
Spotlight
Special Articles Special Articles આ મંદિરને જોવા દરરોજ ૨૦,૦૦૦ લોકો આવે છે
નવી દિલ્હીમાં આવેલા કમળ મંદિરથી ઘણા લોકો પરિચિત છે. છેલ્લાં વીસેક વર્ષમાં આ મંદિર એના બેનમૂન સ્થાપત્યને લીધે, એના વિશાળ, શાંત અને મૂર્તિહીન પ્રાર્થનાખંડને લીધે અને એની ચારે તરફ પથરાયેલા સુંદર બગીચાઓને લીધે ઘણી વિખ્યાતી પામ્યું છે.
આ મંદિરમાં બધા જ ધર્મ, જાતિ, વર્ગ, રંગ અને દેશના લોકોને, ટૂંકમાં મનુષ્યમાત્રને કોઇ જ ભેદભાવ વગર આવકારાય છે. એવો અંદાજ છે કે કમળ મંદિરને જોવા દરરોજ ૨૦,૦૦૦ લોકો આવે છે. જે એને ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સૌથી વધારે લોકો જોવા જતા હોય એવાં સ્થળોમાંનું એક સ્થળ બનાવે છે. આ મંદિરમાં કોઇ પણ દેવી-દેવતાની મૂર્તિ નથી. આ મંદિર બહાઇ ધર્મનું છે.
બહાઇ ધર્મની સ્થાપના ૧૮૬૩માં બહાઉલ્લાએ કરી. બહાઉલ્લા ઇરાનમાં ૧૮૧૭માં ઇરાનના રાજાના દરબારના એક મંત્રીને ત્યાં જન્મ્યા હતા. પણ એમણે દેશનિકાલ, અત્યાચાર, કારાવાસ અને દુ:ખની જિંદગી સ્વીકારી હતી. વિશ્વમાં એકતા, શાંતિ, ધર્મની એટલે કે સત્યુગની પુન:સ્થાપના થાય અને માનવજાતિને એક ‘પ્રગતિપૂર્વક સંસ્કતિ’ અને સામાજિક, આઘ્યાત્મિક, નૈતિક, વૈજ્ઞાનિક અને આર્થિક પ્રગતિના પથ પર ચાલવા માટે વિશ્વવ્યાપી બહાઇ સમુદાયે ઉપનિષદના આદર્શ ‘વસુધૈવ કુટુંબકમ્’નો સાક્ષાત્કાર કર્યો છે.
જેમ ભગવદ્ ગીતામાં શ્રીકષ્ણ કહે છે, કે દરેક યુગમાં જયારે જયારે અધર્મનું અભ્યુત્થાન થાય છે ત્યારે ધર્મની પુન:સ્થાપના થાય છે. જેના આધારે એક આઘ્યાત્મિકતા, સત્ય, પ્રેમ અને ન્યાયભર્યા સમાજનું-એટલે કે સત્યુગનું -પુન:નિર્માણ થાય છે.
