જવાળામુખી વિસ્ફોટ, સુનામી જેવી વ્યાપક હોનારતો થઈ શકે છે. આ વિનાશ એટલો ભયાનક હોઈ શકે છે કે તેમાં સમગ્ર માનવજાતિનો નાશ થઈ શકે છે.

જર્મનીના વિજ્ઞાની રોસી ઓડોનીલ, વિલી નેલ્સને ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ પ્લેનેટ એકસ અને પૃથ્વી વચ્ચે ટક્કર થશે તેવી શકયતા દર્શાવી છે. વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર એ દિવસે એકસ પ્લેનેટ પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે, જે દરમિયાન ચુંબકીય ક્ષેત્ર ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. એક શક્યતા તેની પૃથ્વીથી દૂર જવાની પણ છે, પરંતુ વધુ સંભાવના એવી છે કે તે પૃથ્વીની ખૂબ જ નજીક આવશે અને તેની સાથે ટકરાશે.

જોકે કેટલાક વિજ્ઞાનીઓ આ વાત સાથે અસંમત છે. જાણીતા વિજ્ઞાની યશપાલના જણાવ્યા અનુસાર બ્રહ્માંડમાં હજારોની સંખ્યામાં ‘એકસ’ જેવા નાના ગ્રહો આકાશીય પિંડ ફરતે પરિભ્રમણ કરતા હોય છે, જે ગમે તે સમયે પૃથ્વીની નજીકથી પસાર થાય ત્યારે તેના ટકરાવાની શંકા વ્યકત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે એક્સ ૨૦૧૨માં પૃથ્વીથી અનેક હજાર કિલોમીટર પાસેથી પસાર થશે તેવું અનુમાન છે, પરંતુ તે પૃથ્વી સાથે ટકરાય તેવી બહુ ઓછી સંભાવના છે. જોકે તેમણે આ સાથે કહ્યું કે જો પૃથ્વી સાથે તે ટકરાશે તો તેની તીવ્રતા પરમાણુ વિસ્ફોટથી પણ વધુ વ્યાપક હશે. જોકે તેની સંભાવના ઓછી છે.


સંબંધિત સમાચાર
* સૌરમંડળનું વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે: ૨૦૧૨માં અંધકાર છવાશે
* શું ખરેખર 2012માં દુનિયાનો અંત આવી જશે ?