HomeSpotlightSpecial Articles Special Articles

મંગળ એક પ્રતાપી ગ્રહ તમારી કુંડળીમાં તે ક્યાં છે?

મંગળ એક પ્રતાપી, પરાક્રમી, બળવાન અને તામસ પ્રકૃતિનો ગ્રહ છે. મંગળ ઉપર ગણપતિ તથા કાર્તિક સ્વામીનું પ્રભુત્વ જોવા મળે છે. પત્ની, સંતાન, પરાક્રમ, જુસ્સો આ બધું મંગળની કપાથી જ પ્રાપ્ત થાય છે.

જન્મકુંડળીમાં મંગળ જ્યારે અગ્નિતત્ત્વની રાશિમાં આવે છે ત્યારે મનુષ્યને ગુસ્સો, પરાક્રમ, કાર્યદક્ષતા, હિંમત, પિત્તપ્રકતિ આ બધું આપે છે. મંગળ જયારે જળ રાશિમાં જાય છે ત્યારે વ્યક્તિ નબળા મનનો, ડરપોક, ગુપ્તકાર્યો કરનારો, દગો કરનારો બને છે.

કુંડળીમાં પહેલે, ચોથે, સાતમે, આઠમે, બારમે રહેલો મંગળ લગ્નમાં વિધ્નકર્તા બને છે. સાતમે રહેલો મંગળ સ્ત્રીથી વિયોગ આપે છે. ભગવાન રામચંદ્રની કુંડળીમાં પત્ની સ્થાનમાં મંગળ હતો માટે સીતાજીનો વિયોગ સહન કરવો પડયો. વૃષભ અને તુલા રાશિમાં મંગળ સ્ત્રીઓથી લાભ અપાવે છે. નાટક, સિનેમા ક્ષેત્રમાં સફળતા અપાવે છે. મિથુન અને કન્યા રાશિનો મંગળ પુત્રસુખ આપે છે.

ચંદ્રની કર્ક રાશિમાં રહેલો મંગળ ચીડિયો સ્વભાવ તથા પરદેશની મુસાફરી કરાવે છે. સૂર્યની સિંહ રાશિમાં રહેલો મંગળ પરાક્રમી, સ્ત્રી, ધન, પુત્ર વગેરેનું સુખ આપે છે, પરંતુ પુત્ર સાથે બનતું નથી. ગુરુની ધન, અને મીન રાશિમાં રહેલો મંગળ કીર્તિ, ધન અપાવે છે, પરંતુ છુપા શત્રુઓ આપે છે. શનિની મકર અને કુંભ રાશિમાં રહેલો મંગળ એકધારો ભાગ્યોદય થવા દેતો નથી. તમારી કુંડળી તપાસો મંગળ કઇ રાશિમાં અને કયા ગ્રહ સાથે પડેલો છે.

મંગળ † ચંદ્ર ખૂબ જ ધન અને યશ અપાવે છે. એકવાર પરદેશની મુસાફરી કરાવે. મંગળ † બુધ મેડિકલ લાઇનમાં સફળતા અપાવે છે. મંગળ † ગુરુ ખૂબ જ પૈસાપાત્ર, કીર્તિમાન તથા ગણિતમાં પ્રવીણ બનાવે. મંગળ † શુક્ર અવળા માર્ગે લઇ જાય. વ્યસનો, વ્યભિચાર વગેરે આપે છે. કેમેસ્ટ્રી જેવા વિષયોમાં પાવરધો બનાવે છે. મંગળ † શનિ ખરાબ ફળ આપે છે. જે સ્થાનમાં પડયા હોય તે સ્થાનને નુકસાન કરે છે, પરંતુ સંગીત- ચિત્રકળામાં નિપુર્ણ બનાવે છે.

કુંડળીમાં પહેલા ખાનામાં પડેલો મંગળ સાહસી બનાવે છે. બીજા સ્થાનમાં ધનનું સુખ આપે પરંતુ હાથ ખેંચમાં રહે. જુગાર-સટ્ટાથી નુકસાન થાય. ત્રીજા સ્થાનમાં પરાક્રમી તથા ભાઇનું સુખ ઓછું આપેે. ચોથા સ્થાનમાં માતા-પિતાને ખરાબ ફળ આપનાર બને. પત્નીથી વશ રહેનાર તથા પરાક્રમની બનાવે. પાંચમા સંતાન સ્થાને રહેલો મંગળ સંતતિ તરફથી દુ:ખ આપે. બાળકને ચંચળ મનવાળો તથા ટેક્નિકલ લાઇનમાં, પોલીસ લાઇનમાં સફળતા અપાવે. છઠ્ઠે શત્રુઓનો નાશ કરનાર પરાક્રમી, લક્ષ્મીવાન બનાવે. સાતમે લગ્ન-જીવનમાં અસંતોષ, ધંધામાં-ભાગીદારીમાં નુકસાન આપનાર બને છે.

આઠમે ઓછી આવરદા તથા આંખને નુકસાન કરે છે. ધનરહિત તથા બડાસ મારનારો બનાવે છે. નવમે ધંધામાં સફળતા, ભાગ્યવાન પરંતુ પિતાથી દુ:ખ મળે. દસમે ધનવાન, કુળદીપક, કીર્તિવાન, તંદુરસ્ત બનાવે છે. અગિયારમે ભાગ્યશાળી, સ્ત્રી-સંતાનસુખ અપાવે છે. બારમે ખરાબ ભાગ્યવાળો, ખૂબ જ મહેનતથી પૈસા મળે છે. ખોટી સોબતો, વ્યસનો આપે.

મંગળની કૃપા મેળવવા માટે ગણપતિની ઉપાસના કરવી જોઇએ. ૐ અંગારકાય નમ: મંત્રની માળા કરવી જોઇએ. ચતુર્થીનું વ્રત કરો. ગણપતિને દુર્વા અને જાસૂદનાં પુષ્પો, લાડુ અર્પણ કરો. લાલ રંગની ગાયને પ્રણામ કરી ગોળ, રોટલી ખવડાવો. સારો પતિ અથવા પત્ની મેળવવા માટે દર મંગળવારે ગણપતિ મંદિરે જવું.

marce_planet