HomeSpotlightSpecial Articles Special Articles

ચંદ્રકિરણોથી અમૃતવર્ષા

ભારતીય સંસ્કૃતિમાં પૂનમ ‘નિત્ય’વ્રત છે જે દેવતાઓની પ્રસન્નતા માટે નિરંતર કર્તવ્યભાવથી કરવામાં આવે છે. પૂનમ, અમાસ અને સંક્રાંતિને પર્વની શ્રેણીમાં મૂકવામાં આવ્યાં છે. જ્યોતિર્વિજ્ઞાનમાં પૂનમ ‘પૂર્ણા’ તિથિના નામથી પ્રસદ્ધિ છે. તેમનો સ્વામી ચંદ્ર છે, જે પૃથ્વીની ચારેય બાજુ ભ્રમણ કરે છે. તેના પ્રભાવ અને પ્રકાશથી વનસ્પતિ ઉત્પન્ન થાય છે, એટલે ચંદ્રને ‘ઔષધિપતિ’ કહેવામાં આવ્યો છે.



માનવજીવન ચંદ્રથી પ્રભાવિત છે જે ‘મન’નો કારક છે. જયોતિર્વિજ્ઞાન વગેરે ધર્મશાસ્ત્રોમાં પૂનમને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવી છે કારણ કે પૂનમના રોજ ચંદ્ર પોતાની સંપૂર્ણ કલાઓથી પરિપૂર્ણ રહે છે. મુહૂર્ત ગ્રંથોમાં પૂનમને અધિકાધિક શુભ ફળદાયી કહેવામાં આવી છે. એમાં વિવાહ, વાસ્તુ, યજ્ઞો વગેરે કર્મ, પ્રતિષ્ઠા કર્મ વગેરે શુભકાર્ય અધિકાધિક ફળદાયી હોય છે.



આખા વર્ષર્ની બાર પૂનમોનું પોતપોતાની રીતે અલગ અલગ મહત્ત્વ છે. ચૈત્રી પૂનમ- હનુમાન જયંતી અને વૈશાખ સ્નાનારંભ, વૈશાખી પૂનમ સ્નાન, દાન, જપ, હોમ, જેઠ પૂનમ વટસાવિત્રી વ્રત, આષાઢી પૂનમ ગુરુપૂિર્ણમા(વ્યાસ પૂજા), શ્રાવણી પૂનમ નારિયેળી પૂનમ, રક્ષાબંધન, મંગળા ગૌરી વ્રતારંભ, ભાદરવા પૂનમ મહાલયારંભ, આસો પૂનમ શરદ પૂનમ, મહાલક્ષ્મી પૂજન.



કારતક પૂનમ- ગુરુનાનક જયંતી, દેવદિવાળી, મત્સ્યાવતાર, માગશર પૂનમ દત્ત જયંતી, પોષી પૂનમ-શાકમ્ભરી પૂનમ, માઘ સ્નાનારંભ, માઘી પૂનમ-સ્નાન, દાન, સત્યનારાયણ વ્રત, પ્રયાગ અને ગંગાસ્નાન, કલ્પવાસ, ફાગણી પૂનમ-હોળીકા દહન, ચૈતન્ય મહાપ્રભુ જયંતી, વસંતોત્સવના આરંભના રૂપમાં ઓળખાય છે, જેનું પોતાનું આગવું મહત્ત્વ છે.



પૂનમને સત્યનારાયણ કથા તથા વ્રતનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. આ દિવસે સવારે વિષ્ણુ ભગવાનનું પંચોપચાર પૂજન તથા કથા શ્રવણની વિશેષ મહત્તા છે.



moon_rays_human_mind