HomeSpotlightSpecial Articles Special Articles

ઓસડિયાં : કબજિયાત મટે છે

herble_medicineઓસડિયાં : કબજિયાત મટે છે



‘પાકાં ટામેટાંનો એક કપ રસ પીવાથી.
‘નરણે કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી.
‘લીંબુનો રસ ગરમ પાણીમાં સવારે-સાંજે પીવાથી.
‘ખજૂરને રાત્રે પલાળી રાખી, સવારે મસળી આ પાણી પીવાથી.
‘જમ્યા પછી તરત જ બપોરે-સાંજે ઇસબગુલ ફાકવું.
‘ગરમ પાણીમાં આદુંનો રસ, લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી.
‘રાત્રે એક-બે ખૂબ પાકાં કેળાં ખાવાથી.
‘તુલસીના ઉકાળામાં આદું કે સંૂઠ મેળવી પીવાથી.
‘જાયફળ લીંબુના રસમાં ઘસીને ઘસારો લેવાથી.
‘જમ્યા પછી હિમેજ ખૂબ ચાવીને ખાવાથી.



પુરુષત્વનું ધોતક કૌચા



કૌચાના વેલા ચોમાસામાં વાડે ચડે છે. તેને સુંવાળા મખમલ જેવા કાતરા થાય છે. તેના ઉપરની રુવાંટી ઊડે તો ખૂબ વલૂર આવે છે. જે છાણ ઘસવાથી જ જાય છે. કાતરા (શિંગ)માં વાલ આકારના કૌચા બીજ હોય છે. તેને કુવેચ પણ કહે છે.



કૌચા રસે મીઠા અને સહેજ કડછાં હોય છે. તાસીરે ગરમ, ગુણમાં ભારે, ચીકણા, ત્રિદોષ શામક હોય છે. કૌચાના બીને દૂધમાં ઉકાળી તેના ફોતરા દૂર કરી તેને સૂકવી ચૂર્ણ કરાય છે. કૌચા પાક તેની પ્રખ્યાત બનાવટ છે.



કૌચાને રાત્રે પાણીમાં પલાળી સવારે છોતરાં કાઢી કાચા ચાવી ખાવાથી તેના ચૂર્ણનું ઘી, સાકર સાથે સેવન કરવાથી તેનો પાક બનાવીને ખાવાથી જાતીય નબળાઇ દૂર થાય છે અને અસ્ખલિત પુરુષત્વ પ્રાપ્ત થાય છે. કૌચાના સેવનથી વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા પણ વધે છે.