
Spotlight
Special Articles Special Articles
- ખજૂરની એક પેશી ચોખાના ઓસામણ સાથે મેળવી, ખૂબ વાટી તેમાં થોડું પાણી મેળવીને નાના બાળકોને બે ત્રણ વખત આપવાથી નબળાં, કંતાઈ ગયેલા બાળકો હૃષ્ટપુષ્ટ ભરાવદાર બને છે.
- એક ચમચી પાલખની ભાજીનો રસ લઈ મધમાં ભેળવી રોજ પાવાથી સુકલકડી બાળકો શકિતશાળી બને છે.
- પાકાં ટામેટાંનો તાજો રસ નાનાં બાળકોને દિવસમાં બે-ત્રણ વાર પાવાથી બાળકો નિરોગી અને બળવાન બને છે.
- બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.
- તુલસીના પાનનો રસ પાંચથી દસ ટીપાં પાણીમાં નાખીને રોજ પીવડાવવાથી બાળકના સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે. બાળકની ઉચાઈ વધે છે.
- દૂધ પીવડાવતાં પહેલા ટામેટાંનો એક ચમચી રસ પીવાથી, બાળકોને થતી દૂધની ઊલટી મટે છે.
- હળદર નાખી ગરમ કરેલા દૂધમાં સહેજ મીઠુંને ગોળ નાખીને પાવાથી બાળકોની શરદી, કફ અને સસણી મટે છે.
- લસણની એક કે બે કળી દૂધમાં પકાવી, ગાળી દૂધ પાવાથી બાળકોની મોટી ઉધરસ (હડખી ઉધરસ) મટે છે.
- ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પાવાથી બાળકોની ઉધરસ અને શ્વાસ મટે છે.
- નાગરવેલનાં પાનને દિવેલ ચોપડી સહેજ ગરમ કરી, બાળકની છાતી પર મૂકી ગરમ કપડાંથી હળવો શેક કરવાથી કફ છૂટો પડી જાય છે.
- લસણની કળીઓને કચડી, પોટલી બનાવી, બાળકના ગળામાં બાંધી રાખવાથી બાળકની કાળી ખાંસી (હુકિંગ કફ-હેડકી ઉધરસ) મટે છે.
- બાળકની છાતી કફથી ભરાઈ ગઈ હોય તો તુલસીના પાનનો રસ મધમાં મેળવી બે-ત્રણવાર પાવાથી તુલસીના રસને ગરમ કરી છાતી, નાક તથા કપાળે લગાડવાથી શરદી અને કફમાં ખૂબ રાહત મળે છે.
- છાસમાં વાવડિંગનું ચૂર્ણ પાવાથી નાનાં બાળકોના કરમિયાં મટે છે.
- તુલસીના પાનનો રસ મધમાં મેળવીને પેઢા પર ઘસવાથી બાળકના દાંત તકલીફ વગર સરળતાથી આવે છે.
- સફેદ કાંદાને કચરીને સૂંઘાડવાથી બાળકોની આંચકી-તાણમાં ફાયદો થાય છે.
- બાળકને પેટમાં દુ:ખે ત્યારે તેના પેશાબને પેટ ઉપર ચોપડવાથી લાભ થાય છે. નાના બાળકને છાશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.