
Spotlight
Special Articles Special Articles વાયવ્ય તરફથી ઘરમાં પ્રવેશવાથી બાળકોની ચિંતા, પડવા-આખડવાના બનાવો અથવા માતૃસુખમાં ઓછપ જેવી ઘટનાને નકારી ન શકાય.
જ્યારે કુંભકર્ણ ફરિયાદ કરે કે તેની ઊંઘ ઊડી ગઇ છે તો તે હકારાત્મક વાત ગણી શકાય. ઘરની બધી વ્યવસ્થાઓ પ્રત્યે આપણે ઊઘતા ઝડપાઇએ તેના કરતાં જાગૃત રહીએ તે ખૂબ જ જરૂરી છે. સાચી જાગૃતિની ભાવના ઊભી કરવામાં મદદ કરે છે વાસ્તુશાસ્ત્ર.
આજે આપણે વાત કરીએ રિદ્ધિ પટેલના મકાનની. સમચોરસ પ્લોટમાં ‘એલ’ આકારનું બાંધકામ દેખાય છે, પરંતુ તેને સ્લેબ લેવલે સમચોરસ ગણી શકાય. ઘરમાં વાયવ્ય પશ્ચિમ તરફથી અંદર અવાય છે, આના થકી બાળકોની ચિંતા, પડવા-આખડવાના બનાવો અથવા માતૃસુખમાં ઓછપ જેવી ઘટનાને નકારી ન શકાય. દરવાજાની સામે મંદિર ન હોઇ શકે તેથી આળસ આવી જાય છે. બેઠકરૂમ યોગ્ય જગ્યાએ ગણી શકાય, પણ બેઠક વ્યવસ્થાને લીધે સાચી વાત સાચા સમયે ન કહેવાના કારણે સમસ્યાઓ ઊભી થાય.
રસોડું તથા રસોઇની દિશા યોગ્ય ગણી શકાય. આવા ઘરમાં ગૃહિણી શોખથી રસોઇ બનાવતી હોય તેમજ રસોઇનો ભાવ પણ સચવાઇ રહે. નેર્ઋત્યમાં શયનખંડ પણ યોગ્ય જ ગણાય. તો પછી આ ઘરમાં આળસ આવવી અથવા તો નિરસતાનો પ્રશ્ન શા માટે? તેનું કારણ છે પલંગની દિશા અને સ્થાન. કબાટ પણ યોગ્ય જગ્યાએ ન જ ગણી શકાય. દાદરો યોગ્ય જગ્યાએ છે.
વાચકમિત્રો ઘરની ૭૦ ટકા સ્થિતિ નકશા મુજબ વાસ્તુનિયમોને આધારિત છે, છતાં પણ બીમારી, હતાશા, મૂંઝવણ, આર્થિક અંસતુલન જેવી વિવિધ સમસ્યા શાથી હોઇ શકે? કારણ કે વાસ્તુશાસ્ત્ર માત્ર નકશાથી ઘણું બધું વિશેષ છે.
આ મકાનમાં એક જ જગ્યાએ ત્રણ દરવાજા ભેગા થાય છે અને તે પણ બ્રહ્મમાં ભેગા થાય છે જે માનસકિ અશાંતિનું કારણ બને છે. બ્રહ્મમાં જ બાથરૂમ/ સંડાસ આવેલ છે જે બીમારી ઉપરાંત નકારાત્મક વિચારધારા આપે છે. વળી, ઇશાન અને ઉત્તરી વાવ્યવ્યના પિલર આ સમસ્યામાં વધારો કરે છે, તો પછી આ મકાનમાં તોડફોડ કરાય કે નહીં? કોઇ પણ પ્રકારની તોડફોડ ઘરની ઊર્જામાં અચાનક ફેરફાર કરે છે. તેથી માનસકિ અથડામણનો ભય ઊભો થાય છે.
વળી, તોડફોડ વિના જો નિવારણ શક્ય હોય તો તોડફોડ શાથી કરવી?
સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશામાં દર્શાવ્યા મુજબની રચના કરવી જરૂરી છે. ત્યાર બાદ સંડાસ પાસે દાદર સામેના ઓપનિંગ પર પડદો નાખી દેવો. ઘરની મઘ્યમાં સફેદ બલ્બ સંઘ્યા સમયે ચાલુ રાખવો. ઘરમાં મહામત્યુંજયના જાપ કરવા (ઇલેક્ટ્રોનિક સાધનો વાપર્યા વિના). બુધવારે શિવ મંદિરમાં દહીંમાં કાળા તલથી અભિષેક કરવો. દરરોજ શિવલિંગ પર પાણી, દૂધ, મધ, શેરડીનો રસનો અભિષેક કરવો. વાયવ્યમાં બીલી વાવવા.
સત્યને પારખવા સાચી દ્રષ્ટિની જરૂર પડે છે અને માયાવી વાતાવરણને આવરણ માની ઉતારી દેવું પડે છે. સત્યની નજીક લઇ જાય છે સારા વિચારો તથા મનની શાંતિ, આના માટે મદદરૂપ થાય છે મિત્ર સમાન વાસ્તુનિયમો.
