HomeSpotlightSpecial Articles Special Articles

તેરે નામ કા ફૂલ જગ મે ખીલે ગાંધીજી

૨ ઓકટોબર ૨૦૦૯ના રોજ ગાંધીજીની ૧૩૭મી જન્મજયંતી હતી. ‘સત્ય એ જ ઈશ્વર’ ને જીવનમંત્ર તરીકે સ્વીકારનાર ગાંધીજી બેરિસ્ટર બન્યા પછી ૨૪ એપ્રિલ ૧૮૯૩ના રોજ દાદા અબ્દુલ્લાની પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા એક વર્ષના કરાર પર ગયા.



એ કરાર મુજબ જવા-આવવાનું પ્રથમ વર્ગનું ખર્ચ અને રહેવા-જમવાનો ખર્ચ અસીલના માથે હતો. ફી પેટે ૧૦૫ પાઉન્ડ નક્કી થયા હતા. ત્યાં ૧૮૯૩થી ૧૮૯૬ સુધીના રોકાણ પછી તેઓ ૫ જૂન ૧૮૯૬ના રોજ ડર્બનથી આગબોટ ‘પોન્ગોલા’ માં ભારત આવવા નીકળ્યા હતા.



આ સમય દરમિયાન હજુ તેમને ‘મહાત્મા’ નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને ‘ભાઇ’ના સંબોધનથી બોલાવતા હતા. તેમની સુવાસ દક્ષિણ આફ્રિકામાં પ્રસરી ગઇ હતી એટલે હિંદીઓ તરફથી તેમના માનમાં વિદાય સમારંભો યોજાયા હતા.



આવો જ એક વિદાય સમારંભ ૪ જૂન ૧૮૯૬ના રોજ દક્ષિણ આફ્રિકાના હિંદી કોંગ્રેસ ભવનમાં દાદા અબ્દુલ્લાની અઘ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં તેમને આપવામાં આવેલ માનપત્ર દક્ષિણ આફ્રિકાની પ્રજાની ધાર્મિકભાવના, ગાંધીજી પ્રત્યેનો તેમનો પ્રેમ, દક્ષિણ આફ્રિકા કોંગ્રેસનું કાર્ય અને ગાંધીજીને પરત આવવાની ફરજ અસરકારક શૈલીમાં રજૂ કરે છે.



૨ જૂન ૧૮૯૬ના આ માનપત્ર નીચે ઉસ્માન નામ લખ્યું છે. માનપત્ર મસ્નવી શૈલી (ઉદૂર્-ફારસી ગધ શૈલીનો એક પ્રકાર)માં લખાયું છે. તેમાં ગાંધીજી માટેનો પ્રેમ અને માન સુંદર રીતે વ્યક્ત થયાં છે. ૧૧૩ વર્ષ પૂર્વે અપાયેલું આ માનપત્ર આજે પણ માણવા જેવું છે.



હબીબ ઉનકે અવલ મોહંમદ રસુલ,

સભુને કિયા દિન ઉસકા કબૂલ.

કુરન મેં લિખા હકને ખેરુલ અનામ,

નબુવત ખતમ ઔર દુરુદો સલામ.

સુની હિંદીઓ કી ખુદાને દુઆ,

દુઆ સે ગાંધી કા આના હુઆ.

ખુદાને કિયા હમ પર લુંફતો કરમ,

મોહનદાસ ગાંધી કા દિલ હૈ નરમ.

નસારુકા યે મુલક નાતાલ હૈ,

અવલ કાયદા યાકા બે તાલ હૈ.

વો હિદીકી કરતે ન દરકાર હૈ,

અકલમંદ એસી યે સરકાર હૈ.

મોહનદાસ દિલસે નસાર યે કિયા,

ફ્રેન્ચાઇસકા કામ અવલ કિયા.

ફતેહ સારે કામો મેં તુમકો મિલે,

તેરે નામ કા ફૂલ જગ મેં ખીલે.

ન દુશ્મન સે બિલકુલ વો દિલ મેં ડરે,

લગા કાયદા વો બરાબર લડે.

ઓરોસે ઉસકો હુઆ ફાયદા,

નસારુકા તોડા હૈ જુલ્મો જહાં.

સફાઇ સે ફિર કોંગ્રેસ ખડી,

હે તેરે હી દમ સે આગે પડી.

યે કોંગ્રેસ સે હોને સે ચર્ચા ચલી,

નસારો મેં તો પડ ગઇ ખલબલી.

આયા હે તાર ભાઇ કા જાના હે ઘર,

પડી હિંદીઓ કે દિલ મેં ફિકર.

મગર જાના તો જલ્દી આના યહાં,

નહીં તો હિંદીઓ કા ઠીકાના કહાં?

યે કોંગ્રેસ દુઆ તેરે હક મેં કરે,

તેરે ભાઇઓ ભી ઇસ મેં સામીલ રહે.

કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો,

ખુશી સાથ જલ્દી યહાં પર ફિરો.

ખતમ યહાં સે કરતા હૂં મેં મસ્નવી,

યે મીમ્બેર દુઆ ચાહતે હૈ મિલે સભી.



ગાંધીજીનાં માનપત્રોનું અદભૂત પ્રદર્શન ગાંધી વિચાર અભ્યાસ કેન્દ્ર, ભાવનગર વિશ્વ વિધાલય ખાતે હાલમાં સાબરમતી આશ્રમ, અમદાવાદના સૌજન્યથી યોજાઇ ગયું.



mahatma_gandhiji