HomeSpotlightSpecial Articles Special Articles

ઓસડિયાં

herble_medicineદાંતને સ્વસ્થ રાખવા છે?



ખાંડ કે ચાસણીનું વધુ પ્રમાણ ધરાવતાં આઈસક્રીમ, હલવો, ગુલાબજાંબુ, મીઠાઈ જેવી વસ્તુઓનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. કોલ્ડડ્રિં્કસ પીવાનું પણ ટાળવું. તેની સામે દૂધ, શાકભાજી, ચોખા અને ફળો ખાવાનું પ્રમાણ વધારવું. બીજી એક વાત કે નરમ ખોરાકની જગ્યાએ કઠણ ખોરાક ખાવાથી દાંતને વધુ ફાયદો થાય છે.



શરદી-ખાંસીને નાથનાર હંસરાજ



ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હંસરાજના છોડ વધુ જોવા મળે છે. આ હંસરાજ સ્વાદે કડવો પણ શરદી-ખાંસીનો નાશ કરનાર છે. તેમાંય કફપ્રધાન બાળકોનાં દર્દો માટે ઉત્તમ ઔષધિ મનાય છે.



બાળકને ઉધરસ આવતી હોય તો હંસરાજનાં ૩ થી ૪ પાન અને તુલસીનાં પાનનો રસ કાઢી મધ સાથે બાળકને આપવો. હંસરાજ પંચાગનો ઉકાળો કરી તેમાં મધ નાખી પીવાથી કફની ખાંસી મટે છે.



નાનાં બાળકોને છાતીમાં કફ ભરાઈ જાય છે, તે કફને ઊલટી દ્વારા બહાર કાઢવા હંસરાજના પાનનું ચૂર્ણ નવશેકા પાણી સાથે પિવડાવી તેની ઉપર થોડું વધુ પાણી પિવડાવવાથી બાળક સ્વસ્થ થશે. હંસરાજ, ગળો તથા જેઠીમધના ચૂર્ણનો ઉકાળો કરી તેમાં સાકર નાખી પીવાથી ઉનાળામાં થતી કે ગરમીના દોષથી થતી ખાંસી-શરદી-સળેખમ મટે છે.



ઓસડિયાં



‘ગળું આવી ગયું હોય તો સરકાના કોગળા કરવાથી મટે છે.
‘બાવળની છાલ ઉકાળીને કોગળા કરવાથી અથવા ચણોઠીનાં પાન ચાવવાથી મોંની ચાંદી મટે છે.
‘ગળું બેસી ગયું હોય તો મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી મટે છે તથા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી પણ બેસી ગયેલું ગળું ખૂલી જશે.
‘પાકું દાડમ ખાવાથી બેસેલો અવાજ ખૂલશે.
‘શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી બેસી ગયેલો અવાજ ખૂલશે.
‘લવિંગને સહેજ શેકી મોંમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
‘તુલસીનાં પાન ચાવવાથી મોંની દુર્ગંધ મટે છે.