
Spotlight
Special Articles Special Articles પુષ્ય નક્ષત્રના દેવતા બૃહસ્પતિ છે જે જ્ઞાન-વિજ્ઞાન તથા નીતિ નિર્ધારણમાં અગ્રણી બનાવે છે. આ નક્ષત્ર શનિની દશા દર્શાવે છે. શનિ સ્થિરતાના ધોતક છે, તેથી પુષ્ય નક્ષત્રમાં કરેલું કાર્ય લાંબા સમય સુધી રહેનારું છે. પુષ્ય નક્ષત્રનો યોગ તમામ પ્રકારના દોષોને દૂર કરનારો અને શુભ ફળદાયી છે.
આપણી ભારતીય સંસ્કૃતિ પૂર્ણ રૂપે પ્રકૃતિ સાથે જોડાઇને દૈનિક ક્રિયાઓ કરવાની સલાહ આપે છે. આપણા સૌર પરિવારમાં આમ તો અસંખ્ય તારાગણ છે, પરંતુ તેમાંથી અમારા જયોતિષી મનીષિયોએ પ્રકતિ, આકૃતિ તથા મહત્તાના આધારે ખાસ ૨૭ નક્ષત્રોને પસંદ કર્યા છે. આ ૨૭ નક્ષત્રોમાં કેટલાક તો એકલ રૂપે સ્વતંત્ર છે તથા કેટલાંક તારાસમૂહોને ભેગાં કરીને બનેલાં છે. આ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રને આપોઆપ અધિક પ્રભાવશાળી અને માનવીનું સહયોગી માનવામાં આવે છે.
આકાશમાં આનો ગણિતીય વિસ્તાર ૩ રાશિ, ૩ અંશ, ૨૦ કલાકથી ૩ રાશિ, ૧૬ અંશ, ૪૦ કલા સુધી છે. આ નક્ષત્ર વિષુવવૃત્ત રેખાથી ૧૮ અંશ, ૯ કલા, ૫૬ વિકલા ઉત્તરમાં બિરાજેલું છે. મુખ્ય રૂપથી આ નક્ષત્રના ત્રણ તારા છે, જેમાં એક તીરની આકૃતિ સમાન આકાશમાં દ્રષ્ટિગોચર થાય છે. આ તીરની અણી કેટલાય બારીક તારાસમૂહના પુંજ (ગુચ્છ)ના સ્વરૂપે જોવા મળે છે.
પુષ્ય નક્ષત્ર શરીરમાં અમાશય, પાંસળીઓ અને ફેફસાંને વિશેષ રૂપે પ્રભાવિત કરે છે. આ શુભ ગ્રહોથી પ્રભાવિત થઇને તેને દ્રઢ, પુષ્ટ અને નીરોગી બનાવે છે. આ નક્ષત્ર લઘુ સ્વભાવવાળો છે. જેનું સ્વાભાવિક ફળ વેપારમાં ઉન્નતિકારક, ભાગીદારી, જ્ઞાન પ્રાપ્તિ, કલા શીખવી, ઔષધિ નિર્માણ, મિત્રતા અને બૌદ્ધિક વિકાસ કરનારું છે.
આ ઊર્ધ્વમુખી નક્ષત્ર છે, જેના લીધે આ નક્ષત્રમાં મકાન નિર્માણ, ઘ્વજા રોહણ, મંદિર, સ્કૂલ અને દવાખાનું-હોસ્પિટલ) નિર્માણમાં વિશેષ ફળદાયી હોય છે. આની સાથે જ આ નક્ષત્રમાં રાજતિલક, હોદ્દો સંભાળવો-પદ ધારણ, હવાઇયાત્રા અને તોરણબંધન વિશેષ યશ અપાવે છે.
