
Spotlight
Special Articles Special Articles બોલીવુડ અભિનેતા આમિર ખાન પોતાના બ્લોગ પર ચેટિંગ કરવામાં કદાચ અનિયમિત બની ગયો છે, પરંતુ તે હાલના દિવસોમાં ઊંઘી શકતો નથી.
આ વાત માનો કે ના માનો પરંતુ હાલ આમિર ખાન ઓનલાઈન મિત્રો સાથે ચેટિંગ કરવા માટે આખી રાત જાગે છે. પરંતુ તેના ઓનલાઈન મિત્રોએ જાણતા નથી કે પ્રોફાઈલ નામ 'પક્કા ઈડિયટ' (‘Pucca Idiott’)એ ખરેખર આમિર ખાનની પ્રોફાઈલ છે.
જ્યારે અમે આ અભિનેતાના પર્શનલ આઈડી પર સંપર્ક સાધ્યો ત્યારે તેણે મોડી રાત સુધી પોતાની ચેટિંગની વાતને સમર્થન આપ્યું હતું. પરંતુ અહિં વાતનો અંત આવતો નથી, આમિર ખાને પોતાના ઓનલાઈન મિત્રોને મળવાની શરૂઆત પણ કરી દીધી છે.
આ પૈકિ એક મિત્રને આમિર ખાન કોફી શોપમાં મળ્યો હતો તેની તસવીર પણ અહી પ્રસ્તુત છે. આમિરના પ્રવક્તાએ પણ એ વાતને સમર્થન આપ્યું હતું કે આમિર તેની મહિલા મિત્રોને મળ્યો છે. આમિર ખાન નવા મિત્રો જ બનાવી રહ્યો નથી પરંતુ તેમને મળી પણ રહ્યો છે.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે તે તાજેતરમાં જ એક મહિલા મિત્રને મળ્યો હતો, જેમની સાથે પ્રથમ ફેસબુક પર વાતચીત થઈ હતી. આમિર તેને કોફી શોપમાં મળ્યો હતો.
આમિર ખાન સોશિયલ નેટવર્કિંગ સાઈટો પર વિવિધ બનાવટી નામોથી લોકો સાથે ચેટિંગ કરી રહ્યો છે. પક્કા ઈડિયટ આમાનું એક નામ છે. આમિર માત્ર મિત્રો જ બનાવતો નથી પરંતુ તેની પસંદગી અને ના પસંદ પણ જાણી રહ્યો છે.
