
Spotlight
Mothers Day Mothers Day
તમને નોકરી મળી ગયા પછી તમારી આ ઇમ્પ્રેશનને કાયમ રાખવા તમારે થોડો પ્રયત્ન કરવો જોઇએ.જયારે તમે કોઇ પ્રેઝન્ટેશન આપવા કે કોન્ફરન્સમાં જાવ ત્યારે તમે પહેરેલા કમ્ફર્ટેબલ કપડાં તમારો આત્મવિશ્વાસ વધારે છે.
ઘણીવાર મહિલાઓ ઓફિસમાં કેવા કપડાં પહેરવાં તે માટે બહુ કન્ફયૂઝ હોય છે. ઓફિસમાં પહેરવામાં આવતા કપડાં સૌ પ્રથમ તો કમ્ફર્ટેબલ હોવાં જોઇએ. વળી તેનો રંગ અને પ્રિન્ટ તમને સૂટ થવાં જોઇએ. તે વધુ પડતાં ખુલ્લાં કે અકદમ ફીટ પણ ન હોવાં જોઇએ. તમારી પર્સનાલિટીમાં વધારો કરવાં જોઇએ.
>>>જો તમે સાડી પહેરતાં હો તો તેના પાલવ પર પાટલી લઇ પીન લગાવો. પાર્ટીમાં પહેરો તે સ્ટાઇલથી સાડી પહેરીને-પાલવને લહેરાતો રાખીને આવો તો તમને કામ કરવાનું ફાવશે નહીં.
>>>સાડીની નીચેનો પેટીકોટ વધુ ઊચો કે નીચો ન હોય કે પછી બ્લાઉઝ એકદમ ફેશનેબલ ન હોય.
>>>જો સલવાર-કૂર્તી પહેરો તો તેના રંગ, પ્રિન્ટ અને તેનું ફિટિંગ એકદમ પરફેકટ હોવું જોઇએ.
>>>વધુ કરીને સ્કર્ટ, ચણિયા-ચોળી કે સ્કર્ટ અને પેન્ટની ઉપરનું ટોપ એવું ન પહેરવું જેનાથી તમે અનકમ્ફર્ટેબલ ફીલ કરો.
>>>તમે જો પેન્ટ-શર્ટ પહેરતાં હો તો તેનું ફિટિંગ એવું હોય જે જોવામાં ખરાબ ન લાગે.
>>>જો શરીરનો નીચલો ભાગ થોડો ભારે હોય તો તમારે લાઇનિંગવાળા કપડાં પહેરવા જોઇએ.
>>>શરીર ભારે હોય તો પેન્ટ શર્ટ વધુ સારા લાગે છે જેમાં લાંબા કૂર્તા પહેરી શકાય જે સ્ટ્રેટ કટ હોય.
>>>જો તમે પાતળાં હો તો ફિટિંગવાળા કપડાં પહેરી શકો છો વળી કોન્ટ્રાસ્ટ રંગના હોવા જોઇએ.
>>>ઓફિસમાં મોટી મોટી પ્રિન્ટવાળા કપડાં પહેરવાને બદલે લાઇનિંગ, ચેકસ કે પ્લેન કપડાં વધુ ડિસન્ટ લાગે છે.
>>>જો તમારી હાઇટ નોર્મલ કરતાં વધુ હોય તો લોંગ સ્કર્ટ કે વધુ ટાઇટ કપડાં ન પહેરવા.
>>>પાતળી મહિલાએ પેન્ટ કે જીન્સ પર પહોળો બેલ્ટ પહેરવો જોઇએ.
>>>ઓફિસમાં મોતીની માળા કે તમને જેનાથી ઇરીટેશન ન થાય તેવાં ઘરેણાં પહેરવા.
ખાસ વાત:
>>>ઓફિસમાં એનિમલ પ્રિન્ટ, બોલ્ડ સ્ટ્રાઇપ અને બ્રાઇટ કલર્સ ન પહેરવા જોઇએ.
>>>ડીપ નેકવાળા ડ્રેસ ઓફિસમાં ન પહેરવા તે ડિસન્ટ નથી લાગતા.
>>>ખૂબ મોટી હિલ્સ અને સાવ ફલેટ ચંપલ-સેન્ડલ ઓફિસમાં ન પહેરવા તેની જગ્યાએ નોર્મલ હાઇટના ચંપલ-સેન્ડલ પહેરવા.
>>>ઓફિસમાં એવા ઘરેણાં ન પહેરીને આવો જે તમારા કામમાં ખલેલ પહોંચાડે કે તે આખો દિવસ ‘છન છન’ અવાજ કર્યા કરે.
>>>ઓફિસમાં ખૂબ ભભકાદાર મેકઅપ કરીને ન આવો નહીં તો તમે નોર્મલ બિહેવિયર નહીં કરી શકો.
>>>તમારો પોતાનો સામાન લાવો તેમાં ખાસ કરીને પર્સ, લંચબોકસ, વોટર બોટલ વગેરે એટલો બધો ન લાદો કે જેથી તમે તે ઊચકીને ચાલી પણ ન શકો.
>>>તમારા નખ એટલા મોટા ન ઉગાડો જેથી તમને લખતાં કે ટાઇપ કરતાં તે વચ્ચે આવે.
>>>ફિલ્મ કે ટીવીમાં જોઇને તેમના કપડાંનું અનુકરણ કરવાનો પ્રયત્ન ન કરો.
સામાન્ય બીમારીની કાર્યક્ષમતા પર અસર
સવારે ઊઠીએ ત્યારે જ એમ લાગે કે આજે કંઇ મજા નથી આવતી. શરદી થઇ હોય, પેટમાં ગરબડ હોય કે ક્યારેક તો તાવ હોય, કામ કરી શકીએ એવી સ્થિતિ ન હોય. તેમ છતાં ઓફિસમાં પણ ઢગલાબંધ કામ હોય જે આપણે જ કરવાનું હોય, તો તમે શું કરશો? અહીં એવી કેટલીક બીમારી વિશે જણાવ્યું છે જે થોડી સાવચેતી રાખીએ તો તેના કારણે ઉદ્ભવતી અન્ય મુશ્કેલીઓથી દૂર રહી શકીએ.
પેટમાં ગરબડ : તમને ડાયેરિયા થઇ ગયા હોય અથવા ઊલટી થતી હોય. તાવ-શરદી કે ફલૂ : અચાનક ઠંડી લાગવા માંડે અને ફલૂ થશે એવા ચિહનો જોવા મળે.
ગળામાં ચચરાટ : જયારે વધારે તાવ હોય અને લાળગ્રંથિ ઓછી સક્રિય હોય, ત્યારે ગળામાં ચચરાટ થાય છે અને કયારેક દુખાવો પણ થાય.
કન્જકિટવાઇટિસ : તમને કન્જકિટવાઇટિસ થયો હોય અને તમે કોઇની સાથે નજર મેળવી શકો એવી સ્થિતિમાં ન હો. અસા દુખાવો : હાથ, પગ કે શરીરના કોઇ પણ ભાગમાં અસા દુખાવો થતો હોય અને તમે તેના કારણે બીજી કંઇ બાબત પર ઘ્યાન કેન્દ્રિત ન કરી શકતાં હો. ઉપર જણાવેલી બીમારીઓ છે તો સાવ સામાન્ય, પણ તેની અસર તમારી કાર્યક્ષમતા પર ધેરી પડે છે એટલે બને તો ઓફિસે જવાનું ટાળો.