
Spotlight
Special Articles Special Articles ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ફિલ્મની ગજબ જેવી સુદંર લાગતી કૈટરીનાને જ્યારે હિન્દીમાં કોઇ એક સોંગ ગાવા માટે ફોર્સ કરવામાં આવ્યો ત્યારે કૈટરીનાએ અજબ ગજબ જેવી સ્માઇલ આપતા કહ્યું હતું કે, ‘ઓ નો આઇ કાન્ટ સોંગ, પ્લીઝ આઇ કાન્ટ.’
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલની તારીખમાં સૌથી બિઝી ગણાતી કેટરીના અન્ય હિરોઇન જ્યારે ૧૫ કલાક કામ કરતી હતી ત્યારે તેણે ૨૨ કલાક કામ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. ઐશ્વર્યા રાય પછી સલામ ખાન સાથે ચર્ચામાં રહેલ કૈટરીના કૈફ કહે છે કે, ‘તમે ફિલ્મની ચર્ચા કરો તે વધારે સારું છે.
મારા અને સલમાન વચ્ચે બ્રેક અપ થયું તે નહીં તેના કરતા વધારે ઘ્યાન મારી આવનાર ફિલ્મ પર આપો અને તે ગમે તો સ્વીકારો નહીંતર નહીં.’ ઇન્ડિયન ફાધર અને બ્રિટીશ માતાની આ દીકરીને હિન્દી બોલતા તો નથી આવડતું. કૈટરીનાની આઠ બહેનોમાંથી અન્ય કોઇ બહેન ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવશે કે નહી?
તે અંગે કૈટરીના કૈફ કહે છે કે, ‘તે અત્યારે ન્યુયોર્કમાં એકિટંગ શીખી રહી છે જોઇએ આગળ તે કયાં જાય છે.’ કૈટરીના અજમેરમાં હમેશાં ચાદર ચડાવવા માટે જાય છે. આ અંગે તે કહે છે કે, ‘હું અજમેરમાં એક વાર અને છથી સાત વાર ગઇ છું અને તેમાં હું બિલીવ કરું છું માટે વાંરવાર જવું છું.’
કેટરિનાએ એમના વિવિધ લૂકમાં ફોટોગ્રાફ્સ પડાવતા પહેલા અમારા ફોટોગ્રાફર વિજય આચાર્યને કહ્યું હતું કે મારા ફોટોગ્રાફને અજબ-ગજબ નામ આપજો.












આપ કહો આપને અમદાવાદ આવેલી સિમ્પ્લ કૈટરીના કેવી લાગે છે...