HomeSpotlightMothers Day Mothers Day

કુટુંબનો સાથ અને મનની તાકાત મળે તો બધું શક્ય છે

યોગિનીની કર્મઠતા

nashrin-bala.jpgયોગિની, ખરેખર નામ પ્રમાણે જ ગુણ છે. તેણે તેનું જીવન એક યોગિની જેવું જ જીવ્યું છે અને છતાંય તે સંપૂર્ણપણે સાંસારિક છે. જીવન જીવવાનું ઝનૂન, કર્મઠતા અને સંબંધોની સરવાણીને વહેતી રાખતાં શીખવું હોય તો યોગિની માનવ મહેતાને મળો. ‘સંબંધોને હું ખૂબ સમજું છું અને અનુભવું છું. મારા માતાપિતાને એક અકસ્માતમાં ગુમાવ્યા પછી મારા ભાઇને ભણાવીને ઓસ્ટ્રેલિયા મોકલ્યો.

તે ભણીને પાછો આવ્યો ત્યાં સુધી મેં મારી પપ્પાનો બિઝનેસ ચલાવ્યો. તેના આવ્યા પછી હું થોડી રિલેકસ થઇ. બીજી તરફ મેં મારું ભણતર ચાલુ રાખ્યું અને માનવ સાથે લગ્ન કર્યાં. આમ તો હું લો ભણી પણ પછી મેં મારું બૂટિક ચાલુ કર્યું. એકવાર મને ઘૂંટણમાં વાગેલું તેનો દુ:ખાવો એટલો થતો કે હું રાત્રે ઘણીવાર રડી પડતી.

એક બાજુ ઘરનું કામ અને બીજી બાજુ બૂટિક. પણ મારા ફેમિલી સપોર્ટ અને મારા વિલ પાવરને લીધે હું તેમાંથી બહાર આવી શકી. આજે હું એકદમ સ્વસ્થ છું. કહે છે ને ભગવાન એક દરવાજો બંધ કરે તો બીજા બે દરવાજા તમારે માટે ખૂલી જતા હોય છે. તેમ મને મારા સાસુ સસરા એવા મળ્યાં કે મને તેઓ મારા માતાપિતાની ખોટ સાલવા દેતા નથી.

મારે કયાંક જવાનું હોય તો મારા સસરાને ચિંતા થયા કરે અને કહ્યા કરે કે ‘બેટા, જો તેં સમય આપ્યો હોય તો જા, ઘરની ચિંતા ન કરતી, તારે મોડું ન થવું જોઇએ.’ આવી જ રીતે મારા સાસુની વાત કરું તો અત્યારે હું વાપી જવા નીકળી છું અને ટ્રેનમાં છું વળી ઓફિસથી સીધી જ આવી ગઇ પણ મમ્મીએ ડ્રાઇવર સાથે મને ફૂડ પેકેટ મોકલી આપ્યું.

મારા લવ મેરેજ છે અને હું મારા ઘર અને મારા બૂટિકની સાથે સુંદર બેલેન્સ જાળવી શકું છું. વધુમાં કહું તો મારા ભાઇનો બિઝનેસ વાપીમાં છે અને તેમાં પણ વચ્ચે વચ્ચે ઘ્યાન રાખવા અને ભાઇને મળવા હું થોડો સમય કાઢું છું. હું માનું છું કે મને મયા એવા પતિ, સાસુ અને સસરા હોય તો સ્ત્રીને તેના ગમે તેવા કપરા સમયમાં પણ બંને જગ્યા બેલેન્સ કરવાની તાકાત મળે જ છે.

આ સાથે એક વધુ વાત પણ હું કહીશ કે હું એવી સ્થિતિમાં આવું જયાં મારે એક નિર્ણય લેવાનો હોય તે સમયે મને મારા મોમ ડેડના આપેલા સંસ્કાર અને પ્રેરણા યાદ આવે છે. તેઓ ખરેખર મારા માટે મારી સ્ટ્રેન્થ જ હતા અને છે.’

કર્મ કર્યું અને ધાર્યું ફળ મેળવ્યું

હાઇ સ્પિરીટ અને જીજીવિષાનું બીજું ઉદાહરણ જોવું હોય તો નસરીન બાલાને મળો. ‘મને સિવીયર આથ્રાર્ઇટિસ થયો હતો. મારા દરેક જોઇન્ટ્સ મને દુ:ખતા હતા. મારા પપ્પા આર્કિટેકટ છે. તેમના કામ અર્થે તેમને અંકલેશ્વર, વડોદરા વગેરે શહેરોમાં અવારનવાર જવું પડતું. ક્યારેક હું તેમની સાથે જતી. હું ઇન્ટિરિયર અને ગ્રાફિક ડિઝાઇનિંગ કરું છું. આ અર્થે મારે પણ ક્યારેક બહાર જવું પડતું. મેં અનેક ડોકટરોને દેખાડયું પણ વધુ કરીને સ્ટિરોઇડ્ઝ આપવાના કારણે મારી આંખ પર તેની અસર થઇ.

જયારે મારી તકલીફ બહુ વધી ગઇ પછી હું ફિઝિયોથેરાપિસ્ટ પાસે ગઇ અને તેમની સલાહ પ્રમાણે કસરત ચાલુ કરી. હું મારો બિઝનેસ અમદાવાદ અને સુરત બંને જગ્યાએ ચલાવું છું. મારે ચાર ભાઇઓ છે, બધા સેટલ છે.

મારા ઘરમાં હું બધાની લાડકી છું તે હિસાબે હું પણ બધાની સાથે સંબંધ સાચવી રાખું છું સાથે મારા બિઝનેસમાં પણ પૂરતું ઘ્યાન આપું છું. આવી પરિસ્થિતિમાં પણ મેં સતત મહેનત ચાલુ જ રાખી અને આજે મેં સુરતમાં એક મારી પોતાની પ્રોપર્ટી ઊભી કરી છે જે માટે માત્ર મને જ નહીં મારા પરિવારના દરેક સભ્યોને ગર્વ છે.