
Spotlight
Special Articles Special Articles - 19 ઓક્ટોબર 1988ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું.
- પ્લેનમાં 135 મુસાફરો સવાર હતા, આ દુઘર્ટનામાં પાયલોટ, કેપ્ટન સહિત ૧૩૦ મુસાફરો માર્યા ગયા હતા.
- હાઇકોર્ટ ઇન્ડિયન ઐરલાઇન્સની જવાબદારી 90 ટકા ઠરાવી અને ઐરપોર્ટ ઓથોરીટીની જવાબદારી ૧૦ ટકા ઠરાવી, ભોગ બનેલા મુસાફરોના વારસદારોને તા૩૧મી ડિસે.૦૯ સુધીમાં વળતરની રકમ ચૂકવી દેવા હાઇકોર્ટનું ફરમાન, તા.19-10-1988ના રોજ ઇન્ડિયન ઐરલાઇન્સનું પ્લેને લેન્ડીંગ વખતે અમદાવાદ ઐરપોર્ટથી અઢી કિ.મી. દૂર ક્રેશ થયુ હતુ, આ દુઘર્ટનામાં પાયલોટ, કેપ્ટન સહિત ૧૩૦ મુસાફરો માર્યા ગયા હતા
ઓકટોબર-૧૯૮૮માં અમદાવાદ ઐરપોર્ટ નજીક ઇન્ડિયન ઐરલાઇન્સના વિમાન દુઘર્ટના કેસમાં માર્યા ગયેલા મુસાફરોના વારસદારોને નવ ટકા વ્યાજ સાથે યોગ્ય વળતર ચૂકવવા ગુજરાત હાઇકોર્ટ એક મહત્વના આદેશમાં ઇન્ડિયન ઐરલાઇન્સ અને ઐરપોર્ટ ઓથોરીટીને ફરમાન જારી કર્યુ છે જસ્ટિસ ઐમ.એસ.શાહ અને જસ્ટિસ હર્ષાબહેન દેવાણીની ખંડપીઠે આ વિમાની દુઘર્ટના માટે ઇન્ડિયન ઐરલાઇન્સની જવાબદારી ૯૦ ટકા ઠરાવી હતી, જયારે ઐરપોર્ટ ઓથોરીટીની જવાબદારી ૧૦ ટકા ઠરાવી હતી. હાઇકોર્ટ ભોગ બનેલાઓના વારસદારોને વળતરની રકમ તા.૩૧-૧૨-૦૯ સુધીમાં ચૂકવી દેવા પણ સ્પષ્ટ તાકીદ કરી હતી.
અગાઉ આ કેસમાં શહેરની સીટી સિવિલ કોર્ટ ઇન્ડિયન ઐરલાઇન્સની જવાબદારી ૭૦ ટકા ઠરાવી હતી, જયારે ઐરપોર્ટ ઓથોરીટીની જવાબદારી ૩૦ ગણાવી હતી અને તે મુજબ, છ ટકા વ્યાજ સાથે રૂ. છ કરોડથી વધુ રકમ વળતર પેટે વારસદારોને ચૂકવી આપવા હુકમ કર્યોહતો. સિવિલ કોર્ટના આ હુકમથી નારાજ થઇ ઇન્ડિયન ઐરલાઇન્સ અને ઐરપોર્ટ ઓથોરીટીઐ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. સાથે સાથે મૃતકોના વારસદારોએ પણ વળતરની રકમ વધારવા દાદ માંગતી અપીલ કરી હતી. જેની સુનાવણીના અંતે આજે હાઇકોર્ટ ઇન્ડિયન એરલાઇન્સની અપીલ ફગાવી દીધી હતી. જયારે એરપોર્ટ ઓથોરીટી અને દાવેદારોની અપીલો અઁશત: ગ્રાહ્ય રાખતા ચુકાદામાં સિવિલ કોર્ટ ઇન્ડિયન એરલાઇન્સની જવાબદારી જે ૭૦ ટકા ઠરાવી હતી, તે વધારી ૯૦ ટકા કરી હતી જયારે એરપોર્ટ ઓથોરીટીની જે જવાબદારી સિવિલ કોર્ટ ૩૦ ટકા ઠરાવી હતી, તે ઘટાડી હાઇકોર્ટ ૧૦ ટકા કરી હતી. ઉપરાંત સિવિલ કોર્ટ વળતરની રકમ છ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યોહતો તે પણ વધારી હાઇકોર્ટ નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા ઠરાવ્યુ હતુ. હાઇકોર્ટના આ હુકમ સામે સ્ટે આપવાની ઇન્ડિયન એરલાઇન્સ અને ઐરપોર્ટ ઓથોરીટીની વિનંતી પણ ખંડપીઠે ફગાવી દીધી હતી.
