
Spotlight
Special Articles Special Articles
આયુર્વેદિક ચૂર્ણો અથવા તેલ વગેરેને પ્રતિલોમ ગતિથી કંઇક વધારે ભાર દઇને ઘસવાની ક્રિયાને ઉદ્વર્તન કહે છે. અહીં પ્રતિલોમ ગતિ એટલે નીચેથી ઉપરની દિશામાં ભાર દઇને ઘસવું તેમ સમજવું. આ ક્રિયા માલિશ કરતાં કંઇક જુદા પ્રકારની છે.
અભ્યંગ એટલે કે માલિશમાં તેલ વગેરે સ્નેહ દ્રવ્યો ઉપરથી નીચેની દિશામાં ઘસવામાં આવે છે. જયારે આ ક્રિયામાં તેલ સિવાય ચૂર્ણો, પાઉડર, ભૂકો વગેરે પણ વપરાય છે તથા તે નીચેથી ઉપરની દિશામાં સહેજ ભાર દઇને ઘસવામાં આવે છે. વ્યવહારમાં ચણાનો લોટ દૂધમાં મેળવીને ઘસવામાં આવે છે તે ઉદ્વર્તન જ છે.
ઉદ્વર્તન સોજાવાળા ભાગ પર ન કરવું જોઇએ. જે ભાગમાં ઇજા થયેલ હોય કે કંઇક વાગેલું હોય તે ભાગ પર પણ ઉદ્વર્તન ન કરવું જોઇએ. ચામડીના રોગોમાં, પકવ પીડિકા એટલે કે પાકેલી ફોલ્લી, ગૂમડાં પર પણ ઉદ્વર્તન ન કરવું જોઇએ. શીતપિત્ત અથવા શીળસના રોગોમાં પણ ઉદ્વર્તન ન કરવું જોઇએ.
ઉદ્વર્તન કેવી રીતે કરાય?
આ ક્રિયા અભ્યંગ એટલે કે માલિશની ક્રિયાથી વિચરીત છે. જે ચૂર્ણો દ્વારા ઉદ્વર્તન કરવાનું હોય તે ચૂણર્ોને દૂધ, ઘી, તેલ વગેરે જેવાં દ્રવ્યો સાથે મેળવીને લીસી પેસ્ટ જેવું બનાવી દેવામાં આવે છે. વ્યક્તિને સુવડાવીને કે બેસાડીને આ ચૂર્ણોની પેસ્ટ શરીરમાં નીચેથી ઉપરની તરફ સહેજ ભાર દઇને ઘસવામાં આવે છે.
આ ક્રિયા દરમિયાન વધારે ભાર ન દેવાઇ જાય તેનું ઘ્યાન રાખવું. કોઇ એક સ્થાન પર બેથી ચાર વાર આ પેસ્ટ દ્વારા ઘર્ષણ કરવું. ત્યાર બાદ પાંચેક મિનિટ રહેવા દેવું. પાંચેક મિનિટ પછી હૂંફાળા ગરમ પાણી દ્વારા સાફ કરી દેવું.
ઉદ્વર્તન કયાં દ્રવ્યો દ્વારા કરી શકાય?
ઉદ્વર્તનમાં ઉપયોગમાં લેવાનાં દ્રવ્યો રોગ ઋતુ અને દોષના પ્રાધાન્ય પ્રમાણે અલગ અલગ હોય છે. જે અનુભવી ચિકિત્સકની સલાહ અનુસાર લેવા. મોટે ભાગે અરીઠા, ચણાનો લોટ, ઇંટનો ભૂકો, તેલ, ઘી, વસા, દૂધ, દહીં, છાસ વગેરે દ્રવ્યો દ્વારા તથા જરૂર જણાય ત્યાં વિવિધ ચૂણર્ોતથા વનસ્પતિના કલ્ક દ્વારા (ચટણી દ્વારા) ઉદ્વર્તન કરવામાં આવે છે.
ઉદ્વર્તનથી થતા ફાયદા :
‘શરીર દ્દઢ બને છે.
‘માંસપેશીઓ મજબૂત બને છે તથા તેનું બંધારણ સુધરે છે.
‘વધારાનો મેદ ઓગળી જાય છે.
‘ચામડીની ચમક વધે છે.
‘ચામડી કોમળ, મદુ બને છે.
‘ચામડીના વર્ણમાં સુધારો થાય છે.
‘શરીરની દુર્ગંધ દૂર થાય છે.
‘શરીરમાં આળસ અને તંદ્રા રહેતી હોય તો દૂર થાય છે.
‘વાયુનું શમન થવાને કારણે ચામડીની સંવેદનાઓ વધે છે.
‘ખંજવાળ જેવા રોગો નાશ પામે છે.
અત્યારે વજન ઘટાડવાના કેટલાક જોખમી અને લાંબા ગાળે નુકસાન કરનારા જે પ્રયોગો કરવામાં આવે છે તેને સ્થાને નિષ્ણાત વૈધના માર્ગદર્શન હેઠળ જો પ્રકતિ મુજબ જરૂરી દ્રવ્યો (ચૂર્ણો વગેરે) દ્વારા ઉદ્વર્તન પદ્ધતિસર રીતે કરાવવામાં આવે તો સ્થૂળતાને દૂર કરી વજનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.
માંસપેશીઓ તથા જ્ઞાનતંતુઓના રોગોમાં વિવિધ ઉદ્વર્તનો કરી તેમાં લાભ મેળવી શકાય છે.