આ નક્ષત્રમાં પ્રારંભ કરેલું કાર્ય વિશેષ ફળદાયી અને સમૃદ્ધિ અપાવનારું હોય છે. પુષ્ય નક્ષત્રના દેવતા બૃહસ્પતિ છે જે જ્ઞાન-વિજ્ઞાન, દિશા નિર્દેશન ભાવ પ્રત્યે સજાગતા તથા નીતિ નિર્ધારણમાં અગ્રણી બનાવે છે. આ નક્ષત્ર શનિની દશાને દર્શાવે છે. શનિ સ્થિરતાના ધોતક છે. એટલા માટે પુષ્ય નક્ષત્રમાં કરેલું કાર્ય ચિર સ્થાયી હોય છે. આ બધા ગુણોની સાથે સાથે પુષ્ય નક્ષત્રનો યોગ તમામ પ્રકારના દોષો દૂર કરનાર છે અને શુભ ફળદાયી માનવામાં આવે છે. જો પુષ્ય નક્ષત્ર પાપ ગ્રહોથી યુકત હોય અથવા એ ગ્રહોથી પીડિત હોય, તારા ચક્રના અનુસાર પ્રતિકૂળ હોય તો પણ લગ્નને બાદ કરીને બીજા દરેક કાર્યોમાટે સર્વશ્રેષ્ઠ બતાવ્યું છે.
જો પુષ્ય નક્ષત્ર રવિવાર અથવા ગુરુવારે આવતું હોય તો રવિ પુષ્યામત કહેવાય છે. આ યોગમાં તંત્રસાધના, મંત્રસાધના, ગુરુમંત્ર ગ્રહ, ઔષધિ નિર્માણ કે ઉપાસના ફળદાયી હોય છે. એવી જ રીતે ગુરુ પુષ્યામૃત યોગ નવીન સ્થાન, વેપાર-ઉધોગ, આર્થિક વિનિમય, મંત્ર દીક્ષા, સંતદર્શન, મંદિર નિર્માણ માટે સર્વશ્રેષ્ઠ ગણાવ્યો છે.
પુષ્ય એટલે પુષ્ટ કરવું. સૂર્ય જયારે આ નક્ષત્રમાં સંક્રાંતિ કરે ત્યારે વનસ્પતિ સહિત સર્વ જીવોને પોષણ મળે છે. આ નક્ષત્રમાં દેવતાનો વાસ માનવામાં આવે છે. આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તેના પર દેવી-દેવતાઓની કપા હંમેશાં આપમેળે પ્રાપ્ત થતી રહે છે. રવિપુષ્ય નક્ષત્રમાં સોનું-ચાંદી, ઝવેરાત તથા નવા વર્ષના ચોપડા ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત મનાય છે. સાથે-સાથે આ યોગમાં વિભિન્ન યંત્રો જેવાં કે - શ્રી લક્ષ્મીયંત્ર, શ્રી મેરુલક્ષ્મી યંત્ર, શ્રી રિદ્ધિ-સિદ્ધિ ગણેશ યંત્ર, શ્રી ગાયત્રી યંત્ર, શ્રી નર્વાણ યંત્ર, ઘોડાની સિદ્ધ કરેલી નાળ, આકાક્ષી શ્રીફળ, શ્રી બગલામુખી યંત્ર, સર્વકાર્ય સિદ્ધિ યંત્ર જેવાં કેટલાંય યંત્રો સાથે યાંત્રિક, તાંત્રિક ઉપાસના અને દૈવી પ્રતિષ્ઠા કર્મ વિશેષ સાર્થક અને સિદ્ધ થાય છે.
---- પુષ્ય નક્ષત્ર સિદ્ધિયોગ શુભવાર અને ઉત્તમ દિવસ છે. આ દિવસે ચોપડા-સોનું-ચાંદી અને શુભકાર્ય માટેનું શુકનવંતુ નક્ષત્ર એટલે પુષ્ય નક્ષત્ર. જે તમામ નક્ષત્રમાં આ એક પવિત્ર-ઉત્તમ અને ફળદાયી નક્ષત્ર ગણાય છે. આ દિવસે ખરીદ કરેલી વસ્તુ લાભદાયી, ફળદાયી તેમજ શુભદાયી છે. ચોપડા ખરીદવા જતી વખતે કપાળમાં કુમકુમનો ચાંલ્લો કરી, પોતાના ઇષ્ટદેવ અને લક્ષ્મીજીને પગે લાગી, ગોળ ખાઇને શુભ શુકન જોઇને ખરીદી કરવા જવું. જેથી આખું વર્ષ કાર્યલાભ મળે છે. વેપાર-ધંધા માટે ઉત્તમ રહે છે. - જ્યોતિષી મયંકકુમાર પી.મહેતા
