
Spotlight
Special Articles Special Articles ઉત્તરનો બેડરૂમ અને નૈઋત્ય તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા ખરાબ વિચારો અપાવે. બેડરૂમમાં ઇશાન તરફ તાંબાના વાસણમાં પાણીમાં ગુલાબની પાંદડીઓ રાખવી.
વાસ્તુશાસ્ત્ર અસાઘ્ય રોગમાં મદદરૂપ થાય અથવા તો ખૂબ જ માનસિક તણાવમાં રાહત આપે કે પછી બાળકો માટે કે લગ્ન માટે મદદરૂપ થાય આવા સવાલો ઘણા બધા વાચકો પૂછતા હોય છે. એવું જરૂરી નથી કે સેલિબ્રિટીને સમસ્યા નથી હોતી અને એવું પણ જરૂરી નથી કે સામાન્ય આવક ધરાવતો માણસ દુ:ખી હોય છે. સાચા સુખની અનુભૂતિ કરાવવામાં મદદરૂપ થાય છે વાસ્તુશાસ્ત્ર.
આજે આપણે વાત કરીએ કિશનસિંઘના મકાનની. મુખ્ય ચાર બાજુને સમાંતર ન હોય તેવો આ પ્લોટ ૪૫ અંશ પર છે. વળી દક્ષિણના ભાગથી પશ્ચિમ તરફ ત્રાંસ છે. પશ્ચિમ નૈઋત્યમાં કૂવો આવેલો છે. આવા સંજોગોમાં ઘરમાં અસાઘ્ય રોગ આવે. ડોક્ટર અથવા વૈદને ફાયદો થાય તેની સંભાવના નકારી ન શકાય. ઘરમાં ખૂબ માનસકિ તણાવ, જીભથી ઉદભવતા પ્રશ્નો, સ્ત્રી વર્ગની સમસ્યા આવે છે. આમાં વધારો કરે છે નૈર્ઋત્યથી વાયવ્ય તરફ જતી સીડી, દક્ષિણ નૈઋત્યનું સંડાસ અને દક્ષિણનો ખૂણો.
ઘરનું મુખ્યદ્વારા અગ્નિનું છે, જે સ્ત્રીને લગતા પ્રશ્નો વધારે, ગર્ભાશયને લગતી સમસ્યા આવી શકે. નૈઋત્યથી બ્રહ્મ સુધીનો બેઠકરૂમ હતાશા આપે. ઉત્તરનો બેડરૂમ અને નૈઋત્ય તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા ખરાબ વિચારો અપાવે. ઇશાનમાં કબાટ અને ફ્રિજ વિચારોમાં વધારો કરી મન પર ભાર આપે. પૂર્વમાં રસોઇઘર યોગ્ય ગણાય. માત્ર રસોઇની દિશા બદલવી ખૂબ જ જરૂરી છે. એવરહેડ પાણીની ટાંકી પણ યોગ્ય જગ્યાએ છે. તેનાથી સમસ્યાઓ થોડી હળવી બને. સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબ વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે.
દરવાજા પર બહારની બાજુ પંચમુખી બેઠેલા ગણેશ અને અંદરની તરફ બેઠેલા ગણેશ લગાવવા. પ્લોટના પિશ્ચમના ખૂણાથી ૯૦ અંશના ખૂણા પર અગ્નિ તરફ એક ઇંટની પાળી કરી દેવી. વાયવ્ય પિશ્ચમમાં આંબો અને દક્ષિણ અગ્નિમાં બે ફૂલ દાડમ વાવવા. અગ્નિમાં ચંદન, પૂર્વમાં આમળા, ઇશાનમાં તુલસી, વાયવ્યમાં બીલી વાવવા યોગ્ય ગણાય. સંડાસના દરવાજા પર જમણી બાજુથી ડાબી બાજુ અને ઉપરથી ૧/૩ ઊચાઇ સુધી ચાંદીનો તાર લગાવવો. રસોઇઘરના પ્લેટફોર્મના ઇશાનમાં તાંબાનો કળશ પાણી ભરીને રાખવો.
ઇશાન તરફના કબાટમાં અડધે સુધી જગ્યા ખાલી રાખવી. બેડરૂમમાં ઇશાન તરફ તાંબાના વાસણમાં પાણીમાં ગુલાબની પાંદડી રાખવી. બેડરૂમની વાયવ્યની દીવાલ પર આછો જાંબલી, બેઠકરૂમની નૈર્ઋત્યની દીવાલ પર બરગંડી અથવા આછો વાદળી કલર લગાવવો. ઘરની મઘ્યમાં સફેદ લેમ્પ સંઘ્યા સમયે ચાલુ રાખવો.
શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, લીલા નાળિયેર, ગુલાબજળથી અભિષેક કરવો. મહામૃત્યુંજયના મંત્ર કરવા. સૂર્યને જળ ચડાવવું. ગુરુવારે ઉબરો પૂજી મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવવું. કીડિયારું પૂરવું. કુદરત પાસે માગીએ તો તે અશકયને પણ શક્ય કરી શકે છે. કુદરતની સારી ઊર્જા મેળવવાના નિયમોનો સારાંશ એટલે વાસ્તુશાસ્ત્ર.
