
Spotlight
Special Articles Special Articles મહાઠગ અશોક જાડેજા કેસમાં ગુજરાતી ફીલ્મના અભિનેતા કિરણ કુમાર, હીતને કુમાર અને ગાયકા ફરીદા મીરને સમન્સ મોકલાશે.
એકના ત્રણ ગણા કરી આપવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લઇ છેતરપીંડી કરનાર મહાઠગ અશોક જાડેજાના વધુ એક સાગરિત કલ્યાણસિંહ જગમલ રાઠોડ (ઉ.30)ને 4.45 લાખની રોકડ સાથે પોલીસે ઝડપી લીધો છે. જેની પાસેથી ચોકાવનારી વિગતો ખુલી છે.
મહાઠગ અશોક જાડેજાનો આ એજન્ટ કલ્યાણસિંહે પોતાનું કલ્યાણ ગૃપ સ્થાપી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી 10 કરોડ ઉઘરાવ્યા હતા. કલ્યાણસિંહના ગૃપમાં તેના એજન્ટો હતો ભુટ્ટો, હાકમ, મુન્નો. જેમાંથી ભુટ્ટોએ રૂ. 92 કરોડ, હાકમે રૂ. 82 કરોડ, મન્નાએ રૂ.71 કરોડ અને કલ્યાણે રૂ. 10 કરોડ ઉઘરાવ્યા હતા.
આ દરમિયાન મહાઠગ અશોક જાડેજાએ વહાણવટી સિકોતેર માતા ઉપર ફિલ્મ અને આલ્બમ બનાવવાનું નક્કી કર્યુ. આ માટે તેઓ બગોદરાના રાજુ પટેલ જે વાસણા પાસે ઓફીસ ધરાવે છે તેમને મળ્યા હતા. સાથે તેઓ આ ફિલ્મ બનાવવા માટે રાજકોટના ચંદ્રેશ ભટ્ટને પણ મળ્યા હતા. રાજુ પટેલે આ ફિલ્મ માટે સ્કીપ્ટ લખી હતી. સ્ક્રિપ્ટ લખવા માટે રાજૂ પટેલને રૂ. 25 હજાર આપવામાં આવ્યા હતા.
-વહાણવટી સિકોતેર માતા ફિલ્મમાં કામ કરવા માટે કિરણ કુમાર અને હિતેન કુમારને રૂ. 50-50 હજાર એડવાન્સ અપાયા હતા.
-સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના નિવેદનથી બન્ને અભિનેતાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
આ ફિલ્મમાં અશોક જાડેજા મુખ્ય ભૂમિકા કરનાર હતો. અને આ ફિલ્મમાં હિરો તરીકે ગુજરાતી અને હિન્દી ફિલ્મના ખ્યાતનામ અભિનેતા કિરણ કુમારને લેવાનું નક્કી કરાયું. કિરણ કુમારને મળવા માટે આ લોકોએ તા. 9-05-09 ના રોજ સમય માગ્યો હતો.
કિરણ કુમારને મળવા માટે કલ્યાણસિંહ, રાજૂ પટેલ, ચંદ્રેશ ભટ્ટ, ખેતાન સિંહ, ધીરૂભાઈ, રાજુ ખીમજી, કિરણ, અમિત ધીરૂ, હીરેન કાંતી, વિક્રમ અને પ્રિવણ મુંબઈ જવા રવાના થયા, દરિમયાન અશોક જાડેજાએ પણ મુબઈ જવાનો આગ્રહ કરતા આ બધા સાથે તે પણ જોડાયો હતો. આ બધા તા. 8-05-09ના રોજ મુબઈ ફ્લાઈટ મારફત પહોચ્યા અને છરા સમાજના ગોરેવાંવ સ્થિત રવિભાઈને ત્યા રોકાય હતા. બીજા દિવસે સવારે રાજુ પટેલ અને ચંદ્રેશ ભટ્ટ કિરણ કુમારને મળ્યા અને ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવી હતી.
તેમની પાસેથી શૂટિંગની તારીખ લીધી. કિરણ કુમારે રૂ. બે લાખ એડવાન્સ માગ્યા હતા. અને કુલ ફી પેટે રૂ. પાંચ લાખ માગ્યા હતા. ફિલ્મનું કુલ બજેટ રૂ. 50 લાખ હતુ. આ લોકોએ કિરણ કુમારને રૂ.50 હજાર એડવાન્સ આપ્યા હતા. આ ફિલ્મમાં હતિન કુમારને પણ લેવાનો હતા. તેથી લોકો હીતને કુમારને પણ મળ્યા પરંતુ હીતેન કુમારે કહ્યું કે હુ વ્યસ્ત છું અને હું 20-05-09થી આવી શકીશ તેવી વાત કરી હતી. હીતેન કુમારને પણ રૂ. 50 હજાર એડવાન્સ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા 11થી 12 વચ્ચે થઈ હતી. તા. 20 થી ફિલ્મનું શૂટિંગ થનાર હતું પરંતુ તા. 13ના રોજ અશોક જાડેજા વિરૂદ્ધ ફરીયાદ નોંધાતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના ડીવાયએસપી આરકે પટેલે જણાવ્યું હતું કે આરોપીઓની પુછપરછમાં કિરણ કુમાર, હિતેન કુમાર અને ફરીદા મીરનું નામ ખુલ્યુ હોવાના કારણે તેઓને સમન્સ મોકલાશે.
