HomeSpotlightSpecial Articles Special Articles

સેહવાગના ફોર્મ અને ફિટનેસની કસોટી થશે

Sehwagનાગપુરમાં આજથી મુંબઇ અને રેસ્ટ વચ્ચે ઇરાની કપનો પ્રારંભ

૩૮ વખતના રણજી ચેમ્પિયન મુંબઇ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમ વચ્ચે ગુરુવારથી ઇરાની કપ ક્રિકેટ મેચનો અહીં પ્રારંભ થઇ રહ્યો છે જેમાં યુવાનોને તેમની શક્તિ દર્શાવવાની તો તક મળશે જ પણ ભારતના આક્રમક ઓપનર વીરેન્દ્ર સેહવાગના ફોર્મ અને ફિટનેસની પણ કસોટી થઇ જશે.

સેહવાગ કેટલાક સમયથી ઇજાને કારણે ભારતીય ટીમમાં રમી શકતો નથી અને હવે તેણે આ મેચ સાથે પુનરાગમન કરવાનું છે. મે મહિના પછી સેહવાગ પહેલી વાર સ્પર્ધાત્મક મેચમાં રમી રહ્યો છે.

બંને ટીમ : રેસ્ટ ઓફ ઇન્ડિયા : વીરેન્દ્ર સેહવાગ (સુકાની), એમ. વિજય, એસ. બદ્રીનાથ, મનોજ તિવારી, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વરકુમાર, રિદ્ધિમાન સહા, એસ. શ્રીસંત, મુનાફ પટેલ, પ્રજ્ઞાન ઓઝા, કેદાર જાધવ, અભિનવ મુકુન્દ, ઉદય કૌલ, સુદીપ ત્યાગી.

મુંબઇ : વસિમ જાફર (સુકાની), અજિત અગરકર, સાહિલ કૂકરેજા, અજિંકય રહાણે, રોહિત શર્મા, પ્રશાંત નાયક, વિનાયક સામંત, રમેશ પોવાર, ઇકબાલ અબ્દુલ્લા, ધવલ કુલકર્ણી, રાહિલ શેખ, મુર્તઝા હુસૈન, સુશાંત મરાઠે, સૌરભ નેત્રાવલકર, ઓનકાર ખાનવિલકર.