HomeSpotlightSpecial Articles Special Articles

આ તો કેવી અંધશ્રદ્ધા : આઠ માસના માસુમને છ છ ડામ

-સાબરકાંઠાના વિજયનગરમાં આઠ માસના માસુમને ધગધગતા સળીયાના છ છ ડામ અપાયા.
-અચરજમાં મુકી દે તેવો અંધશ્રદ્ધાનો કિસ્સો.


dam
આજના આધુનિકયુગમાં મેડિકલ ક્ષેત્રનું અને આરોગ્ય વિષયક સુવિધાનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે ત્યારે અંધશ્રદ્ધાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા લોકો આ સુવિધાઓ અપનાવવા તૈયાર ના હોય તેવું લાગે છે. વિસ્તરતી જતી આરોગ્ય વિષયક સુવિધાઓ તેમજ મોટાભાગની બિમારીઓ ઉપર કાબુ મેળવવા માટે આજનું તબિબિક્ષેત્ર સક્ષમ બની રહ્યું છે ત્યારે અંદ્ધશ્રદ્ધા અને ઉટવૈધો મારફત સારવાર કરાવવાનો એક કિસ્સો પ્રકાસમાં આવ્યો છે.

dam2_443_01

સાબરકાંઠાના વિજયનગરમાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં આઠ માસના માસુમ બાળકને ડામ આપવામાં આવ્યાં છે. બાળક લાંબાસમયથી બાળક બિમાર હોવાથી તેને ઉટવૈધ પાસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં આ માસુમ બાળકને ધગધગતા સળીયાના ડામ આપવામાં આવ્યા હતા. એક નહી પણ છ છ ડામ આ માસુમને આપવામાં આવ્યા હતા.

નાની એવી બિમારીમાં પણ બાળક રડી પડે છે ત્યારે આ માસુમને ધગધગતા ડામ અપાયા હશે ત્યારે તેના પર શું વિત્યું હશે ?

જાગૃત તબિબના કારણે આ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

dam