HomeSpotlightSpecial Articles Special Articles

કળિયુગના શક્તિશાળી દેવતા

- ભક્તિ અને શક્તિમાં હનુમાનજી અતુલનીય છે. હનુમાન નામમાં અટલ શક્તિ છે. તેમના નામમાત્રથી ભૂત- પ્રેત ભાગી જાય છે.- પંચમુખી હનુમાન સ્ત્રોતના પાઠ કરવાથી ઘરની શુદ્ધિ થાય છે. દરેક પ્રકારના ભય દૂર થાય છે અને માનસ્ક શાંતિ મળે છે. હનુમાન સાડિકાના પાઠથી ભક્તનું દરેક રીતે કલ્યાણ થાય છે.

હનુમાનજી ભગવાન શંકરના અગિયારમા રુદ્ર અંશાવતાર છે. કળિયુગમાં હનુમાનજીને શક્તિશાળી દેવતા માનવામાં આવે છે. તેમની પૂજા અને ભક્તિ કરનારને બળ, બુદ્ધિ, યશ, આરોગ્ય, ચતુરાઇ, વાક્પટુતાની પ્રાપ્તિ થાય છે. ભક્તિ અને શક્તિમાં હનુમાનજી અતુલનીય છે. હનુમાન નામમાં અટલ શક્તિ છે. તેમના નામમાત્રથી ભૂત- પ્રેત ભાગી જાય છે.

હનુમાનજીની સાધનાથી દૈવિક-ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલા માટે કહેવાયું છે -

અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતાઅસ બર દીન જાનકી માતા

હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા નીચેના ઉપાયો કરો.

‘સુંદરકાંડના પાઠ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે અને કલેશ દૂર થાય છે. સતત ૪૧ દિવસ સુધી સુંદરકાંડના પાઠ કરવાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

‘હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદૂર લગાવવાથી તમામ કષ્ટોથી મુક્તિ મળે છે.

‘કોઇ કોર્ટકેસ કે જેલમાં બંધ હોય તો મુક્તિ માટે ૧૦૮ વખત સંકટમોચનનો પાઠ કરો.

બજરંગ બાણનો પાઠ :

અભિચારિક કર્મ જેવાં કે તંત્ર, મંત્ર, જાદુટોનાના પ્રભાવને નષ્ટ કરવા માટે ઘરે રોજ બજરંગ બાણનો પાઠ કરો.

‘હનુમાન ચાલીસા : હનુમાન ચાલીસાનો ૧૦૮ વખત પાઠ કરવાથી પરીક્ષામાં સફળતા અને સંકટોમાંથી મુક્તિ મળે છે.

‘અસાઘ્ય રોગોથી મુક્તિ માટે : હનુમાન બાહુકનો પાઠ નિત્ય કરવો કારણ કે નાસૈ રોગ હરૈ સબ પીરા, જપત નિરંતર હનુમંત વીરા.

સુરક્ષાની દ્રષ્ટિએ : એકાદશમુખ હનુમત કવચ અને રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરો.

ભોગ સામગ્રી : રોટલી, ગોળ, ચણા, લાડુ, ફળ અને મીઠું પાન.

દીર્ઘાયુ માટે : આ પૃથ્વી પર આઠ ચિરંજીવી થયા છે. જેના નિત્ય સ્મરણથી આયુમાં વૃદ્ધિ થાય છે હનુમાનજી, અશ્વસ્થામા, વેદવ્યાસ, વિભીષણ, કપાચાર્ય, પરશુરામ અને માર્કંડેય ઋષિ.

‘શનિની સાડાસાતી (કર્ક, સિંહ અને કન્યા) અને અઢી વર્ષની પનોતીવાળા (વૃષભ અને મકર રાશિવાળા)ને શનિના પ્રકોપથી બચવા અને તેને શાંત કરવા માટે તલનું તેલ થાળીમાં ભરી તેમાં તમારું મુખ જોઇને એ તેલનો દીવો હનુમાનજીના મંદિરમાં પ્રગટાવો અને શનિ સ્ત્રોતના પાઠ કરો.

‘મગ કે લાલ ચંદનની માળાથી ૧૧ માળાનો નીચેના મંત્રનો જાપ કરો.

ઓમં હં હનુમંતે નમ:
ઓમં હં હનુમંતે રુદ્રાત્મકાય હૂં ફટ્


કરંજના વૃક્ષના ઇશાન ખૂણાનું મૂળિયું લઇને તેનાથી હનુમાનજીની મૂર્તિ બનાવીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરી તેના પર સિંદૂરનો લેપ લગાવી મંત્રજાપ કરતા ઘરના દરવાજા પાસે દાટી દેવી.

આનાથી ઘરમાં ભૂત, ચોર, અગ્નિ, વિષ, રોગ અને સરકારી તકલીફ કયારેય નહીં આવે. ઘરમાં ધન-ધાન્ય અને પુત્રની વદ્ધિ થતી રહેશે.

‘વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા.

lord_hanuman