
Spotlight
Special Articles Special Articles દીવાનું મૂલ્ય જ્યોતિ છે
હિંદુ અને મુસ્લિમ, જૈન અને બુદ્ધ, શીખ અને ઇસાઇ આ બધા દીવા છે. શરીર દીવો છે. શરીરમાં જે આત્મા છે, તે જ્યોતિ છે. દીવાનું મૂલ્ય જ્યોતિથી છે.
દિવાળીની રાત્રિ લોકો દીવાથી કેવી રીતે સજાવે છે, પરંતુ સવાર થતાં જ કચરાના ઢગલામાં ફેંકી દે છે. કેમ? કારણ કે હવે તેમાં જ્યોતિ નથી.
આત્મા જ્યોતિ છે, જ્યોતિ-જ્યોતિમાં ફર્ક નથી તો હિંદુ અને મુસ્લિમમાં ફર્ક કેમ હોય? મનુષ્ય જાતિ એક છે. તેમને અલગ કરી લડાવવી માનવતાની વિરુદ્ધ એક ષડ્યંત્ર છે.
ખાવા માટે જીવવું ન જોઇએ
માણસની જિંદગી ખાવા-પીવામાં વીતી રહી છે. સવારે ઊઠતાંવેંત પહેલો પ્રશ્ન હોય છે, ચા બની ગઇ શું? રાત્રે બે વાગ્યા સુધી ખાતો રહે, પીતો રહે, ખાતા-પીતા સૂઇ ગયો. સવારે ઊઠ્યો તો ઊઠતાંની સાથે જ બોલે, ચા બની ગઇ શું?
હું પૂછું છું, આ માણસ છે કે ભૂખડી બારશ? યાદ રાખો ભોજન જરૂરી છે, પરંતુ ભોજનની પહેલાં ભજન જરૂરી છે. ભજન આત્માનો ખોરાક છે, આપણે જીવવા માટે ખાવું જોઇએ, ખાવા માટે જીવવું ન જોઇએ.
સંબંધિત સમાચાર
* કડવાં પ્રવચનો: સુખ અને શાંતિ
* કડવાં પ્રવચનો: જીવનમાં આલોચક જરૂરી છે
* કડવાં પ્રવચનો: પ્રાર્થના - જિંદગી એક ભવ્ય જાગરણ
* કડવાં પ્રવચનો: જોખી જોખીને બોલો, સંઘર્ષ કરો
* કડવાં પ્રવચનો: ધર્મ અને વિજ્ઞાનનું સંતુલન
* કડવાં પ્રવચનો: બહાનાબાજી ટાળો, અધિકાર છોડો
* કડવાં પ્રવચનો: મનુષ્યજાતિ એક છે
* કડવાં પ્રવચનો: ગુરુ વિનાની શક્તિ
