HomeSpotlightSpecial Articles Special Articles

BRTS : બાઈકથી પાછળ, કારની લગોલગ

અમદાવાદીઓ જેની લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહ્યા છે એ બીઆરટીએસની મહત્ત્વાકાંક્ષી યોજનાનું લોકાર્પણ આખરે ૧૪મી ઓકટોબરે થશે. વિરાટમાંથી વિકરાળ બની રહેલી શહેરની ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યા આ નવી સેવા પછી કેટલી હલ થશે એ તો સમય જ કહેશે, પરંતુ સામાન્ય જનતાને સ્વાભાવિક રીતે જ એ સવાલ થાય કે દર પાંચ કે સાત મિનિટે બસ મળે તે સુવિધાથી આપણને પ્રેક્ટિકલી કેટલો ફાયદો?

અત્યારે જે લોકો બાઇક કે અન્ય ટુ-વ્હીલર પર પરિવહન કરે છે કે પછી કારમાં ફરે છે તેમના મનમાં એ જાણવાની ઉત્કંઠા છે કે ‘બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ’ની શરૂઆત પછી તેમની મુસાફરી કેટલી સસ્તી, સરળ અને સાનુકૂળ બનશે? ‘દિવ્ય ભાસ્કરે’ લોકોમાં ચર્ચાતા આ સવાલોના જવાબ મેળવવા કોશિશ કરી.

જે રૂટ ૧૪મીએ શરૂ થશે તે આરટીઓ સર્કલથી ચંદ્રનગર સુધી ભાસ્કરની એક ટીમ બસમાં, બીજી ટીમ બાઇક પર અને અન્ય એક ટીમ કારમાં એક જ સમયે અને એક સાથે એકબીજાની લગોલગ ફરી અને જે તારણ નીકળ્યાં એ મુજબ આ રૂટ પસાર કરતાં બાઇકચાલકને ૨૯ મિનિટ થઈ, કારમાં ૩૩ મિનિટમાં પહોંચાયું અને બસે પણ ૩૩ મિનિટ લીધી, પરંતુ સૌથી સસ્તી અને આરામદાયક મુસાફરી તો બસની જ છે તેવું લોકો અનુભવે છે.

આરટીઓથી ચંદ્રનગર-વાસણા સુધીનું અંતર ૧૨ કિલોમીટર, કુલ ૧૯ સ્ટેશન : બીઆરટીએસ સુવિધા કેટલી સસ્તી પડશે તેનું સર્વેક્ષણ

BRTS

બાઇકનો સમય :૨૯ મિનિટ
અંદાજે પેટ્રોલનો વપરાશ : ૩૦૦ મિ.લિટર
મુસાફરીનો ખર્ચ : ૧૪ રૂ.
અનુભવ : ટ્રાફિકના અડાબીડ જંગલને ભેદીને પસાર થવું પડે છે. માનસકિ તણાવ સતત રહે છે. ટ્રાફિક સગ્િનલ જેવા ‘કાનૂની અવરોધ’થી લઈ આડે ઊતરતાં પશુ કે રાહદારીઓનું પણ સતત ઘ્યાન રાખવું પડે છે. બીઆરટીએસ જેવો લીસો રસ્તો નથી.

BRTS

બીઆરટીએસને લાગેલો સમય: ૩૩ મિનિટ
મુસાફરીનો ખર્ચ : ૧૧ રૂપિયા
અનુભવ : આરામથી બસમાં મુસાફરી થઈ શકે છે. રસ્તામાં કોઈ અડચણ ન હોવાથી રન-વે પર બસ દોડતી હોય તેવું લાગે છે. જો કે દર સવા મિનિટે બસસ્ટેન્ડ આવતું હોવાથી થોડો કંટાળો પણ આવે છે. ઘણી વાર બાજુમાં વાહનોની લાંબી કતાર હોય ત્યારે બસ સડસડાટ પસાર થાય અને મુસાફર પોતાને વીઆઈપી મહેસૂસ કરે છે.

BRTS

કારનો સમય: ૩૩ મિનિટ
પેટ્રોલનો વપરાશ : ૭૦૦ મિ.લિટર
મુસાફરીનો ખર્ચ : ૩૫ રૂ.
અનુભવ : કાર ચલાવતી વખતે એક સેકન્ડ માટે પણ આસપાસ જોવાની તક રહેતી નથી. કેટલાક સ્થળે તો કાર ચાલતી હોવાને બદલે જાણે ખસતી હોય તેવું લાગે છે. સતત બ્રેક અને હોર્ન પર કંટ્રોલ ન હોય તો એકિસડન્ટની શક્યતા પૂરતી રહે છે.

બાઈકથી સફર કરવાના ફાયદા-ગેરફાયદા

Bike

ફાયદા

- બીઆરટીએસ કરતાં ઝડપી છે.
- જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી પોતાની રીતે જ પહોંચી શકાય છે.
- બસ તેના નિયત સ્ટેન્ડ પર ઊભી રહે છે, બાઇક માત્ર ટ્રાફિક સિગ્નલ પાસે જ થોભાવવું પડે છે.
- ત્રણ ઓવરબ્રિજ રૂટમાં હોવાથી સ્પીડ કવર કરી શકાય છે.

