Dainik Bhaskar Business Bhaskar Indiainfo DNA 3Dsyndication MyFM Mera Mobi
 
  Exclusive News 

એલર્જિક રાઇનાઇટીસની

Rhinitis_runny_noseએલર્જિક રાઇનાઇટીસ એ રોગ નથી પણ શારીરિક પીડા છે. તેનાં ચિહ્નો લગભગ સળેખમને મળતાં આવે છે. શું છે આ રાઈનાઇટીસની રામાયણ? ચાલો જાણીએ...

એલર્જિક રાઇનાઇટીસ એ એક શારીરિક પીડા છે. તેમાં દર્દી જયારે સંવેદનશીલ પદાર્થોના સંપર્કમાં આવે છે ત્યારે નાકમાંથી વધારે પડતું પાણી વહ્યા કરે છે. પુષ્કળ છીંકો આવે છે અને નાક બંધ પણ થઇ જાય છે. આપણે સળેખમ કહીએ છીએ તેને લગભગ મળતો આ રોગ છે.

વાતાવરણમાં રહેલા સંવેદનશીલ પદાર્થો(એલર્જન્સ) આપણામાંના કેટલાક લોકોને જુદી જુદી જાતના રોગો પેદા કરે છે. આ પ્રક્રિયાને એલર્જિક રિએકશન કહે છે. આ પદાર્થો જેવા કે પરાગરજ, ઘરની ધૂળ, પ્રદૂષણ વગેરેને એલર્જન્સ કહે છે.

કોમન કોલ્ડ અથવા શરદી જેવા રોગ કીટાણુઓ જેવાં કે વાયરસ, બેકટેરિયા વગેરેથી થાય છે. જયારે એલર્જિક રાઇનાઇટીસમાં નાકની અંત:ત્વચામાં અનેક એન્ટિજન એન્ટિબોડી રિએકશન થાય છે એટલે કે કોમન કોલ્ડ અને એલર્જિક રાઇનાઇટીસ એ બંને જુદા રોગો છે.

આ રોગમાં એલર્જન્સ જેવા કે ઘાસ, વનસ્પતિ, ફૂલ વગેરે ને પરાગરજ, ઘરની ધૂળના સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગ, સખત ગંધ કે દુર્ગંધ, ઠંડી હવા, એ.સી., વાતાવરણમાં અચાનક ફેરફાર, ઋતુઓની ફેરબદલી અથવા મિશ્ર ઋતુ વગેરેનો સમાવેશ થાય છે. સિઝનલ એલર્જિક રાઇનાઇટીસ અને પેરિનિયલ એલર્જિક રાઇનાઇટીસ એમ બે પ્રકાર છે.

સિઝનલ એલર્જિક રાઇનાઇટીસ

આ રોગ ખાસ સિઝનમાં ઘાસ, ફૂલો, વનસ્પતિ અને બિયારણ વગેરેમાંથી પોલન્સ અથવા પરાગરજ હોય છે તેનાથી થાય છે. સિઝનલ રાઇનાઇટીસન હે ફીવર તરીકે પણ ઓળખાય છે.

પેરિનિયલ એલર્જિક રાઇનાઇટીસ

ઘરની ધૂળના જંતુઓ (હાઉસ ડસ્ટ માઇટ) જે સામાન્ય રીતે પથારી, કાર્પેટ, પડદા, લાકડાંનાં ફર્નિચર વગેરેમાં હોય છે તે આ રોગ થવા માટે જવાબદાર છે. આ જંતુઓ મનુષ્યની નિર્જીવ ત્વચા ખરે છે તેની ઉપર નભે છે.

આ ઉપરાંત ફૂગ, પાલતુ પ્રાણીઓ (બિલાડી, કૂતરું, ઘોડો)નાં મળમૂત્ર, તીવ્ર ગંધ-સુગંધ, સ્પ્રે, પફર્યૂમ, સુવાસિત અગરબત્તી, બીડી-સિગારેટનો ધુમાડો, એરકન્ડિશનરનો વધુ પડતો ઉપયોગ, વાતાવરણનું પ્રદૂષણ વગેરે પરિબળો પણ આ રોગ પેદા કરવા માટે જવાબદાર છે.

લક્ષણો

ઉપર જણાવ્યું તે પ્રમાણે આ રોગમાં અવારનવાર ઓચિંતી છીંકો આવે છે. નાકમાંથી વધારે પડતું પ્રવાહી નીકળે છે. જેને રનિંગનોઝ કહે છે. નાક બંધ થઇ જાય છે. જે મુખ્ય લક્ષણો છે. તદુપરાંત નાક, આંખ અને મોમાં તાળવામાં ચળ આવવી. સ્વાદ કે ગંધની પરખ ન થવી, માથું દુખવું, સાયનસનો દુખાવો થવો, શરીર તૂટવું, ખાંસી આવવી, શ્વાસ ચઢવો વગેરે સામાન્ય લક્ષણો પણ કેટલાક દર્દીઓમાં જોવા મળે છે. આ રોગ સાથે દમ, ખરજવું જેવા રોગો પણ જોવા મળે છે.

આ રોગ વારસાગત પણ ઊતરી શકે છે. આ લક્ષણો એકાદ કલાક કે તેનાથી વધારે સમય સુધી જોવા મળે છે. આથી દર્દી પોતાનાં કાર્યમાં ઘ્યાન આપી શકતો નથી. કૌટુંબિક અને સામાજિક પ્રસંગોમાં ઉપસ્થિત રહેવામાં પણ તકલીફ પડે છે.