->> વિમાની દુઘર્ટના શું હતી?
ચકચારભર્યા આ કેસની હકીકત ઐવી છે કે, ગત તા.19-10-1988ના રોજ વહેલી સવારે ૬-૫૩ મિનિટે ઇન્ડિયન ઐરલાઇન્સનું બોઇંગ-૭૩૭ ઐરક્રાફટ અમદાવાદ ઐરપોર્ટથી અઢી કિ.મી દૂર અચાનક જ ક્રેશ થઇ તૂટી પડયુ હતુ. પ્લેનમાં બેઠેલા ૧૩૫ મુસાફરો પૈકી ૧૩૦ તો ઘટનાસ્થળે જ ગુજરી ગયા હતા, જયારે પાંચ મુસાફરો ગંભીર ઇજાઓ સાથે બચી ગયા હતા. ઇન્ડિયન એરલાઇન્સનું આ વિમાન મુંબઇથી અમદાવાદ આવી રહ્યું હતુ પરંતુ ફલાઇટના કેપ્ટન અને પાયલટની ભૂલના કારણે તે અમદાવાદ ઐરપોર્ટથી થોડે દૂર લેન્ડીંગ વખતે જ તૂટી પડયુ હતું.
->> વળતરની રકમથી નારાજ મૃતકોના વારસદારોઐ સિવિલ કોર્ટમાં દાવા કર્યા
વિમાની દુઘર્ટના બાદ ઇન્ડિયન ઐરલાઇન્સે મૃતક મુસાફરોના વારસદારોને બબ્બે લાખ રૂપિયા વળતર પેટે ચૂકવી આપ્યા હતા પરંતુ ઘણા વારસદારોને વળતરની આ રકમથી સંતોષ નહી થતા ૩૪થી વધુ વારસદારોએ વળતરની વધુ સહાય મેળવવા સિવિલ કોર્ટમાં જુદા જુદા દાવા કર્યા હતા.
->> વિમાની દુઘર્ટનાની તપાસ માટે જસ્ટિસ માથુરનું તપાસ પંચ નીમાયુ હતુ
વિમાની દુઘર્ટનામાં ૧૩૦ મુસાફરોના મોતના સમાચારને પગલે રાજયભરમાં ભારે ચકચાર મચી જતા રાજય સરકાર દ્વારા રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ ઐ.કે.માથુરનું તપાસ પંચ નીમ્યુ હતુ. એરક્રાફટ રૂલ્સ-૧૯૭૩ હેઠળ નીમાયેલા આ તપાસપંચે તા. ૩૧-૧-૮૯ના રોજ તેમનો ૧૮૦ જેટલા પાનાનો વિગતવાર તપાસ અહેવાલ સુપ્રત કર્યોહતો.
