
Spotlight
Mothers Day Mothers Day
જયારે જનની સંતાનો માટે બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે ત્યારે સંતાનોને સૌથી સારી ફ્રેન્ડ માતાનાં સ્વરૂપમાં મળે છે, આધુનિક યુગમાં બાળકોનાં ભવિષ્ય માટે બાળકો સાથે ભાગતી માતા મિત્ર બનવા માટે બાળકોના શોખને પણ પોતાનો શોખ અપનાવી તેની સાથે એકિટવિટી કલાસ જોઇન્ટ કરતી હોય છે, પહેરવેશની સાથે વિચારોથી પણ મોડર્ન બનેલી માતા કહે છે કે ‘મિત્ર બનીશું તો જ આજના જમાનામાં બાળકોને ઘરની વધારે નજીક રાખી શકીશું.
‘‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’’ સાચું જ કહેવાયુ છે, માતા જેવી મિત્ર દીવડો લઇને શોધવા જશો તો પણ કયારેય નહીં મળે, કારણ કે માતાને જ પોતાનાં સંતાનોની રગેરગની જાણકારી હોય છે. બદલતા યુગમાં ‘મમ્મી’ મોમ ચોકકસ બની છે પણ તેના પ્રેમની પરિભાષા બદલાઇ નથી.
તે મારો દીકરો નહી બેસ્ટ ફ્રેન્ડ છે...
અનુજા અને રિષભ સંગીતના તાલ-લય એક સાથે શીખે છે, અનુજા કહે છે કે ‘મારા હસબન્ડ જયારે સાઉથ આફ્રિકાની ટ્રીપ પર હતા ત્યારે મારા કરતાં મારા દીકરાએ મારું સૌથી વધારે ઘ્યાન રાખ્યું હતું, તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે’ જયારે રિષભ કહે છે કે ‘મારી મમ્મી હંમેશાં મારી જોડે ફ્રેન્ડ બનીને રહે છે પણ જયારે ભણવાની વાત આવે ત્યારે તે સ્ટ્રીક મોમ બની જાય છે. અનુજા ચા, રિષભ ચા
મિત્ર જેવી સલાહ મળી રહે છે...
ખ્યાતિ કહે છે કે ‘મારી દીકરી મારી બેસ્ટ ફ્રેન્ડ ત્યારે બની જયારે હું બીમાર હતી, તે સમયે ૬ વર્ષની ધ્રુવામાં દરેક સમજણ હતી તે પોતાનાં કામ કરતી અને મને કહેતી મમ્મી તેં દવા લીધી? બસ ત્યારથી તે મારી બેસ્ટ ફ્રેન્ડ બની ગઇ.’ ધ્રુવા કહે છે કે ‘સ્કૂલમાં મિત્રો સાથે મારી લડાઇ થાય છે પણ મમ્મી સાથે કયારેય નથી થતી કારણ કે તે મને સમજે છે અને સાચા મિત્રો તેને જ કહેવાય જે એકબીજાને કંઇ પણ કીધા વગર સમજી જાય.’ ખ્યાતિ ત્રિવેદી, ધ્રુવા ત્રિવેદી
બાળકોની ચોઇસ જાણો અને મિત્ર બનો...
હું મારા બાળક સાથે ટેનિસ શીખતી થઇ ત્યારથી અમારી મિત્રતા ઘણી ગાઢ થઇ ગઇ છે, તેની સાથે મારી ફ્રેન્ડશિપ મજબૂત બને તે માટે મેં નોકરી પણ છોડી દીધી છે, તેમાં પણ જયારે સિંગલ ચાઇલ્ડ હોય ત્યારે બાળક સાથે મિત્ર બનવું જરૂરી હોય છે.’ નવ વર્ષનો આર્થવ તેની મમ્મીને ટેનિસની કેટલીક બાબતો શીખવાડી તેને એક પાકા મિત્રની જેમ જોડે લઇ જવામાં માગે છે. મિત્રની જેમ દીપ્તિ અને આર્થવ એક સાથે ટેનિસની ટ્રેનિંગ લઇ રહ્યાં છે. દીપ્તિબહેન દવે, આર્થવ દવે
જયારે દીકરીએ મારો ડર દૂર કર્યો...
હેત અગ્રવાલ કહે છે કે ‘દીકરીને જોઇને તેની વધારે નજીક જવા માટે મેં આરંગેત્રમ તો શરૂ કરી દીધું પણ જયારે સ્ટેજ પર પરફોર્મ કરવાની વાત આવી ત્યારે હું ડરી ગઇ હતી ત્યારે દીકરીએ મારો ડર દૂર કર્યોહતો.’ ફ્રેન્ડશિપ ત્યારે જ ટકે છે જયારે એકબીજા સાથે નજીવી બાબતો પણ શેર કરવામાં આવે. ૧૩ વર્ષની સ્તુતિ કહે છે કે ‘હું મારી મમ્મી સાથે જેટલી વાતો શેર કરું છું તેનાથી વધારે મારી મમ્મી મને દરેક વાત શેર કરે છે, અમે ફ્રેન્ડ નહીં બેસ્ટ ફ્રેન્ડ છીએ. હેત અગ્રવાલ, સ્તુતિ અગ્રવાલ
Name:
Email ID:
Comments:
Code: