
Spotlight
Special Articles Special Articles - કવિ માધવ રામાનુજની પુત્રીનો ગળાફાંસો ખાઈ આપઘાત
- ‘ ઉમરની સાથે જીવનનો ગ્રાફ ઉપર નહીં પણ નીચે જઇ રહ્યો છે ’
- નેહા : આપઘાત પહેલા માતા-પિતાને ફોન કર્યો
- ડિપ્રેશનના પોલીસના અનુમાનને પરિવાર-મિત્રોનું સમર્થન નહીં
જાણીતા કવિ અને લેખક માધવ રામાનુજની નાની અપરિણીત પુત્રી નેહાએ (૩૩) સોમવારે સવારે ૧૧.૩૦ વાગ્યે શ્રેયસ ક્રોસિંગ નજીક આવેલા વિક્રમ એપાર્ટમેન્ટ ખાતેના નિવાસસ્થાને ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી દીધી હતી. આ ઘટનાથી સાહિત્ય અને કળાની દુનિયામાં દર્દનાક સન્નાટો છવાઈ ગયો છે.
નેહાએ લખેલી અંતિમ ચિઠ્ઠી પરથી તે ડિપ્રેશનમાં હોવાનું પોલીસ માની રહી છે તો બીજી તરફ તેના પરિવારજનો અને મિત્રવર્તુળમાંથી આત્મહત્યાના આ કારણ અંગે સમર્થન મળતું નથી. આપઘાત કરતા પહેલા નેહાએ તેના માતા-પિતાને છેલ્લી વાર ફોન કરીને ‘ હું તમને બહુ તકલીફ આપું છું પણ હવે આવું નહીં થાય, મને માફ કરી દેજો ’ તેમ કહ્યું હતું.
જ્યારે ચિઠ્ઠીમાં નેહાએ પણ તેની લાગણીશીલતા વ્યકત કરતા લખ્યું હતું કે, ‘ ઉમરની સાથે જીવનનો ગ્રાફ ઉપર નહીં પણ નીચે જઇ રહ્યો છે.’ માધવ રામાનુજ જાણીતા સંવેદનશીલ કવિ હોવાની સાથેસાથે સિવિલ હોસ્પિટલના કિડની વિભાગમાં એચઆર વિભાગના વડા પણ છે. તેમની પુત્રી નેહા પણ ફાઇન આર્ટસ ક્ષેત્રે હોવાથી સમગ્ર સાહિત્ય-કળા જગતમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો.
તેમની પુત્રી નેહા સી. એન. વિધાલયમાં ફાઇન આર્ટસમાં પ્રાઘ્યાપિકા હતા. થોડા સમય પહેલાં ધંધૂકા પાસે માધવભાઇની કારને અકસ્માત નડતાં તેમનાં પત્ની લલિતાબહેનને હાથમાં ફ્રેકચર થયું હતું. તેથી લલિતાબહેન પણ રોજ સવારે ફિઝિયોથેરપી સારવાર માટે પતિ સાથે હોસ્પિટલ જતા હતા. સોમવારે સવારે માધવભાઈ અને લલિતાબહેન સિવિલ હોસ્પિટલ પહોંરયા હતા જ્યારે રજા રાખી હોવાથી નેહા ઘરે હતી.
સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે નેહાએ માધવભાઈના મોબાઇલ ફોન પર રિંગ કરી હતી અને મમ્મી સાથે વાત કરવાની ઇરછા દર્શાવી હતી. માધવભાઈએ ફોન તેમનાં પત્નીને આપ્યો હતો. રડમસ અવાજમાં નેહાએ મમ્મીને કહ્યું હતું કે ‘હું તમને બહુ તકલીફ આપું છું ને મને પણ તે ગમતું નથી પરંતુ હવેથી આવું નહીં થાય. મને માફ કરી દેજો...’ નેહાએ અગાઉ પણ આ પ્રકારના ફોન કર્યા હોવાથી લલિતાબહેનને થયું હતું કે ઘરે જઈને સમજાવી દઈશું એટલે બધું સારું થઈ જશે. જોકે દસ જ મિનિટમાં ફરી નેહાનો ફોન આવ્યો હતો.
તેમની સાથે પણ આવી જ વાત કરતાં માધવભાઈ ગભરાઈ ગયા હતા અને તુરત જ લલિતાબહેનને લઈને ઘરે પહોંરયા હતા. ફલેટના મુખ્ય દરવાજાની જાળી અંદરથી બંધ હોવાથી માધવભાઈ સાંકળ ખોલી અંદર પ્રવેશ્યા ત્યારે બેડરૂમમાં રાખોડી રંગનો ટી-શર્ટ અને પીળા રંગની કેપરીમાં દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં, નેહાનો મૃતદેહ લટકી રહ્યો હતો.
આ દ્દશ્ય જોઈને માધવભાઈ અને લલિતાબહેન આઘાતમાં સરી પડયાં હતાં. કરુણ ઘટનાની જાણ થતાં પાડોશીઓ તેમની મદદે દોડી આવ્યા હતા અને તુરત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી.
પોલીસે નેહાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે વી.એસ. હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસને બેડ પરથી સાદા રાઇટિંગ પેડના કાગળમાં ગુજરાતી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં નેહાએ પોતાનાં મોત માટે પોતે જ જવાબદાર હોવાનું લખ્યું છે. સેટેલાઇટના પીએસઆઇ એસ. એન. ખરાડીએ જણાવ્યું હતું કે હાલમાં તેમણે આ બનાવ અંગે અકસ્માત મોત દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નેહાએ મિત્રોને એસએમએસ કરીને હતાશા વ્યક્ત કરી હતી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે અંતિમ પગલું ભરતાં પહેલાં નેહા તેનાં માતા-પિતા અને મોટી બહેન દીપ્તિને જ નહીં પરંતુ તેના મિત્રોને એસ એમ એસ કરીને હતાશા વ્યકત કરી હતી. જેથી તેની બહેન દીપ્તિ સહિત ઘણા લોકો ઘરે દોડી આવ્યા હતા પરંતુ તે પહેલાં તો નેહાએ આ ફાની દુનિયા ત્યજી દીધી હતી.