HomeSpotlightMothers Day Mothers Day

દત્તક માતૃત્વ

વિખ્યાત માતાઓ બાળકો દત્તક લેવા શા માટે પ્રેરાય છે? બાળક સ્વીકાર્યા પછી એમનો અનુભવ કેવોક રહે છે?

સુસ્મિતા સેન: મિસ અડોપ્શન

adopted son,adopted,son motherhood,motherhood,sonવિખ્યાત વ્યકિતઓમાં બાળક દત્તક લેવાનું પ્રમાણ વધુ હોવાની એક છાપ છે. આ છાપ સાવ ખોટી નથી. પણ ‘મોટા માણસો માટે બાળક દત્તક લેવું એ તો ડાબા હાથનો ખેલ હોય છે’ એવી એક પ્રચલિત માન્યતા ફેરવિચારણા માગી લે તેવી છે. જેમ કે, સુસ્મિતા સેન દીકરી દત્તક લેવા ગઈ ત્યારે થયેલા અનુભવ વિશે કહે છે: ‘એડોપ્શન એજન્સીવાળા મને કહેતા કે તમે અપરિણીત છો ને પાછા સ્ટાર છો, તમારી પાસે બાળક ઉછેરવાનો સમય કયાં છે?

તમારી લાઇફમાં પુરુષો આવે અને જાય... તમે કેવી રીતે બાળક પર ઘ્યાન આપશો? આખરે એક એજન્સી માંડ માંડ તૈયાર થઇ.’પછી પણ ગમી ગયેલી બાળકી ‘સ્વસ્થ’ ન હોવાને કારણે દત્તક આપી શકાય નહીં એવી દલીલો સામે ઝઝૂમવામાં અને કોર્ટનું કલીયરન્સ મેળવવામાં સુસ્મિતાએ ખાસ્સી દોડાદોડી કરવી પડી. ખેર, સુસ્મિતાની ઇરછાશકિત એટલી દ્રઢ હતી કે બધા અંતરાયો ઓળંગી શકાયા. આજે રીની દસ વર્ષની છે અને શારીરિક-માનસિક-બૌદ્ધિક તમામ સ્તરે સુપરફિટ છે!

‘રીની અત્યારે મરાઠી, અંગ્રેજી, તમિલ અને બંગાળી આ ચારેય ભાષાઓ કડકડાટ બોલી શકે છે,’ સુસ્મિતા સંતોષપૂર્વક કહે છે, ‘પોતે દત્તક પુત્રી છે, સગી નહીં, એ વાતે રીનીને કયારેય અસલામતીની લાગણી થઇ નથી. બાળકને તો આપણે જેવું ફીલ કરાવીએ એવું કરે. વળી, મા બનીને હું કંઇ બદલાઇ જવા માગતી નથી. મને તો સતત કામમાં રરયાંપરયાં રહેવું ગમે. હું ઇરછું કે રીની પણ મને હું જેવી છું એવી જ સ્વીકારે. મારી સગી પુત્રી હોત તો પણ મારી લાઇફસ્ટાઇલ આવી જ હોત.’

નાનકડી રીની માને છે કે બાયોલોજિકલ ચિન્ડ્રન હોવામાં શી મોટી ધાડ મારવાની છે? ઇટ્’સ બોરિંગ! સ્પેશિયલ તો એડોપ્ટેડ ચાઇલ્ડને કહેવાય કારણ કે એ સીધું હૃદયમાંથી જન્મ્યું હોય છે... ‘મારી મમ્મીને ડર છે કે જયારે હું ખરેખર મા બનીશ ત્યારે મારાં બાયોલોજિકલ સંતાનોને એમ જ લાગ્યા કરશે કે અમારામાં કંઇ ખાસ વાત નથી, કારણ કે મોટી બહેન રીની એમને ‘બોરિંગ... બોરિંગ’ કરીને ચીડવ્યાં કરતી હશે!’ સુસ્મિતા સેન હસી પડે છે અને પછી ઉમેરે છે,

‘હું એક ઓર બાળકી દત્તક લેવાનું વિચારું છું. મારે ખૂબ બધાં બાળકો જોઇએ છે, પછી તે મેં ખુદ પેદા કયાô હોય કે દત્તક હોય... અને તે બધી જ છોકરીઓ હોવી જોઇએ. બાબાઓ કરતાં બેબલીઓ સાથે મને ઘણી વધારે મજા આવે છે...’ સુસ્મિતા સેનના જીવનમાં એક કરતાં વધારે પ્રેમીઓ આવી ચૂકયા છે. એનું અંગત જીવન હંમેશાં વિવાદાસ્પદ રહ્યું છે. ‘પણ હું માત્ર એક જ લિવ-ઇન રિલેશનશિપ ધરાવું છું - રીની સાથેની. મારી રીની જ મારી સોલ-મેટ છે. અમે બન્ને, મા અને દીકરી, સાથે મળીને એક પૂરો એકમ બનાવીએ છીએ. અમારે સંપૂર્ણ હોવા માટે પુરુષની જરૂર નથી!’

મડોના: મટીરિયલ મોમ

adopted son,adopted,son motherhood,motherhood,sonમેગાસ્ટાર મડોના પોપસિંગર છે, પર્ફોર્મર છે, એકટ્રેસ છે, દુનિયાની સૌથી ધનિક સ્ત્રીઓની સૂચિમાં નિયમિતપણે સ્થાન પામે છે અને સાથે સાથે બે સગાં અને એક દત્તક સંતાનની માતા પણ છે. ‘મટિરિયલ ગર્લ’ના નામે જગવિખ્યાત બની ગયેલી આ પચાસ વર્ષીય અમેરિકન સુપર સેલિબ્રિટી ૨૦૦૬માં માલાવી નામના ગરીબ આફ્રિકન દેશની મુલાકાતે ગઇ હતી. એનો ઉદ્દેશ ત્યાં અનાથાશ્રમ સ્થાપવાના કામમાં મદદ કરવાનો હતો.

આ જ વિઝિટ દરમિયાન તેણે ડેવિડ બાન્ડા મ્વાલે નામના સપ્ટેમ્બર ૨૦૦૫માં જન્મેલા છોકરાને દત્તક લેવાના કાયદેસરનાં કાગળિયાં ફરી નાખ્યાં અને છોકરાને પોતાની સાથે અમેરિકા લઇ ગઇ ત્યારે વિવાદ જાગ્યો, કારણ કે માલાવીના નિયમ પ્રમાણે દત્તક લેનાર માબાપે વિધિ કરતાં પહેલાં કમ સે કમ એક વર્ષ અહીં રહેવું પડે. જોકે ઓપરાહ વિન્ફ્રે ટોક શોમાં મડોનાએ ચોખ્ખું સંભળાવી દીધું: ‘ખોટ્ટી વાત. માલાવીમાં એડોપ્શન માટેના કોઇ લિખિત નિયમો છે જ નહીં.

મિડિયાએ કારણવગરની હો-હા કરી એટલે કેટલાક લોકો બાળકો દત્તક લેવાનું વિચારતા હશે તોય માંડી વાળશે. મિડિયાએ બિચારાં આફ્રિકન અનાથ બરચાઓની મોટી કુસેવા કરી છે.’ હ્યુમન રાઇટ્સવાળાઓ પણ કૂદી પડેલા. ખેર, આજે આ બધી વાતો ભૂતકાળ બની ચૂકી છે. ડેવિડ આજે મડોના સાથે મજા કરી રહ્યો છે.મડોનાએ થોડા સમય પહેલા માલાવીમાંથી બીજા બાળકને એડોપ્ટ કરવાની ગતિવિધિ કરેલી, પણ આ વખતે તેને સફળતા ન મળી; ઊલટાનું, એ પોતાના પૈસા અને સ્ટેટસનો અજુગતો ગેરફાયદો ઉઠાવી રહી છે તેવા આક્ષેપો પણ થયા. માતૃત્વ કંઇ સરળ બાબત નથી. એમાંય એડોપ્ટેડ માતૃત્વ તો બિલકુલ નહીં!

એન્જેલિના જોલી: મેઘધનુષી માતા

adopted son,adopted,son motherhood,motherhood,sonમડોના કરતાં તેને એડોપ્શનની પ્રેરણા આપનાર ઓસ્કાર વિનર હોલીવૂડ એકટ્રેસ એન્જેલિના જોલી વધારે નસીબદાર છે. મડોના માત્ર એક જ બાળકને દત્તક લઇ શકી છે, જ્યારે એન્જેલિના ત્રણ-ત્રણ એડોપ્ટેડ બાળકોની માતા છે. પોતે જણેલાં ત્રણ બચ્ચાં તો નોખાં! ‘મારે તો રેઇનબો ફેમિલી બનાવવું છે,’ તેંત્રીસ વર્ષીય એન્જેલિના હંમેશાં કહેતી આવી છે, ‘મેઘધનુષ્યમાં જેમ સાત રંગો હોય તેમ મારાં બાળકોમાં પણ ધર્મ, દેશ અને કલ્ચરનું પૂરેપૂરું વૈવિઘ્ય હોય તેમ હું ઇચ્છું છું.’

એન્જેલિના જે બોલે છે તે કરી બતાવે છે. ૨૦૦૨માં તેણે કંબોડિયાના સાત મહિનાના છોકરા મેડોકસને દત્તક લીધો. ૨૦૦૫માં ઇથિયોપિયાની છ મહિનાની બાળકી ઝહારાને એડોપ્ટ કરી. પછીના વર્ષે એને નામિબિયામાં સિઝેરિયનથી સંતાન અવતર્યું, જેનું એણે શિલોહ એવું નામ પાડયું. શિલોહે હજુ એક વર્ષ પણ પૂરું નહોતું કર્યું ને એણે વિયેતનામમાંથી ત્રીજા બાળકને દત્તક લીધું. એ જ વર્ષે તે પાછી પ્રેગનન્ટ બની ને ૨૦૦૮માં એણે એક નહીં પણ બબ્બે બાળકોને જન્મ આપ્યો. નોકસ અને વિવિયન નામનાં આ બરચાં ફ્રાન્સમાં અવતર્યા!

જાણીતી હસ્તી બાળક દત્તક લે એટલે વિવાદ થયા વગર ન રહે. ઝહારાને એન્જેલિના અમેરિકા લઇ ગઇ ને મિડિયાનો અમુક વર્ગ કહેવા માંડ્યો: ઝહારાની કંબોડિયન મા હજુ જીવે છે અને તેને પોતાની દીકરી પાછી જોઇએ છે! જોકે પાછળથી એ સ્ત્રીએ આ અહેવાલોને રદિયો આપ્યો અને કહ્યું કે મારી દીકરીને તો હું ભાગ્યશાળી ગણું છે કે એને આવડી મોટી હિરોઇને દત્તક લીધી...

મેડોકસના મામલામાં પણ કાનૂની ગૂંચ ઊભી થઇ હતી. એ મામલે એન્જેલિનાના ભૂતપૂર્વ પતિ બિલી બોબ થ્રોમ્પટને પણ ઉંબાડિયું કરેલું. ‘એન્જેલિનાએ પેલી ગરીબ કંબોડિયન સ્ત્રીની લાચારીનો ગેરલાભ લીધો હોય એવી શક્યતા પૂરેપૂરી છે.’ એન્જેલિનાનું અંગત જીવન હંમેશાં રંગીન રહ્યું છે. બ્રેડ પિટ એનો ત્રીજો કાયદેસરનો પતિ છે. એન્જેલિના-બ્રેડનાં લગ્ન થયાં ત્યારે એન્જેલિના ઓલરેડી બે બાળકોને દત્તક લઇ ચૂકી હતી. બ્રેડ પિટ પછી આ બન્ને બરચાંનો કાયદેસર રીતે એડોપ્ટ પિતા બન્યો અને તેમને ‘જોલી-પિટ’ એવી અટક આપી.

મજા જુઓ. ઠેર ઠેરથી માનવપ્રાણીઓને દત્તક લેનારાં એન્જેલિના-બ્રેડને અમેરિકાના ન્યુ ઓર્લિઓન્સના એક એનિમલ શેલ્ટરે ત્રણ મહિનાનું લાબ્રાડોર કૂતરું એડોપ્ટ કરવાની ધડ દઇને ના પાડી દીધી! ‘એમ કંઇ અમે ગમે તે ટોમ, ડિક અને બ્રેડને અમારાં કૂરકૂરિયાં ન આપી દઇએ!’ એનિમલ શેલ્ટરના અધિકારી કહે છે, ‘તમારી પાસે ખૂબ બધા પૈસા, માનમોભો ને રૂપાળી પત્ની હોય તો શું થયું?

બ્રેડ અને એન્જેલિના અમે આપેલું ફોર્મ સંતોષકારક રીતે ભરી ન શક્યાં અને એન્જેલિના તો જુદી જુદી જાતનાં કૂતરાં વિશે કશું જાણતી જ નથી. અમારે કપલનું મેરિટલ સ્ટેટસ પણ ઘ્યાનમાં લેવું પડે. ટ્રેડિશનલ પરિવારોમાં કૂતરાં વધારે સુખી રહે છે, યુ નો!’ એન્જેલિના-બ્રેડ હવે ભારતના કોઇ ગરીબ બરચાને દત્તક લેવાનું ગંભીરતાથી વિચારી રહ્યાં હોવાની વાત ચાલી છે, પણ સાથોસાથ એવા પણ એક સમાચાર ચમક્યા છે કે હમણાં હમણાંથી એન્જેલિનાને બ્રેડ સાથે વાંકુ પડ્યું છે અને વાત કદાચ છૂટાછેડા સુધી પણ પહોંચે.