HomeSpotlightSpecial Articles Special Articles

પંચકર્મ - સ્નેહન

panchkarma_cureતમામ પ્રકારના રોગોને જડમૂળમાંથી ભગાડનાર સારવાર એટલે પંચકર્મ સારવાર. આ સારવાર ત્રણ તબક્કામાં કરવામાં આવે છે પ્રથમ પૂર્વકર્મ. જેમાં દીપન-પાચન તથા સ્નેહન અને સ્વેદનનો સમાવેશ થાય છે. આ પૈકી સ્નેહન ખૂબ જ અગત્યનું કર્મ છે. સ્નેહન કરાવવાવાળાં મુખ્ય ચાર દ્રવ્યો છે.



ઘી, તેલ, વસા તથા મજજા. અહીં જણાય છે કે પ્રથમ બે સ્નેહ શાકાહારી છે તથા અન્ય બે સ્નેહ બિનશાકાહારી છે. આ ચારેય પ્રકારના સ્નેહને બે રીતે પ્રયોગમાં લેવાય છે. (૧) આભ્યંતર-એટલે કે મોં વાટે પીવાનો પ્રયોગ તથા (૨) બાહ્ય- એટલે કે શરીરના વિવિધ ભાગો પર માલિશ, શિરોધારા જેવા સ્વરૂપે પ્રયોગ.



આભ્યંતર સ્નેહનના પ્રયોગો



‘તલનું તેલ દરરોજ સવારે ૨ મિલી.થી ૫ મિલી માત્રામાં લેવાથી સ્થૂળ વ્યકિત કશ થાય છે તથા કશ વ્યક્તિના વજનમાં વધારો થાય છે.



‘તલનું તેલ ૧૦ મિલીથી ૨૦ મિલી માત્રામાં હૂંફાળું કરીને દરરોજ લેવાથી મોંના લકવામાં ફાયદો થાય છે.



‘તલના તેલમાં લસણ કકળાવીને ૫ મિલી માત્રામાં દરરોજ લેવાથી રાંઝણમાં ફાયદો થાય છે.



‘તલના તેલમાં ફુદીનાનાં પાનાની ચટણી કકળાવીને ૨ મિલીમાં લેવાથી પેટનો દુખાવા મટે છે.



‘ગાયનું ઘી ૫ મિલી. માત્રામાં દરરોજ સવારે હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી ઉંમરને વધતી અટકાવી શકાય છે એટલે કે શરીરને યુવાન રાખી શકાય છે.



‘ગાયના ઘીમાંનાં કેટલાંક ઘટકો કોલેસ્ટરોલ વધતા દેતાં નથી તેથી કોલેસ્ટરોલની તકલીફવાળા દર્દીઓ પણ વૈધની સલાહ મુજબ યોગ્ય માત્રામાં દરરોજ લઇ શકે છે.



‘ગાયનું ઘી શતાવરી, અશ્વગંધા તથા અન્ય બલ્ય-બૃહણ ઔષધો દ્વારા બનાવીને દરરોજ લેવામાં આવે તો રોગી બળવાન બને છે.



‘ગાયના ઘીમાં અરડૂસીનો રસ મેળવી તેને સ્નેહપાક કલ્પના દ્વારા તૈયાર કરવાથી ટી.બી. તથા વધારે લોહી વહી જતું હોય (હેમરેજ) જેવા રોગોમાં અસરકારક પરિણામ આપે છે.



‘ગાયના ઘીમાં ડોડીની ચટણી કાલવીને તે ઘી દરરોજ લેવાથી ચશ્માંના નંબર ઘટે છે અથવા ઊતરી જાય છે.



‘અસ્થિ મજજા માટે અજાસ્થિ મજજાનો પ્રયોગ કરવામાં આવે છે. ચેતાતંત્રના વિવિધ રોગો જેવા કે ડિમાઇલિનેશન ઓફ ન્યૂરોન, અપર મોટર ન્યૂરોન ડિસઝિ, લકવો વગેરેમાં અસ્થિ મજજાને તેલ સાથે સદ્ધિ કરી ઉપયોગ કરવામાં આવે છે.



‘થેલેસેમિયા જેવા રક્તના રોગોમાં તથા લ્યુકેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા જેવા રોગોમાં નિષ્ણાત વૈધના માર્ગદર્શન નીચે તૈયાર કરેલ અસ્થિ મજજા તથા ગાયના ઘીના સંયુકત ઔષધથી અવશ્ય ફાયદો જણાય છે.



યાદ રાખો



‘નિષ્ણાત વૈધ દ્વારા નક્કી થયેલ સ્નેહ તથા માત્રા મુજબ જ સેવન કરવું.



‘સ્નેહન પ્રાત:કાલે નરણા કોઠે લેવું.



‘સ્નેહ દ્રવ્ય સાથે હૂંફાળું ગરમ પાણી અથવા સૂપ લેવો.



‘સ્નેહન દ્રવ્ય લીધા બાદ બે કલાક કંઇ લેવું નહીં.