HomeSpotlightSpecial Articles Special Articles

મોદીને સ્વાઈન ફલૂ થયો હોવાની આશંકા

- રશિયાથી પરત આવ્યા બાદ સામાન્ય શરદી અને તાવ જણાતા સ્વાઇન ફલૂનો ટેસ્ટ કરાયો
- આધારભૂત સૂત્રોએ સ્વાઇન ફલૂ હોવાનો ધરાર ઇનકાર કર્યો

thumb_443_03રશિયાની સફળતમ યાત્રાએથી પાછા ફરેલા રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સ્વાઇન ફલૂનો ચેપ લાગ્યો હોવાની અફવા આજે સાંજથી સમગ્ર ગુજરાતમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી.

બુધવારે સાંજે રશિયાથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી મોદીને શરદી અને તાવ હતા, જોકે તેમણે આજે સવારે કેબિનેટની બેઠકમાં હાજરી પણ આપી હતી અને બપોરે ત્રણ વાગ્યા સુધી તેઓ કાર્યાલયમાં હાજર પણ હતા. એ પછી નિયત સારવાર અને સ્વાઇન ફલૂ છે કે નહીં તે જાણવા માટે પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ટેસ્ટ પોઝીટીવ છે કે નેગેટીવ એ અંગે સમગ્ર તંત્ર દ્વારા મૌન ધારણ કરવામાં આવ્યું છે. જોકે, મુખ્યમંત્રીને સ્વાઇન ફ્લૂનો અક્સીર ઇલાજ માટે અપાતી દવા ટેમીફ્લૂના પ્રિવેન્ટિવ ડોઝ અપાયા હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર મુખ્યમંત્રી રશિયાની મુલાકાતેથી પરત આવ્યા બાદ સામાન્ય પ્રક્રિયાના ભાગરૂપે તબીબી તપાસ કરવામાં આવી હતી જ, પરંતુ ચોવીસ કલાકમાં જ શરદી અને તાવ જણાતાં તબીબોએ તકેદારીના વિશેષ પગલાં લીધા છે અને ટેમી ફલૂના પ્રિવેન્ટિવ ડોઝ પણ આપવામાં આવ્યા હોવાનું કહેવાય છે.

આ અંગે સંખ્યાબંધ મુખ્યમંત્રી મોદીના નજીકના વર્તુળમાં લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ અંગે આધારભૂત વિગતો સાંપડી નથી. જોકે, એક મોદી સરકારના વરિષ્ઠ મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી મોદીએ આજે સવારે ૧૦.૩૦થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી કેબિનેટમાં અને બપોરે ૩.૦૦ સુધી તો કાર્યાલયમાં હાજર હતા અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જ હતાં.

તેમણે ઉમેર્યું હતું કે, જો તાર્કિક રીતે વાત કરીએ તો વિદેશથી પરત આવ્યા બાદ સામાન્યમાં સામાન્ય વ્યકિત પણ સ્વાઇન ફલૂ અંગેનું પરીક્ષણ કરાવી જ લેતો હોય છે, ત્યારે મુખ્યમંત્રી જેવા વીઆઇપીની કાળજી લેવાય એ સ્વાભાવિક છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લોજિકલી સ્વાઇન ફલૂની અસર હોય તો ત્રણ ડિગ્રી તાવ હોય અને એમ હોય તો મુખ્યમંત્રી કેબિનેટમાં અને કાર્યાલયમાં કેવી રીતે હાજર હોય. એટલા માટે હું એ શકયતાઓ બીલકૂલ નકારી કાઢું છું. તેમણે ઉમેર્યું હતું કે, તેનો ટેસ્ટ કરીને માત્ર છ કલાકમાં તેનું પરિણામ પણ જાણી શકાય તેટલી સુવિધા આપણી પાસે મોજૂદ છે અને સંપૂર્ણ સારવાર પણ ઉપલબ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે, જો તાવ કે શરદીના કોઈ પણ સિમ્ટમ્સ જણાય તો પણ તબીબો તકેદારીના પગલાં રૂપે સ્વાઇન ફલૂની રોકથામમાં અકસીર ટેમીફલૂના પ્રિવેન્ટિવ ડોઝ આપતાં જ હોય છે. તબીબોના જણાવ્યા અનુસાર તો સ્વાઇન ફલૂ જે વ્યકિતને થયો હોય એ વ્યકિતના ઘરના સભ્યોને પણ ટેમીફલૂના પ્રિવેન્ટિવ ડોઝ આપવામાં આવતાં હોય છે.

મુખ્યમંત્રી મોદી સાથે રશિયાના પ્રવાસે ગયેલા એક મહાનુભાવે પણ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સમગ્ર યાત્રા દરમિયાન મુખ્યમંત્રી મોદી સ્વસ્થ અને પૂર્ણત: સક્રિય હતા. તેમણે જણાવ્યું હતું કે, રશિયાનું વાતાવરણ અત્યંત ઠંડુ હતું અને તાપમાન માઇનસ છ ડિગ્રી હતું. રશિયાના પ્રવાસ દરમિયાન તેમને માથા અને કાનના ભાગને રક્ષણ આપે તે માટે ગરમ ટોપી જેવું આવરણ રાખવાની સલાહ આપી હતી, પરંતુ તેમણે એ મુજબનું અનુસરણ કર્યું નહોતું. એ કારણે પણ કદાચ શરદી અને સહેજ તાવ હોવો સ્વાભાવિક છે.

વિસ્તૃત અહેવાલ માટે અહીં ક્લિક કરો...