ગેરફાયદા

- બીઆરટીએસની સરખામણીમાં પેટ્રોલનો ખર્ચ ૪ રૂપિયા વધારે થાય છે.
- સતત ટ્રાફિકનો સામનો કરવો પડે છે.
- બાઇક અને તેના ચાલક બંનેને આસપાસની સ્થિતિ કંટ્રોલ કરે છે.
- ટ્રાફિક પોલીસ ગમે ત્યારે રોકે તો સમય બગડે છે.
- ટ્રાફિકના સગ્નિલને કારણે પિકઅવર્સમાં દરેક સ્થળે ૧થી ચાર મિનિટ જેટલો સમય બગડે છે.
- અત્યંત ભરચક રસ્તા હોવાથી અકસ્માતની સંભાવના વધે છે.

બીઆરટીએસ અંગે શું કહે છે મુસાફરો?

‘અમારા જમાનામાં આવી સગવડ નહોતી!’

અંધજનમંડળના કર્મચારી એમ.એસ. શાણે કહે છે,‘આ આરામદાયક અને આવકાર્ય સવલત છે. ટિકિટના દર પણ વ્યાજબી છે.

‘મુંબઈની લોકલ ટ્રેનની ગરજ સારે છે’

પ્રાઇવેટ કંપનીના એકાઉન્ટન્ટ હેમંત દવેએ કહ્યું કે, આ સેવા મુંબઈની લોકલ ટ્રેન જેવી છે.

બીઆરટીએસમાં જવું યોગ્ય-અયોગ્ય?

BRTS

બસ કયા સમયે કયા સ્ટેશને?

સ્ટેશન.........સમયઆરટીઓ..........૧૦:૨૨
ભાવસાર હોસ્ટેલ......૧૦:૨૫
અખબારનગર.......૧૦:૨૭
પ્રગતિનગર........૧૦:૨૯
શાસ્ત્રીનગર ........૧૦:૩૦
જયમંગલ..........૧૦:૩૨
સોલા ક્રોસરોડ....... ૧૦:૩૩
વાળીનાથચોક.......૧૦:૩૪
મેમનગર..........૧૦:૩૬
યુનિવર્સિટી.........૧૦:૩૮
અંધજન મંડળ.......૧૦:૩૯
હિંમતલાલ પાર્ક......૧૦:૪૧
શિવરંજની......... ૧૦:૪૩
ઝાંસીની રાણી.......૧૦:૪૫
નહેરુનગર..........૧૦:૪૭
માણેકબાગ......... ૧૦:૪૯
ધરણીધર..........૧૦:૫૨
અંજલિ ચારરસ્તા..... ૧૦:૫૩
ચંદ્રનગર-વાસણા.....૧૦:૫૫

ફાયદા

- બસ આરામદાયક છે.
- બાઇક અને કારની સરખામણીએ તણાવ ઓછો.
- સ્ટેશનોનું એનાઉન્સમેન્ટ થાય છે.
- વાંચતા, લેપટોપ સાથે, મ્યુઝિક સાંભળતા મુસાફરી થઈ શકે.

ગેરફાયદા

- એક ચોક્કસ રૂટ ઉપર ચાલે છે
- ચારરસ્તાથી બસ સ્ટેશન ખાસ્સા દૂર છે.
- આશરે દર સવા મિનિટે સ્ટેશન આવતા કંટાળો આવે છે.
- ભીડને લીધે ઊભા ઊભા સફર કરવી પડે છે.

કારમાં જવાથી શું સગવડ-શું મુશ્કેલી?

Trasffic

ફાયદા

- પોતાની મરજી મુજબના સમયે નીકળી શકાય છે.
- ટિકિટ માટે કે મુસાફરી માટે લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી.
- મુસાફરોની મોટી સંખ્યામાં જવાને બદલે સ્ટેટસ જાળવી શકાય છે.
- બસ અધવચ્ચે ઉતારે પછી રિક્ષા કે અન્ય વાહનમાં જવું પડે, જે કાર હોય તો ટાળી શકાય છે.

ગેરફાયદા

- સમય તો વધારે વેડફાય જ છે ઉપરાંત પેટ્રોલનો ખર્ચ પણ વધારે થાય છે.
- સતત સ્ટ્રેસમાં ડ્રાઇવિંગ કરવું પડે છે.
- ડ્રાઇવિંગ સિવાયની કોઈ એકિટવિટી થઈ શકતી નથી.
- કારચાલક પોતાના રૂટ પર આગળ વધી જાય અને ર્ટન જતો રહે તો પછી વળવા માટે એક-દોઢ કિલોમીટર આગળ જવું પડે છે.

સેવા વધુ ઝડપી બનાવવા શું કરવું જોઈએ?

બીઆરટીએસની બસ સરેરાશ ૨૫ કિ.મી. પ્રતિકલાક ચાલે છે અને દર સવા મિનિટે સ્ટેન્ડ આવે છે. જો આટલી ધીમી ઝડપે પણ આરટીઓથી ચંદ્રનગર સુધી ૩૩ મિનિટમાં પહોચાતું હોય તો આ જ સેવાને થોડી વિસ્તારીને એકસપ્રેસ બસની જેમ ૫ કે ૬ સ્ટોપ આપીને શરૂ કરવામાં આવે તો કેટલાક રૂટના મુસાફરોને ઓછા સમયમાં નિયત સ્થળે પહોંચાડી શકાય.