HomeSpotlightSpecial Articles Special Articles

શીતળતા બક્ષે શતાવરી

dadima_health_tipsઅનિદ્રા



- સૂતા પહેલાં ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી સરસ ઊઘ આવે છે.



- ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી તથા કાંદાનું રાયતું રાત્રે ખાવાથી ઊઘ આવે છે.



- પીંપરીમૂળના ચૂર્ણની ફાકી લેવાથી અને દિવેલ પગના તળિયે ઘસવાથી અથવા ગોળ સાથે ગંઠોડાનું ચૂર્ણ ખાવાથી અને ઉપર તરત ગરમ દૂધ પીવાથી સારી ઊઘ આવે છે.

- વરિયાળી અને દૂધનું શરબત ઠંડું પીવાથી અથવા જાયફળ, પીંપરીમૂળ તથા સાકર દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી ઊઘ આવે છે.



શીતળતા બક્ષે શતાવરી



ગુજરાતમાં શતાવરીના છોડ અનેક જગ્યાએ થાય છે. આ શતાવરી તૂરી-કડવી પણ શરીર માટે શીતળ હોય છે. આયુર્વેદમાં અનેક રોગો મટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. તેમાંય માતાનું ધાવણ વધારવા માટે શતાવરી અકસીર છે. આ માટે શતાવરીનું ચૂર્ણ રોજ બે વાર દૂધ સાથે લેવું.



અંગદાહ, પિત્તવિકાર અને વાયુમાં શતાવરીનું ચૂર્ણ ૫ થી ૧૦ ગ્રામ ખાંડવાળા ગરમ દૂધમાં ૧ ચમચી ઘી નાખી પીવું. ટાઢિયા તાવમાં શતાવરી અને જીરાનું ચૂર્ણ ૧૦ ગ્રામ જેટલું ૫૦ ગ્રામ ગરમ કરેલા પાણીમાં મેળવી પીવું. શતાવરી, બળદાણાના મૂળ અને કુંવાડિયાના મૂળનો કાઢો કરી સાકર નાખી પીવાથી લોહીવિકાર મટે છે. શતાવરીનું ચૂર્ણ રોજ દૂધ કે ઘી-સાકરમાં પીવાથી મૂત્રરોગો મટે છે.



વાળ ખરતાં અટકાવવા હોય તો...



કોઈપણ કારણોસર વાળ ખરતાં હોય તો, રાત્રે સૂતી વખતે એક બદામ પાણીમાં પલાળી લો. ત્યારબાદ સવારે તેને પથ્થર પર ઘસીને તેનો માવો દૂધમાં મેળવી ખાલી પેટે પીવાથી ફાયદો થાય છે.



આ સિવાય દર અઠવાડિયે પાંચ બદામનું સેવન કરવું તથા રોજ રાત્રે કોઈ સારી કંપનીના બદામના તેલથી ૧૫ થી ૨૦ મિનિટ માલિશ કરવી.