ટેલિફોન ઓપરેટર, રિસેપ્સનિસ્ટ, ગાયક કલાકારો, રેડિયો ટી.વી. અને નાટ્ય કલાકારો, રેસ્ટોરન્ટમાં કામ કરતાં કૂક અને વેઇટરો, ફૂડ પેકગિંમાં કામ કરતી વ્યકિતઓ, વિધાર્થીઓ વગેરે માટે આ રોગ પોતાના કાર્યક્ષેત્રમાં વિધ્નકર્તા છે.

સિઝનલ રાઇનાઇટીસમાં ઉપરોકત લક્ષણો ખૂબ જ તીવ્ર હોય છે પણ સિઝન પૂરતાં મર્યાદિત હોય છે. જયારે પેરિનિયલ રાઇનાઇટીસમાં આ લક્ષણોની તીવ્રતા ઓછી હોય છે. પરંતુ વધારે લાંબા સમય સુધી જોવા મળે છે.

નિદાન

આ રોગના નિદાનમાં દર્દીની ચેસ્ટ ફિઝિશિયન દ્વારા સંપૂર્ણ તપાસ બાદ સિઝનલ રાઇનાઇટીસ અથવા પેરિનિયલ રાઇનાઇટીસ છે તે નક્કી થાય છે. એલર્જિક રાઇનાઇટીસમાં એલર્જિક ટેસ્ટિંગ જેવાં કે સ્ક્રીન પ્રીક ટેસ્ટ અથવા લોહી દ્વારા કરવામાં આવતા રેસ્ટ ટેસ્ટ દ્વારા થાય છે. સિઝનલ રાઇનાઇટીસ જે સિઝન ફેરબદલી સાથે સંકળાયેલી છે એટલે તેનું નિદાન કરવું સહેલું છે.

કોમન કોલ્ડ (શરદી)માં તાવ આવે છે અને નાકમાંથી પાણીની જગ્યાએ ઘટ્ટ સફેદ પ્રવાહી નીકળે છે. કોઇકવાર શરીરનો દુખાવો પણ થાય છે. રાઇનાઇટીસમાં તાવ આવતો નથી. એલર્જિક રાઇનાઇટીસ એ દવાઓથી કંટ્રોલમાં આવતો રોગ છે. પણ કોઇક વખત કેટલાક દર્દીઓ જો સંવેદનશીલ પદાર્થોથી દૂર રહે તો આ રોગ દવા વગર પણ મટી શકે છે.

દ્વિચક્રી વાહનચાલકે હેલ્મેટનો ઉપયોગ કરવો. ગ્લાસવાળી હેલ્મેટથી ઝડપી પવનની અસર ઓછી થાય છે. તેથી રોગની માત્રા ઘટે છે. ઠંડા પદાર્થ કે પીણાં પીતાં પહેલાં થોડો સમય રૂમના વાતાવરણમાં રાખવાં જેથી ઠંડક ઓછી થાય, આ પીણાં પીધાં પછી સાદું પાણી પીવું.

રાત્રે સૂતી વખતે બંને નસકોરામાં ગરમ ખાધતેલ આંગળી વડે લગાવવું જેથી નસકોરાં ચોંટી ન જાય. સારવાર આ રોગ વાતાવરણમાં રહેલા કેટલાક સંવેદનશીલ પદાર્થોથી થાય છે. દર્દીને જાત અનુભવથી કયા પદાર્થોથી આ રોગનાં લક્ષણો જણાય છે તેની નોંધ રાખવી.

ભવિષ્યમાં આવા પદાર્થો કે વાતાવરણથી શકય હોય તેટલું દૂર રહેવા પ્રયત્ન કરવો જેથી રોગનો હુમલો ટાળી શકાય અથવા નહિંવત્ બનાવી શકાય છતાં પણ રોગ હોય તો આ લેખમાં જણાવ્યા પ્રમાણે એલર્જિક રાઇનાઇટીસ અટકાવવાના ઉપાયો કરવા. આ રોગ અસ્થમા (દમની) જેમ દવાઓથી કાબૂમાં આવતો રોગ છે. નોઝલ સ્પ્રેનો નિયમિત ઉપયોગ કરવો. આ સ્પ્રે બંને નસકોરામાં બે વખત સવાર સાંજ છાંટવો.

એલર્જિક રાઇનાઇટીસ એ રોગ નથી પણ શારીરિક પીડા છે તેનાથી ડરવાની જરૂર નથી. સારવાર કરવામાં આવે તો વ્યકિત તંદુરસ્ત અને દીઘાર્યુ જીવન જીવી શકે છે.

અટકાવવાના ઉપાયો

સિઝનલ એલર્જિક રાઇનાઇટીસમાં પરાગરજથી શકય તેટલું દૂર રહેવું. મુસાફરી ઓછી કરવી. ખુલ્લી જગ્યામાં ચાલવું કે દોડવું નહીં. સ્વિમિંગ ન કરવું.

બારી-બારણાં બંધ કરી શકય હોય તેટલું ઘરમાં રહેવું. બીડી-સિગારેટ કે દારૂ ન લેવાં. ઘરમાં પાલતુ પ્રાણીઓ ન રાખવાં અથવા પ્રાણીઓના સંપર્કમાં ઓછું રહેવું. આ રોગના દર્દીઓએ પોતાને રોગ ન વધે તેવો વ્યવસાય અપનાવવો.



Post your Feedback on Article

 

Name:

 

Email ID:

 

Comments:

 

 

 

 

 

 

 

Code: