HomeSpotlightMothers Day Mothers Day

મા તુઝે સલામ

maaશહીદો સે લિપટકર રોતી નહીં યે હોંસલા હમારે વતન કી માંઓ મેં હૈ....

જન્મદાત્રી મા જયારે કાળજે પત્થર મૂકીને પોતાના લાડકવાયાને જન્મભૂમિ માટે લડવા જવા દેવા વિદાય આપતી હશે ત્યારે તેના મનમાં અગણિત લાગણીઓ જન્મ લેતી હશે!

એક મા, ધરતીમાનાં રક્ષણ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરવા તૈયાર થાય છે ને જયારે મંજૂરી આપે છે ત્યારે તેની છાતી ગર્વથી ફૂલી નથી સમાતી કે તેનો પુત્ર એક બહાદુર સપિાહી બની રહ્યો છે, તેના મનમાં આવતા વિચારોનાં ઘોડાપૂરને થમાવી દઇને તે બસ તિરંગો લહેરાતો જ રહે તેને માટે પોતાનાં દિલના ટુકડાનો ધરતીમા માટે ત્યાગ આપવા તૈયાર થઇ જાય છે, તેવી માતાઓને લાખ લાખ વંદન પણ ઓછાં પડે છે અને જયારે તે પુત્ર દેશની રક્ષા કાજે વીરગતિ પામે છે અને શહીદ થાય છે ત્યારે મોંમાથી પસ્તાવાના શબ્દોનો એક હરફ માત્ર ન ઉચ્ચારતાં, તે વીર માતા તેના પુત્રને ગર્વનાં આંસુની સલામી આપે છે ત્યારે એ સલામી દેશના હજારો નાગરિકને રડાવી દે છે. તિરંગા ખાતર આ બેરંગી દુનિયાને છોડનાર વીર સિપાહી અને તેની માતા દેશભકિતનાં રંગે રંગાયેલાં લાગે છે.

આજે ‘મધર્સ-ડે’ નિમિત્તે એવી માતાઓ સાથે વાતચીત કરવાનો અલભ્ય મોકો પ્રાપ્ત થયો એ જ સટિી ભાસ્કરનું પરમ સૌભાગ્ય! આ હૃદયના ભાવોને સીમિત રાખીને એવી ગૌરવવંતી માતાઓની શબ્દાંજલિ તેમના લાડકા સુધી વાચકો દ્વારા પહોંચશે ત્યારે આકાશનાં તારામાં બેઠેલા એ શહીદોના ચહેરા પર વધુ ચમક આવશે ને તેમને હજારો આકાશગંગાઓની સલામી પ્રાપ્ત થશે!

મારો પુત્ર દેશની માટીમાં અમર છે

‘અમે મેઘાણીનગરમાં મિલિટરી કેમ્પના બહારના વિસ્તારમાં રહેતાં હતાં. બસ અમારા ઘર અને કેમ્પ વચ્ચે એક આડો કોટ હતો. નાનપણથી આ ટ્રેનિંગને બધું જોતાંજોતાં જ તે મોટો થયો ને તેને એમાં જ રસ પેદા થવા લાગ્યો. મારું અંતર ના પાડતું હતું પરંતુ ધોરણ ૧૨ પાસ થતાં જ તેણે અમને જણાવ્યા વગર જ આંધ્રપ્રદેશ (સાગર)માં ભરતી લઇ લીધી ને તે જ દિવસે સાંજે રવાના પણ થઇ ગયો. ૭ વર્ષ કાશ્મીર બોર્ડર પર અને ૩ વર્ષ આસામ બોર્ડર પર તેણે કામ કર્યું. ૯૯ની સાલમાં કારગિલના યુદ્ધ દરમિયાન જયારે તેની શહીદીની ખબર મળી તે વખતે તેની પત્ની ગર્ભવતી હતી. યુદ્ધ દરમિયાના આખી રાત હું તેના ફોનની રાહ જોતી બેસી રહેતી.

જો તે વખતે તેને રજા મળી હોત ને આવ્યો હોત તો તેને કદી પાછો જવા ન દેત! દેશ કાજે પ્રાણ આપનાર મારો પુત્ર આજે પણ દેશની માટીમાં ભળીને અમર છે, માએ લાગણી સાથે હિંમત પણ રાખવી પડે છે.’

નાના દિયર પણ આર્મીમાં જશે

શહીદ રાજેશ ચૌધરીનાં મોટા ભાભી નર્મિળાબહેન જણાવે છે કે ‘રાજેશજીની માતા તેઓ જયારે ૯ વર્ષના હતા ત્યારે જ ગુજરી ગયાં હતાં. તેમનાં મોટા ભાભી તરીકે માની જગ્યાએ તેમણે મને સ્થાન આપ્યું. હું લગ્ન કરીને આવી ત્યારે તેઓ ૧૫ વર્ષના હતા. મેં જ તેમને પુત્રની જેમ ઉછેર્યા, નાનપણમાં જયારે તેઓ બંદૂકથી રમતા ત્યારે તેમની મા કહેતી કે આ છોકરો જરૂરથી સપિાહી બનશે ને તેમનાં વાકયો જાણે સાચાં પડયાં. લગભગ ૯ વર્ષ તેમણે લશ્કરમાં કામ કર્યું.

જમ્મુના આતંકવાદી હુમલામાં જયારે તેઓ શહીદ થયા ને મને ફોન પર સમાચાર મળ્યા ત્યારે જાણે મારા પગ તળેથી ધરતી સરકી ગઇ! ઘરમાં સૌને કેવી રીતે કહેવું તે હિંમત રાખીને ધીરજથી કરવું પડયું. હવે સૌથી નાના દિયર પણ આર્મીમાં જોડાવા ઇરછે છે. પ્રભુ તેમને હંમેશાં જીત અપાવે.

માએ કયારેય હારવું ન જોઇએ

‘મારો અરબેશંકર જયારે વીરગતિ પામ્યો ત્યારે તે ૨૪ વર્ષનો હતો. ૧૦માં ધોરણનાં પરિણામ બાદ તે પોતાની મરજીથી અમદાવાદથી રાજકોટ ને પછી એહમદનગર ટ્રેનિંગમાં જોડાયો તેની ખુશીમાં મારી ખુશી હતી તેટલે કચવાતા મને મેં પણ રજા આપી. ૬ વર્ષ તેણે આર્મીમાં કામ કર્યું તેની સગાઇ પણ કરી, ડોઢા (જમ્મુ-કાશ્મીર) બોર્ડર પરના એક આતંકવાદી હુમલામાં તે શહીદ થયો ને મને સમાચાર મળ્યા ત્યારે મારા પર જાણે આફતોનો પહાડ તૂટી પડયો.

મારો અરબેશંકર તો ગયો પણ હું આજે બીજા હજારો જવાનોમાં મારા પુત્રનાં દર્શન કરતી તેમને દેશ કાજે હિંમતભેર રક્ષા કરી જીતવાની હાકલ કરું છું. મારો બીજો પુત્ર પણ આર્મીમાં જોડાવા ઇરછે છે તેને ના તો નહીં પાડું કારણ કે એક શહીદની મા છું. જવાનોને એક જ સંદેશ કે હંમેશાં વિજય પામો ને બહાદૂરીથી સામનો કરો. એક માએ કયારેય હારવું ન જોઇએ.’