
Spotlight
Mothers Day Mothers Day
દીકરી માતા ના વિચારોને ફોલો કરીને જીવનમાં આગળ વધે છે પરંતુ ઘણી વખત આપણે આપણી દીકરીનાં દિલની વાત સાંભળીને તેની લાગણીઓને માન આપીને તેના વિચારોને દિશા આપીએ તો તેમાં સફળતા જરૂર મળશે
દરેક દીકરી માટે તેની માતા પ્રેરણારૂપ હોય છે પરંતુ કયારેક દીકરી પણ તેની માતા માટે પ્રેરણા પૂરી પાડે છે. મા-દીકરીનો સંબંધ જ એવો છે કે બંને એક બીજા માટે પૂરક બની રહે છે.
એક માતા કયારેક દીકરી હોય છે અને તેથી જ તે પોતાની દીકરીની લાગણીઓને અને વિચારોને ખૂબ જ સારી રીતે સમજી શકે છે. આવું દીકરીમાં પણ હોય છે કે દરેક દીકરી આગળ જતાં માતા બને છે અને તેથી જ એક દીકરી પણ પોતાની માતાને જેટલું સમજી શકે છે, જાણી શકે છે તેટલું બીજું કોઇ જાણી શકતું નથી. માતા-દીકરીનો સંબંધ જ લાગણીના એક એવા તાંતણાથી બંધાયો હોય છે જયાં એકબીજા માટેની સમજણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આજે સટિી ભાસ્કર એક એવી માતા અને દીકરીના સંબંધની વાત રજૂ કરે છે કે જેમાં દીકરી તેની માતા માટે પ્રેરણારૂપ બની છે અને માતાના વિચારો ગ્રહણ કરી દીકરી જીવનમાં આગળ વધી રહી છે.
મંજુબહેન ભટ્ટ પહેલાં ગવર્નમેન્ટ જોબ કરતાં હતાં તેઓ જણાવે છે કે દીકરી મેઘાના જન્મ પછી મેં જોબ છોડી દીધી અને દીકરીની સંભાળની જવાબદારી ઉપાડી લીધી. મેઘા જેમ જેમ મોટી થતી ગઇ તેમ તેમ તે મને કંઇક કાર્ય કરવા માટે કહેતી રહેતી, તેની ઇરછા એવી હતી કે હું કંઇક એવું કાર્ય કરું જેનાથી લોકોને પણ મદદ મળી રહે અને કંઇક અલગ લાગે.
ગયા વર્ષે મધર્સ-ડેના દિવસે પ્રથમ વખત મેં નેત્રનિદાન શિબિર, ફ્રી મેડિસનિ, બાળકોનો મેડિકલ ચેકઅપ અને આઇ ચેકઅપ કેમ્પ રાખ્યા હતા અને આ વર્ષ્ોપણ આજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તારાપુર ગામમાં આ કેમ્પ રાખ્યો છે. મારી દીકરીની ઇરછા હોવાથી આ કેમ્પ ખાસ મધર્સ-ડેના દિવસે જ રાખવાનું નક્કી કર્યું છે. મારી દીકરી પણ મને આ કેમ્પમાં ખૂબ મદદ કરે છે. મારા પતિ આઇપીએસ ઓફિસર હોવાથી અમારી સાથે તો નથી આવી શકતા પરંતુ તેમનો મને ખૂબ સપોર્ટ છે.
એક માતા તરીકે આજના દિવસે એટલો મેસેજ જરૂર આપવા ઇરછું છું કે, દીકરી માતાના વિચારોને ફોલો કરીને જીવનમાં આગળ વધે છે પરંતુ ઘણી વખત આપણે આપણી દીકરીના દિલની વાત સાંભળીને તેની લાગણીઓને માન આપીને તેના વિચારોને દિશા આપીએ તો તેમાં સફળતા જરૂર મળશે.
મેઘા ભટ્ટ હાલમાં બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં અભ્યાસ કરી રહી છે, તેને પૂછયું કે, હાલમાં જે જુનિયર ડોકટરો બને છે, તેઓ કોઇપણ ગામડાંમાં જવા નથી ઇરછતા તો તમે આવો વિસ્તાર સેવા માટે કેમ પસંદ કર્યોતેના જવાબમાં તેણે કહ્યું કે, આપણાં લેવલનાં લોકોને તો બધા જ હેલ્પ કરે છે પરંતુ જેને જરુરિયાત છે તેવાં લોકોને મદદ કરવી વધારે જરૂરી બની રહે છે.
આ વિચાર કેવી રીતે આવ્યો તેના જવાબમાં મેધાએ કહ્યું કે હું આ ફિલ્ડમાં જ છું. ઘણી વખત સિવિલમાં જવાનું થાય છે ત્યાં ઘણા ગરીબોને જોઉ છું તેઓ સામાન્ય ચાર્જ પણ આપી નથી શકતાં તો તેમના આરોગ્ય વિશે વિચારનાર કોણ? આ પ્રશ્ન મને મૂંઝવતો અને તેથી જ મને આ કાર્ય કરવાનો વિચાર આવ્યો. પોતાનું આઇડલ કોણ? એ સવાલના જવાબમાં તેણે મમ્મી અને પપ્પા બંનેને પોતાના જીવનના આઇડલ ગણાવ્યાં અને તેમાં પણ તે પોતાની મમ્મીના વિચારોને વધુ ફોલો કરવા ઇરછે છે.
માતા અને દીકરી વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ કઇ રીતે મજબૂત થાય છે તેના જવાબમાં મેધાએ કહ્યું કે, મારી અને મમ્મી વચ્ચે જનરેશન ગેપ નથી તે મને એની મિત્ર માને છે અને તેથી જ અમારા વિચારોમાં સામ્યતા વધુ છે. આજના યૂથને મેસેજ આપતાં તેણે કહ્યું કે, આજનો યુવાવર્ગ પોતાના એન્જોયમેન્ટમાંથી બહાર નથી આવતો, તેઓએ આવી એકિટવિટીઝમાં ભાગ લેવો જોઇએ. ઘણા બધાં લોકોને આપણી જરુર છે અને આપણે નકામી બાબતો પાછળ આપણો સમય બગાડીએ છીએ.