
Spotlight
Mothers Day Mothers Day
પોતાના સંતાનની જિંદગીમાં સક્રિય રીતે સામેલ થવું એ માતાપિતા માટે ઇનામરૂપ છે. સંતાન સાથે વિતાવેલી ક્ષણોની યાદ, તેમની સાથેની વાતચીત સંબંધોને પ્રગાઢ બનાવે છે. સંતાન સાથે ભાવનાત્મક તાદાત્મ્ય સાધવા માટે આ રહી કેટલીક ટિપ્સ. ‘દર અઠવાડિયે બાળક સાથે થોડો સમય નિયમિત રૂપે ફાળવો. જેમ કે, તેની સાથે બહાર ફરવા જાવ એથી સંતાન સાથે સમય વિતાવવા સાથે વાતો કરવાની તક મળશે.
-દિવસમાં એક વાર બાળક સાથે જ ભોજન કરો. જમતી વખતે એની સાથે એ હમણાં શું કરે છે, કયું મ્યૂઝિક લોકપ્રિય છે, શાની ફેશન છે અથવા સ્કૂલમાં હમણાં કઇ પ્રવૃત્તિ કરાવે છે તે વિશે વાતચીત કરો. તમારા પરિવારને એકસૂત્રે બાંધી રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે, ફેમિલી કેલેન્ડર બનાવવાનો. આ ફેમિલી કેલેન્ડરમાં દરેક બાબતની નોંધ કરો : રમતગમતની પ્રેકિટસ, ડોકટરની એપોઇન્ટમેન્ટ, પરિવાર સાથે ફરવા જવાની નોંધ. આ બધી નોંધ કરીને તમે સંતાન માટે યોગ્ય પ્લાનિંગ કરી એને સ્વતંત્ર અને સમજદાર બનાવી શકશો.
-સંતાન કંઇ સારું કામ કરે તો એનો આભાર માનો. સંતાનને આશ્ચર્ય થાય એ રીતે એનો આભાર માનતી ચિઠ્ઠી ડાઇનંગ ટેબલ કે સ્ટડી ટેબલ પર, નોટબુકમાં અથવા તો એના ઓશિકા નીચે મૂકી દો. આ રીતે એકસાથે બે કામ થશે. એને સારું કામ કર્યાનો આભાર માનવાની સાથે એની કેટલી કાળજી રાખો છે તેનો એને ખ્યાલ આવશે તેમ જ અચાનક આવી ચિઠ્ઠી મળતા સાનંદાશ્ચર્ય અનુભવશે.
-કયારેક સંતાનની સલાહ અથવા એનો મત પૂછો. ભલે સાવ સામાન્ય વાત હોય છતાં એને લાગશે કે તમે એને પૂછીને એનું માન વધાર્યું છે. એની સ્કૂલમાં પેરેન્ટ્સ ડે વખતે તમારે કયા કપડા પહેરવા? સાંજે શી રસોઇ બનાવવી? વગેરે.
-સંતાનને ઘરની કેટલીક જવાબદારીઓ પણ સોંપો. જેમ કે, ધોબીને કપડા ઇસ્ત્રી માટે આપવા-લેવા જવું, ઘરમાં આડાઅવળા પડેલા મેગેઝિન, છાપાં વ્યવસ્થિત મૂકવા. આ રીતે બાળકને કામ સોંપીને એની ક્ષમતામાં તમને ભરોસો છે એ વાતની ખાતરી કરાવી શકશો.