->> તપાસ પંચે દુઘર્ટના માટે કેપ્ટન અને પાયલટને જવાબદાર ઠરાવ્યા હતા
જસ્ટિસ માથુર તપાસ પંચે તેના અહેવાલમાં વિમાની દુઘર્ટના માટે બોઇંગ -૭૩૭ ફલાઇટના કેપ્ટન ઓ. એમ.દલાયા અને કો-પાયલટ દીપક નાગપાલને જવાબદાર ઠરાવ્યા હતા. તારણોમાં સ્પષ્ઠ ઠરાવાયુ હતુ કે, વિમાની દુઘર્ટના પાછળ મુખ્યત્વે ત્રણ બાબતો જવાબદાર છે. જેમાં કેપ્ટ અને પાયલટની ઐરર ઓફ જજમેન્ટ, હવામાનની ખરાબ વીઝીબીલીટી અને ઐરટ્રાફિક કંટ્રોલ તરફથી ફલાઇટને વીઝીબીલીટી ખરાબ હોવા બાબતે કોઇ સંદેશો નહી પાઠવાયો હોવાની બાબતનો સમાવેશ થાય છે.
->> દુઘર્ટના પહેલા કેપ્ટન અને પાયલટને કંઇક ઘટવાનો અંદેશ આવી જતા વાતચીત કરતા હતા
વિમાની દુઘર્ટના પહેલા કેપ્ટન અને પાયલટને કંઇક ઘટવાનો અંદેશો આવી જતા તેઓ ઐકબીજા સાથે વાતચીત કરતા હતા કે, ‘ યાર, કુછ હુઆ લગતા હૈ, યે (પ્લેન) મરવાએગા નહી, પર કુછ કરવાયેગા જરૂર’. બંને જણાઐ અકસ્માત ખાળવાના અસરકારક પ્રયાસ કરવાને બદલે વાતચીત ચાલુ રાખી હતી. જેમાં માઇનોર પ્રોબ્લેમ અને ખરાબ હવામાનની બાબતનો ઉલ્લેખ કરાયો હતો. તેમને પણ કદાચ અંદેશો નહી હોય કે, દુઘર્ટના મોટી ઘટી જશે.
->> ફાયરબ્રિગેડ પણ પોણા કલાક બાદ પહોંરયુ હતુ
ઐર ટ્રાફિક કંટ્રોલ તરફથી સમયસર સંદેશો નહી પહોંચાડવામાં આવતા ફાયરબ્રિગેડ પણ વિમાની દુઘર્ટનામાં લોકોના જીવ હોમાઇ ગયા બાદ પોણા કલાક પછી ઘટનાસ્થળે પહોંરયુ હતુ. બનાવ ૬-૫૩ઐ બન્યો, તે પછી ૭-૦૫ મિનિટે નારોલ વોટર વર્કસના કર્મચારી ક્રિશ્નામલી લખનપાલ પાંડેએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. સવારે ૭-૧૩ મિનિટે પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોણા કલાક બાદ લગભગ ૭.૪૦ મિનિટે ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંરયો હતો. જયારે ઘટનાસ્થળની એકદમ નજીક હોવાછતાં ઐરપોર્ટની ફાયર સીસ્ટમ તો તેના કરતા પણ મોડી આવી હતી, ત્યાં સુધીમાં તો બધુ પતી ગયુ હતુ.
->> હવામાન અને લાઇટની પરિસ્થિતિ જાણવામાં કેપ્ટન અને પાયલટ થાપ ખાઇ ગયા
બનાવના દિવસે ખરાબ હવામાનના કારણે વીઝીબીલીટી એકદમ કલીયર ન હતી. બીજુ કે, જયારે કોઇપણ પ્લેન લેન્ડીંગ થાય ત્યારે રાત્રે કે વહેલી પરોઢના સમયે ‘વાસીસ લાઇટ’ સીસ્ટમ હોય છે તેના આધારે લેન્ડીંગના એન્ગલનો નિર્ણય કરવાનો હોય છે. જેમાં લાઇટ બેઝ્ડ વીઝયુઅલ જોઇ વધતા-ઓછા પ્રમાણમાં લેન્ડીંગનો ઐન્ગલ લેવાનો હોય છે. જો તેમાં કંઇ ભૂલ થાય કે એન્ગલમાં કંઇ ગરબડ થાય તો લાઇટના વીઝયુઅલ બદલાયેલા જોવા મળે અને તરત ખબર પડે કે ઐન્ગલ ખોટો પકડાયો છે. ઉપરોકત વિમાની દુઘર્ટના વખતે ખુદ કેપ્ટન અને પાયલટ હવામાન અને લાઇટની પરિસ્થિતિ જાણવામાં જ થાપ ખાઇ ગયા હતા.
->> પ્લેનમાં એટલુ ફયુઅલ હતુ કે પાછુ મુંબઇ લઇ જઇ શકાય તો શા માટે લેન્ડીંગ કરાવ્યુ ?
મુંબઇથી અમદાવાદ આવતી આ ફલાઇટનો રન વે સમય ૪૦ મિનિટનો હતો એ વખતે પ્લેનમાં સવા બે કલાક સુધી ઉડાન ભરી શકે તેટલા પ્રમાણમાં ખાસ્સુ ફયુઅલ પ્લેનમાં હતુ. એટલે સુધી કે પ્લેનને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાને બદલે મુસાફરોના જીવ બચાવવા મુંબઇ ઐરપોર્ટ ફરી લઇ જવાયુ હોત તો પણ વાંધો આવે તેમ ન હતો. જો કેપ્ટન અને પાયલટને ખરાબ હવામાન કે દુઘર્ટનાનો અંદેશો પહેલેથી આવી જ ગયો હતો તો તેમણે ફલાઇટને શા માટે મંબઇ તરફ પાછી ના વાળી કે જયારે તેમાં પૂરતુ ફયુઅલ હતુ.
->> ઇલેકટ્રીક કનેકશન નહી મળવાથી પણ મુશ્કેલી સર્જાઇ હતી
ફલાઇટના લેન્ડીંગ વખતે આસીસ્ટ કરતી સુવિધાઓમાં ઇલેકટ્રીક કનેકશન પણ હોય છે પરંતુ તે વખતે ઇલેકટ્રીક કનેકશન નહી મળવાથી લેન્ડીંગમાં સહાયભૂત સુવિધાઓ પણ ચાલુ થઇ શકી ન હતી. દુઘર્ટના પાછળના કારણોમાં ઐક કારણ આ પણ હતુ.
->> દુઘર્ટનામાં ગુજ.વિધાપીઠના કુલપતિ વિનોદ ત્રિપાઠી બચી ગચા હતા
ઐ વખતે વિમાની દુઘર્ટનામાં પાંચેક જણ બચી ગયા તેમાં ગુજરાત વિધાપીઠના તત્કાલીન કુલપતિ વિનોદ ત્રિપાઠી અને અન્ય ઐક અશોક અગ્રવાલનો પણ સમાવેશ થતો હતો.
-- ઉષા બહેનને આજે પણ એ ગોજારા અકસ્માતની યાદો તાજી છે
અકસ્માતમાં પોતાના પતિને ગુમાવનાર ઉષા બહેનને આજે પણ એ ગોજારા અકસ્માતની યાદો તાજી છે. તે નવરાત્રીનો છેલ્લો દિવસ હતો, અને ઉષા બહેનના પતિ શરદ પટેલ બિઝનેસ પ્રવાસ પરથી પરત આવી રહ્યા હતા. તેમને લેવા માટે ડ્રાઈવર પણ ગાડી સાથે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયો હતો. પરંતુ લેન્ડીંગ વખતે પ્લેનને અકસ્માત નડ્યો અને કરૂણાંતિકા સર્જાઈ હતી. જ્યારે હું ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારે ચારે બાજુ મૃતદેહો જ દેખાતા હતા. હું બેભાન થઈ ગઈ હતી તેમ ઉષા બહેને જણાવ્યું હતું.