HomeSpotlightSpecial Articles Special Articles

કડવાં પ્રવચનો: સુખ અને શાંતિ

સત્સંગરૂપી જ્ઞાનનું ઝરણું



સંત-મુનિઓને પ્રેમ કરો કારણ કે તે તમારા કલ્યાણ-મિત્ર છે. સંત-મુનિ તમારા માટે એટલા ઉપયોગી છે, જેટલા ચાર રસ્તા પર ઊભેલા માણસ માટે માઇલસ્ટોન.



સંતનો સત્સંગ જ્ઞાનનું ઝરણું છે, જે થોડીક તો પ્યાસ બુઝાવે છે. કેટલાક લોકો એવા છે, જે માત્ર અકાદ-બે ઘૂંટડા જ પીએ છે અને આગળ વધે છે, કેટલાક લોકો એવા પણ છે જે ફકત કોગળા જ કરે છે.



સત્સંગના આ ઝરણામાં પ્યાસ તો બુઝાવવી જ છે, સાથે ઊડી ડૂબકીઓ પણ મારવી છે કારણ કે જિંદગીનાં અમૂલ્ય મોતી ઊડાઇએથી જ મળે.



સુખ અને શાંતિ



જીવનમાં સુખ અને શાંતિ ઇચ્છતા હો તો મોતનો અભ્યાસ કરો. મરતા પહેલાં એક વખત મરીને જુઓ. ગભરાઓ નહીં. મૃત્યુને યાદ કરવાથી તમે જલદી નહીં મરી જાવ. પરંતુ હા, મૃત્યુના સ્મરણથી તમારા મનમાં જે પાપ અને વાસનાઓ છે તે જરૂર મરી જશે, પણ આજનો માણસ બહુ ચાલાક છે, તે મૃત્યુનું નામ સુઘ્ધાં સાંભળવા નથી માગતો.



લગ્ન જેવા પ્રસંગે કોઇ બાળક બોલે કે ‘રામ બોલો ભાઇ રામ’, તો પછી જુઓ મજા! દરેક વ્યક્તિ તેને ફટકારશે. ઘ્યાન રહે: મૃત્યુની રાખ પર જીવનનો છોડ ઊગે છે અને જીવન પછી મૃત્યુની રાખમાં વિસર્જિત થઇ જાય છે.



tarunsagarji_bitter_speeche