
Spotlight
Special Articles Special Articles 
ગાંધીના જીવનની અણમોલ પળ કઇ? પ્રશ્નનો સહજ ઉત્તર મળે કે ભારતે આઝાદી મેળવી એ જ ધન્ય પળ હોય ને? એ ધન્યદિવસે ગાંધીના વૃદ્ધ ચહેરા પર કેવી ચમક અને નૂર હશે તે જોવાની સહજ ઇચ્છા થાય જ.
પરંતુ સ્વાધીનતાની એ ઘડી, લાલ કિલ્લા પરથી થતા સંબોધન, પ્રથમ શપથગ્રહણ સમારંભ વગેરેની ઉપલબ્ધ તસવીરો જોઇએ તો તમામ તસવીરોમાં ગાંધી તો કયાંય નથી ! હા , ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ સમગ્ર દેશ જયારે સ્વાધીનતાની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ગાંધી તો ઉજવણીમાં ભાગ લેવાનો ઇનકાર કરીને કોલકાતા પહોંરયા હતા. લાલ કિલ્લા પરથી ઐતિહાસિક સંબોધનો થઇ રહ્યાં હતાં ત્યારે ગાંધી કોલકાતાની કોમી આગમાં શેકાઇ રહ્યા હતા. આઝાદી મળવા સાથે જ કોલકાતા ભડકે બળતું હતું.
ગાંધીએ ચમત્કાર સર્જી રમખાણો અટકાવ્યાં પરંતુ ૩૧ ઓગસ્ટના રોજ ફરી તોફાનો ફાટી નીકળ્યાં. ગાંધી કોલકાતામાં એક મુસ્લિમ બિરાદરના મકાનમાં રહેતા હતા. સ્થિતિ એટલી સ્ફોટક હતી કે ગાંધીના સાથીદારોના જીવ પણ જોખમમાં મુકાઇ ગયા હતા.
નિ:સહાય ગાંધી
આઝાદી ઉજવણીમાં મહાલ્યા વિના કોલકાતા પહોંચેલા ગાંધી સપ્ટેમ્બર, ૧૯૪૭ માં રાજધાનીમાં પાછા ફર્યા ત્યારે ત્યાંં પણ ખૂની ખેલ જ ચાલી રાો હતો. પાકિસ્તાનમાં ચાલી રહેલી કત્લેઆમના પડઘા દિલ્હીમાં પડતા હતા. ગાંધી એ સમયે પણ પાકિસ્તાન પહોંચીને હિન્દુ લઘુમતીની સંભાળ લેવા માગતા હતા, પરંતુ દિલ્હી જ ના છોડી શકયા. એટલા દિવસમાં તો કદાચ બંને દેશો વરચેની સરહદો લોખંડી બની ચૂકી હતી. ગાંધીએ કહ્યું હતું .. ‘ મારા જીવનમાં આટલી નિ:સહાયતા મેં કયારેય અનુભવી નથી.’
દેશ સ્વાધીન બનતાં જ ગાંધીએ જીવનમાં પહેલીવાર નિ:સહાયતાનો અનુભવ કર્યો હતો. તે અરસામાં જ ૨ ઓકટોબર, ૧૯૪૭નો દિવસ આવ્યો. ગાંધી નહોતા જ જાણતા કે તેમના જીવનની એ અંતિમ વર્ષગાંઠ બની રહેશે. ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધી ફરી શાંતિની અપીલ સાથે ઉપવાસ પર બેઠા. તમામ સમૂહોએ શાંતિની ખાતરી આપતાં ૧૮ જાન્યુ.ના રોજ ઉપવાસ છોડયા. ગાંધીના એ છેલ્લા ઉપવાસ હતા. તે પછીની તારીખોની વાત આજે નથી જ કરવી. કારણ ? ૨ ઓકટોબરે ગાંધીની જન્મજયંતિ છે.
ગાંધીજીએ જીવનનો છેલ્લો જન્મદિવસ ઉજવ્યો ન હતો૨-૧૦-૧૯૪૭
૨ ઓકટોબર ,૧૮૬૯ ના રોજ સવારે ૭-૧૧ -૪૮ ના સુમારે પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીનો ૨-૧૦-૧૯૪૭ના રોજ ૭૮મો જન્મદિવસ હતો. ત્યાંજ ૨-૧૦-૧૯૪૭ના રોજ તેમનો જન્મદિવસ આવી પહોંચ્યો.
ભારત આઝાદ થયા પછીનો ગાંધીનો પ્રથમ જન્મદિવસ હતો (અને છેલ્લો જન્મદિવસ હતો તે જાણતા નહોતા). જન્મદિને વિશ્વભરમાંથી ગાંધી પર અભિનંદન અને શુભેચ્છાની વર્ષા થઇ રહી હતી. પરંતુ ગાંધીનું હ્યદય તો ?
દન કરી રહ્યું હતું. તેમની પ્રતિક્રિયા હતી, ‘આમાં અભિનંદનનો પ્રશ્ન જ કયાં આવે છે? શોકસંદેશા મોકલવા વધુ ઉચિત નહીં ગણાય? મારા હ્યદયમાં દર્દ સિવાય બીજુ કાંઇ જ નથી. ’ વિક્રમ સંવત મુજબ ૧૧ ઓકટોબરના રોજ ફરીથી ગાંધીનો જન્મદિવસ આવ્યો. તે દિવસે પણ ગાંધીએ જન્મદિવસની ઉજવણી કર્યા વિના ઉપવાસ જ કર્યો.
Name:
Email ID:
Comments:
Code: